the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

મા, માટી, માનુષના સૂત્રથી મમતાએ ડાબેરીઓને સત્તાની બહાર કર્યા

ઈલેક્શન ડેસ્કઃ1993માં એક મૂક-બધિર યુવતીની સાથે થયેલા દુષ્કર્મને લીધે મમતા બેનરજી પશ્ચિમ બંગાળના તત્કાલીન સીએમ જ્યોતિ બસુની રાઇટર્સ સ્થિત બિલ્ડિંગની ઓફિસ પહોંચ્યાં હતાં. સીએમે ત્યારે તેમને મળવાનો ઇનકાર કરી દીધો હતો. પોલીસ ફાયરિંગમાં 13 યુવક માર્યા ગયા હતા. મમતાએ ત્યારે સોગંદ લીધા હતા કે તેઓ ડાબેરીઓને સત્તામાંથી હટાવીને જ રાઇટર્સ બિલ્ડિંગમાં પગ મૂકશે. ઘાયલ મમતાએ હોસ્પિલમાં જ આંદોલન ચાલુ રાખ્યું હતું. 2007માં નંદીગ્રામ અને 2008માં સિંગૂરમાં નેનો પ્રોજેક્ટ વિરુદ્ધ મમતાએ આંદોલન કર્યાં. તત્કાલીન સીએમ બુદ્ધદેવ ભટ્ટાચાર્યને બંને પ્રોજેક્ટ પાછી ખેંચવા પડ્યા. 2011માં ‘મા, માટી, માનુષ’ના સૂત્રને સહારે ડાબેરીઓનાં 34 વર્ષના શાસનને ખતમ કરી મમતા બેનરજી રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યાં.