the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

પાટણના સોનીવાડા વિસ્તારમાં ક્લોરીનેશન વગર પીવાનું પાણી આપતું હોવાનો પર્દાફાશ

  • દૂષિત પાણી મામલે આરોગ્ય તંત્રે ચકાસણી કરતા ભાંડો ફૂટ્યો

  • આરોગ્યની ટીમે દૂષિત પાણીમાં કોઈ બેક્ટેરિયા છે કે કેમ તેની ચકાસણી  સેમ્પલ લીધા

પાટણઃ પાટણ શહેરના સોનીવાડા વિસ્તારોમા છેલ્લા છ દિવસથી પીવાનુ પાણી દુષિત આવતું હોવાથી આરોગ્ય તંત્રની ટિમ સોમવારે સ્થળ પર પહોંચી હતી અને ગંદા પાણીના સેમ્પલ લીધા હતા ઉપરાંત પાણીમાં ક્લોરીનેશન થતું હોવાનો ચકાસણીમાં પર્દાફાશ થયો હતો.

પાટણના વોર્ડ નંબર 8 માં સોનીવાડાની ઉંચીશેરી રૂગનાથજીની પોળ સહિતના આસપાસના મહોલ્લા પોળોમાં છેલ્લા છ દિવસથી પીવાના પાણી અતિશય દુષિત અને દુર્ગંધ મારતુ આવતું હોવાથી રહીશો ત્રસ્ત થઈ ગયા છે. પાલિકાને રજૂઆત કરવા છતાં સમસ્યાનો હલ થયો ન હોવાથી લોકો રોષે ભરાયા હતા. સોમવારે પાલિકા પ્રમુખ મહેન્દ્ર પટેલ સહીત ભૂગર્ભ શાખા અને વોટર વર્કસ શાખાની ટિમ સ્થળ પર આવી વિસ્તારમાં પાઇપ લાઈન ચેકિંગની કામગીરી હાથ ધરી હતી.

તો બીજી બાજુ દુષિત પાણી પીવાથી વિસ્તારમાં કોઈ રોગચાળો છે કે કેમ તેની આરોગ્યની ટિમ દ્વારા વિસ્તારમાં તપાસ કરી હતી. પરંતુ કોઈ બિમારીના કેસ મળ્યા ન હતા દુષિત પાણીમાં કોઈ બેક્ટેરિયા છે કે કેમ તેની ચકાસણી માટે ગંદા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ઉપરાંત પાણીની ચકાસણી કરતા પીવાના પાણીમાં ક્લોરીનેશન થયેલું ન હતું. ઉનાળાની ગરમીમાં ક્લોરિનેશન કર્યા વગર જ રહીશોને પાણી આપવામાં આવતું હતું. જેના કારણે આરોગ્ય તંત્ર દ્વારા રહીશોને ઘેર ઘેર પાણીમાં નાખવા માટે ક્લોરિનની ગોળી આપી હતી.

આ બાબતે આરોગ્યતંત્ર દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને રિપોર્ટ કરાશે. તેવુ આરોગ્ય તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું. વિસ્તારના કોર્પોરેટર ભરતભાઈ ભાટિયાએ જણાવ્યું કે ભૂગર્ભ ગટર લાઈન ભરાઇ ને બ્લોક થઈ જતી હોવાથી આ સમસ્યા સર્જાય છે. વોટર વર્કસ અને ભૂગર્ભ ગટર શાખા વચ્ચે સંકલનના અભાવે લોકોને સમસ્યાનો સામનો કરવો પડે છે પાલિકાની ટીમ દ્વારા પાઇપલાઇનની સાફ-સફાઇ કરી છે.