the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

મુંબઈ ઇન્ડિયન્સ ચોથી વખત ચેમ્પિયન, હરાવી રહેલા મલિંગાએ જ છેલ્લા દડે વિકેટ ઝડપીને મુંબઈને જીતાડ્યું

  • મુંબઈએ પ્રથમ દાવમાં 8 વિકેટ ગુમાવી 149 રન કર્યા

  • જવાબમાં ચેન્નાઇએ 7 વિકેટ ગુમાવીને 148 રન કર્યા

  • મુંબઈ સતત ચોથી વાર ફાઇનલમાં રન ડિફેન્ડ કરીને ચેમ્પિયન બન્યું

સ્પોર્ટ્સ ડેસ્ક: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019ની ફાઇનલમાં હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમ ખાતે ચેન્નાઇ સુપરકિંગ્સને 1 રને હરાવીને મુંબઈ ઇન્ડિયન્સ ચોથી વાર ચેમ્પિયન બન્યું છે. 150 રનનો પીછો કરતા ચેન્નાઇ સુપરકિંગ્સે 20 ઓવરના અંતે 7 વિકેટ ગુમાવીને 148 રન કર્યા હતા. મુંબઈ માટે લસિથ મલિંગાએ છેલ્લી ઓવરમાં 9 રન ડિફેન્ડ કરીને તેમને વિજેતા બનાવ્યું હતું.

આ સાથે જ મુંબઈએ છેલ્લા 7 વર્ષમાં 4 ટાઇટલ પોતાના નામે કરી દીધા છે અને આઈપીએલની સૌથી સફળ ટીમ બની ગઈ છે. આ પહેલા તે 2013, 2015 અને 2017માં ચેમ્પિયન બની હતી. મુંબઈની ટીમ 2017માં પણ રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટ્સ સામે 1 રને મેચ જીતી હતી.

150 રનનો પીછો કરતા ચેન્નાઇને 5 ઓવરમાં 62 રનની જરૂર હતી. ત્યારે લસિથ મલિંગાની 16મી ઓવરમાં 20 રન ફટકારીને વોટ્સન અને બ્રાવોની જોડીએ ચેન્નાઇ માટે રનરેટ સરળ કરી હતી. જોકે તે પછી બુમરાહે 17મી ઓવરમાં માત્ર 4 રન આપીને મેચને જીવંત રાખી હતી. 18 બોલમાં 38 રનની જરૂર અને મેચ કોઈ પણ બાજુ જઈ શકે તેમ હતી. ત્યારે વોટ્સને કૃણાલની 18મી ઓવરમાં 3 સિક્સ સહિત 20 રન લેતા ફરી એક વાર ધોનીની ટીમ બાજી મારી જશે તેમ જણાતું હતું. 12 બોલમાં 18 રનની જરૂર હતી અને રોહિત પોતાના સૌથી વિશ્વાસપાત્ર બોલર બુમરાહના હાથમાં બોલ આપ્યો હતો. તેણે પહેલા 5 બોલમાં માત્ર 5 રન આપ્યા હતા. જોકે છઠા બોલે ડી કોકે બાઈનો ચોક્કો આપતા ચેન્નાઇને અંતિમ ઓવરમાં 9 રનની જરૂર હતી. મલિંગાની ફાઇનલ ઓવરમાં શેન વોટ્સન 80 રને રનઆઉટ થતા મુંબઈએ રાહતનો શ્વાસ લીધો હતો. ચેન્નાઇને 1 બોલમાં 2 રનની જરૂર હતી ત્યારે મલિંગાએ પ્રેસરમાં શાર્દુલ ઠાકુરને એલબીડબ્લ્યુ આઉટ કરીને મુંબઈને મેચ અને ટુર્નામેન્ટ જીતાડી હતી.

Embedded video

IndianPremierLeague

@IPL

A new experience for @ImRo45 who lifts his little munchkin before lifting the 🏆

2,339 people are talking about this

આઇપીએલ ફાઇનલમાં 150થી ઓછા રન કરીને મેચ જીતનાર ટીમ:

  • DC (143) RCB સામે 6 રને જીત્યું, 2009
  • MI (148) CSK સામે 23 રને જીત્યું, 2013
  • MI (129) RPS સામે 1 રને જીત્યું, 2017
  • MI (149) CSK સામે 1 રને જીત્યું, 2019

ESPNcricinfo

@ESPNcricinfo

After going for 42 from his first three overs, Lasith Malinga well and truly delivered at the death to claim his side the title 💪http://es.pn/IPL2019final 

183 people are talking about this

IndianPremierLeague

@IPL

FIFTY!

