the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

પ્રિયંકા ચોપરા પહેલી વાર રેડ કાર્પેટ પર ચાલશે, દીપિકાએ ચાહકોને પૂછ્યું, રેડ ઓન રેડ કેવું રહેશે

મુંબઈઃ 14 મેથી કાન ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થઈ ગયો છે. ફેસ્ટિવલમાં પહેલી જ વાર પ્રિયંકા ચોપરા રેડ કાર્પેટ વર વોક કરવાની છે તો દીપિકા પાદુકોણે રેડ કાર્પેટ પર પોતાના લુકને લઈ ચાહકોને સવાલ કર્યો છે કે તે રેડ કાર્પેટ પર રેડ ડ્રેસ પહેરે કે નહીં?

પહેલી વાર કાન ફિલ્મ ફેસ્ટિવલમાં
મેટ ગાલા 2019માં પોતાના ડ્રેસ તથા લુકને કારણે ચર્ચાનો વિષય બનેલી પ્રિયંકા ચોપરા કાન ફિલ્મ ફેસ્ટિવલ માટે રવાના થઈ ચૂકી છે. પ્રિયંકા પહેલી જ વાર કાન ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર વોક કરશે. આ સમય દરમિયાન ઈન્સ્ટાગ્રામમાં પ્રિયંકા ચોપરાના ચાર કરોડ ફોલોઅર થતાં એક્ટ્રેસે વીડિયો શૅર કરીને પોસ્ટ કર્યું છે, ‘બિગ શૂટઆઉટ ટૂ માય ઈન્સ્ટાફૅમ. તમને તમામને મારો પ્રેમ કે તમે મારી આ સફરમાં સામેલ થયા.’ પ્રિયંકાના પતિ નિક જોનાસને ઈન્સ્ટાગ્રામમાં 2 કરોડ ફોલોઅર્સ છે. દીપિકા પાદુકોણને 3 કરોડ પાંચ લાખ ફોલોઅર્સ તો આલિયા ભટ્ટને ત્રણ કરોડ ફોલોઅર્સ છે.

દીપિકાએ પૂછ્યો લુક કેવો હોવો જોઈએ?
કાન ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર કેવો લુક હોવો જોઈએ? તેવો સવાલ દીપિકાએ પોતાના ચાહકોને કર્યો છે. દીપિકાએ ઈન્સ્ટા સ્ટોરીમાં પૂછ્યું છે, ‘શું મારે રેડ કાર્પેટ પર રેડ આઉટફિટ પહેરવા જોઈએ? હા કે ના’