the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ભણસાલીની ભાણેજ અને જાવેદ જાફરીના દીકરાની ફિલ્મ ‘મલાલ’નું પહેલું પોસ્ટર રિલીઝ, આજે ટ્રેલર લોન્ચ થશે

  • શરમીન સહગલ સંજય લીલા ભણસાલીની બહેન બેલા સેહગલની દીકરી
  • મિઝાન જાફરી એક્ટર જાવેદ જાફરીનો દીકરો
  • સંજય લીલા ભણસાલી ફિલ્મના માત્ર પ્રોડ્યૂસર છે 

બોલિવૂડ ડેસ્ક: સંજય લીલા ભણસાલીની ભાણી શરમીન સહગલ અને જાવેદ જાફરીનો દીકરો મિઝાન જાફરી ‘મલાલ’ ફિલ્મથી ડેબ્યુ કરી રહ્યા છે. ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ કરાયું છે અને આજે 18 મેએ દિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થવાનું છે. આ ફિલ્મને સંજય લીલા ભણસાલીએ નહીં પણ મંગેશ હડાવલેએ ડિરેક્ટ કરી છે. મંગેશ હડાવલેએ ગયા વર્ષે આવેલી વડાપ્રધાન મોદી પર આધારિત ફિલ્મ ‘ચલો જીતે હૈં’ ડિરેક્ટ કરી હતી. ‘મલાલ’ ફિલ્મને સંજય લીલા ભણસાલી ટી સિરીઝના ભૂષણ કુમાર સાથે પ્રોડ્યૂસ કરી રહ્યા છે. ફિલ્મ 28 જૂને રિલીઝ થશે.

ભણસાલી પ્રોડક્શન્સ હાઉસે સંજય લીલા ભણસાલીની બહેન બેલા સેહગલની દીકરી શરમીન સહગલ સાથે ત્રણ ફિલ્મો માટે સાઈન કરી છે. સંજય લીલા ભણસાલીએ પોતે શરમીનને કેમેરા ફેસ કરવાની ટ્રેનિંગ આપી છે. જ્યારે મિઝાને અગાઉ ભણસાલી સાથે ‘બાજીરાવ મસ્તાની’ ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. અગાઉ સોનમ કપૂર અને રણબીર કપૂર જેવા સ્ટાર કિડ્સને પણ ભણસાલીએ લોન્ચ કર્યા છે જે તેમની સાથે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે.