the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ભવિષ્યમાં કોહલી-ધોનીનું સ્થાન લઈ શકે છે આ 5 યુવા પ્લેયર્સ

  • આ 5 યુવા પ્લેયર્સ બની શકે છે ભારતીય ક્રિકેટનો ચહેરો, જાણો તેમની ખાસિયતો

IPLના સ્લોગન ગેમ બનાયેગા નેમ બિલકુલ સાચું પુરવાર થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. દર વર્ષ કરતાં આ વખતે યુવા પ્લેયર્સ ધાર્યા કરતાં ઘણું સારું પ્રદર્શન કરાવ્યું. કેટલાક યુવા પ્લેયર્સે એટલું જોરદાર પ્રદર્શન કર્યું તો તેમને લઈ ભવિષ્યવાણીઓ પણ થવા લાગી. આ આઈપીએલમાં એવા પાંચ યુવા પ્લેયર્સ સામે આવ્યા જ ભવિષ્યમાં ધોની અને કોહલીનું સ્થાન મેળવવા મજબૂત દાવેદારી નોંધાવી રહ્યા છે.

1. શુભમન ગીલ : કોલકાતા નાઇટ રાઇડર્સ માટે રમનારા શુભમન ગીલે ટીમ ઈન્ડિયામાં ચોથા નંબર માટે મજબૂત દાવેદારી નોંધાવી છે. શુભમનની ખાસ વાત એ છે કે તે ટોપ ઓર્ડરમાં ખૂબ જ સારી બેટિંગ કરે છે. આ સીઝનમાં તેણે 14 મેચમાં 124.36ની સ્ટ્રાઇક રેટથી 296 રન ફટકાર્યા. ત્રણ અડધી સદી મારી. (PC-IPL)

2. શ્રેયસ ગોપાલ : શ્રેયસ ગોપાલે પોતાના ઓલરાઉન્ડ પ્રદર્શનથી તમામ લોકોને પ્રભાવિત કર્યા છે. ગોપાલે બોલિંગ ઉપરાંત બેટિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. ગોપાલે આ સીઝનમાં આરસીબી વિરુદ્ધ હેટ્રિક પણ લીધી. આ હેટ્રિકમાં કોહલી, અને એબી ડિવિલિયર્સની પણ વિકેટ સામેલ છે. ગૌતમે આ સીઝન 7.22ની ઇકોનોમીથી 20 વિકેટ લીધી. તે સૌથી વધુ વિકેટ લેવાના મામલે ચોથા નંબરે રહ્યો. (PC-IPL)

3. રાહુલ ચાહર : CSK તરફથી રમતાં દીપક ચાહરે જોરદાર પ્રદર્શન કર્યુ તો બીજા ભાઈ રાહુલ ચાહરે મુંબઈ ઈન્ડિયન્સ માટે આ કામ કર્યું. રાહુલે પોતાના લેગ સ્પિનથી સૌને પ્રભાવિત કર્યા છે. રાહુલે ફાઇનલમાં પણ મુંબઈની મેચમાં વાપસી કરાવી હતી. આ સીઝનમાં રાહુલે 13 મેચ રમી, જેમાં તેણે 6.55ની ઇકોનોમીથી 13 વિકેટ લીધી. લેગ સ્પિનર્સની બોલબાલા હાલ વિશ્વ ક્રિકેટમાં ચાલી રહી છે. એવામાં તેની પાસે સારી તક છે. (PC-IPL)

4. નવદીપ સૈની: RCB સાથે કંઈક સારું થયું તો તે તેમને એક ફાસ્ટ બોલર મળવું તે છે. નવદીપ સૈની એવો બોલર બનીને બહાર આવ્યો છે જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. સૈની સતત 140થી વધુ ઝડપે બોલ ફેંકીને પોતાની ટેલેન્ટ બતાવી ચૂક્યો છે. નવદીપ આવનારા ભવિષ્યમાં ભારતીય ટીમનો હિસ્સો માનવામાં આવી રહ્યો છે. 13 મેચમાં 11 વિકેટ લેનારો નવદીપ પોતાની ટીમનો સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે. (PC-Facebook)

5. રિયાન પરાગ : આઈપીએલ 2019માં રિયાન પરાગે સૌથી વધુ લોકોનું ધ્યાન ખેંચ્યું. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સ્ટીવ સ્મીથે રિયાનને ભારતીય ટીમનું ભવિષ્ય ગણાવ્યો છે. રિયાને આ સીઝનમાં પોતાની ટીમને અનેક જીત અપાવી. રિયાન હેલિકોપ્ટર શોટ મારીને એવું દર્શાવ્યું કે તે સ્ફોટક બેટિંગ પણ કરવા સક્ષમ છે. રિયાને 7 ઈનિંગમાં 126.98ના સ્ટ્રાઇક રેટથી 160 રન કર્યા છે. 17 વર્ષીય રિયાને બોલિંગમાં પણ બે વિકેટ લીધી છે. (PC-IPL)