the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

પોલિકેબ ઇન્ડિયાએ ૩૦% ડિવિડન્ડની જાહેરાત કરી

પોલિકેબ ઇન્ડિયાએ ૩૦% ડિવિડન્ડની જાહેરાત કરી

પોલિકેબ ઈન્ડિયા લિ. જે એપ્રિલ ૨૦૧૯ ના મહિનામાં તેમના આઈ પી ઓ સાથે મૂડી બજારમાં આવેલ અને તેમના આ પ્રથમ આઈપીઓને લગભગ ૫૨ ગણું ભરણું મળેલ અને પ્રતિશેર તેમની ઓફર કિંમત ૫૩૮ સાથે રૂ. ૬૩૩ ના ભાવે લીસ્ટીંગ થયેલ હતું. તેઓએ તમના ના. વ. ૧ ૯ પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ સારો દેખાવ કર્યો છે. કંપનીએ રૂ. ૭૯૫૬ કરોડના ટર્નઓવર ઉપર રૂપિયા ૫૦૦ કરોડ કરોડ ચોખ્ખો નફો નોંધવેલ છે અને તેમણે શેર દીઠ રૂ. ૩ (૩૦%)ના ડિવિડન્ડની જાહેરાત કરી છે જે પાછલા નાણાકીય વર્ષમાં ૧૦% હતી. આમ નવા શેરહોલ્ડરોને ખુબ સરસ ડિવિડન્ડ આપવામાં આવેલ છે. પરિણામો પર ટિપ્પણી કરતાં, પોલીકૅબ ઇન્ડિયા લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, ઇન્દર જયસિંઘાનીએ કહ્યુંઃ “હું અમારા રોકાણકારોને અમારા આઇપીઓને વધારે ઓવરસ્ક્રિપ્શન આપી મોટી સફળતા અપાવવા તેમ જ અમારામાં વિશ્વાસ મૂકવા બદલ મારી નિષ્ઠાપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગું છું. અમને મળેલા મજબૂત પ્રતિસાદને પોલિકેબના મૂલ્યના પ્રસ્તાવમાં રોકાણકારના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. નાણાકીય વર્ષ ૨૦૧૫ એ તમામ બિઝનેસ સેગમેન્ટ્‌સમાં સારો દેખાવ કરવા સાથે રેકોર્ડ પ્રદર્શનનું એક વર્ષ રહેલ છે. અમારું પીએટી ૪૦% થી વધીને રૂ. ૫૦૦ કરોડ થયેલ છે. અમે નાણાકીય વર્ષ ૨૦૧૫ અમારી બંને ટોપલાઈન અને નફાકારકતા સારી સ્થિતિીમાં પહોંચાડી છે અને માનીએ છીએ કે આવનારા વર્ષોમાં અમે આ ઉદ્યોગ-કામગીરીમાં આવો જ સારો દેખાવ ચાલુ રાખી શકીશું. “