Back to back half-centuries for @ShaneRWatson33 👏👏

203 people are talking about this

ચેન્નાઇએ 15 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 88 રન કર્યા

150 રનનો પીછો કરતા ચેન્નાઇ સુપરકિંગ્સે 15 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવી 88 રન કર્યા છે. શેન વોટ્સન 42 રને અને ડવેન બ્રાવો 5 રને રમી રહ્યા છે. વોટ્સને ફટકારેલા શોટમાં મિસફિલ્ડ પર બીજો રન લેવા જતા એમએસ ધોની રન આઉટ થયો છે. ઈશાન કિશને સીધો થ્રો ફટકારીને તેને પેવેલિયન ભેગો કર્યો હતો. ધોનીએ 8 બોલમાં 2 રન કર્યા હતા. તે પહેલા અંબાતી રાયુડુ જસપ્રીત બુમરાહની બોલિંગમાં કીપર ડી કોકના હાથે કેચ આઉટ થયો હતો.

Mumbai Indians

@mipaltan

Q: Who will get Dhoni out?
Ishan: … @ishankishan51

101 people are talking about this

Embedded video

IndianPremierLeague

@IPL

Bumrah heating things up for the @mipaltan.

84 people are talking about this

ચેન્નાઇએ 10 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 72 રન કર્યા

150 રનનો પીછો કરતા ચેન્નાઇ સુપરકિંગ્સે 10 ઓવરના અંતે 2 વિકેટ ગુમાવી 72 રન કર્યા છે. શેન વોટ્સન 34 રને અને અંબાતી રાયુડુ 1 રને રમી રહ્યા છે. સુરેશ રૈના રાહુલ ચહરની બોલિંગમાં સ્પિન સામે માત ખાતા એલબીડબ્લ્યુ થયો હતો. તેણે 14 બોલમાં 8 રન કર્યા હતા.

ચેન્નાઇએ પાવરપ્લેમાં 1 વિકેટ ગુમાવી 53 રન કર્યા

150 રનનો પીછો કરતા ચેન્નાઇ સુપરકિંગ્સે 6 ઓવરના અંતે 1 વિકેટ ગુમાવી 53 રન કર્યા છે. શેન વોટ્સન 23 રને અને સુરેશ રૈના 3 રને રમી રહ્યા છે. ફાફ ડુ પ્લેસીસ કૃણાલ પંડ્યાની બોલિંગમાં સ્ટમ્પ થયો હતો. તેણે આઉટ થયા પહેલા 13 બોલમાં 3 ચોક્કા અને 1 છગ્ગાની મદદથી 26 રન કર્યા હતા.

મુંબઈએ પ્રથમ દાવમાં 149 રન કર્યા

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરના અંતે 8 વિકેટ ગુમાવી 149 રન કર્યા છે. મુંબઈ માટે રોહિત શર્મા અને કવિન્ટન ડી કોકે આક્રમક શરૂઆત કરતા 3 ઓવરમાં 30 રન ફટકાર્યા હતા. પરંતુ તે પછી ચેન્નાઇના બોલર્સે તેમની રનગતિ ઉપર બ્રેક મારતા તેઓ ધાર્યા જેટલા રન કરી શક્યા ન હતા. મુંબઈ માટે કાયરન પોલાર્ડે 25 બોલમાં 3 ચોક્કા અને 3 છગ્ગાની મદદથી સૌથી વધુ 41* રન કર્યા હતા. જયારે અન્ય કોઈ બેટ્સમેન 30 રનનો આંક વટાવી શક્યું ન હતું. ચેન્નાઇ માટે દિપક ચહરે 3 વિકેટ જયારે શાર્દુલ ઠાકુર અને ઇમરાન તાહિરે 2-2 વિકેટ ઝડપી હતી. ચોથી વાર આઈપીએલ ચેમ્પિયન બનવા ચેન્નાઇને 20 ઓવરમાં 150 રનની જરૂર છે.

View image on TwitterView image on TwitterView image on Twitter

IndianPremierLeague

@IPL

Innings Break!

The @ChennaiIPL restrict to a total of 149/8 in Finals of the .

Will chase this down?

190 people are talking about this

મુંબઈએ 15 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 102 રન કર્યા

મુંબઈ ઇન્ડિયન્સે 15 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવી 102 રન કર્યા છે. હાર્દિક પંડ્યા 0 રને અને કાયરન પોલાર્ડ 10 રને રમી રહ્યા છે. ઈશાન કિશન ઇમરાન તાહિરની ગુગલીમાં કવર્સ પર સુરેશ રૈનાના હાથે કેચ આઉટ થયો હતો. કિશને 26 બોલમાં 23 રન કર્યા હતા.

કૃણાલ પંડ્યા શાર્દુલ ઠાકુરના બાઉન્સરમાં ફક્ત એજ મેળવી શક્યો હતો અને ઠાકુરે દોડીને તેનો શાનદાર કેચ કર્યો હતો. કૃણાલે 7 બોલમાં 7 રન કર્યા હતા. તે પહેલા સુર્યકુમાર યાદવ ઇમરાન તાહિરની બોલિંગમાં સ્ટમ્પ પરના બોલને કટ કરવા જતા બોલ્ડ થયો હતો. તેણે 17 બોલમાં 15 રન કર્યા હતા.

ESPNcricinfo

@ESPNcricinfo

Krunal Pandya’s underwhelming season with the bat ends with Shardul Thakur taking a tumbling c & b at the second attempt http://es.pn/2JBIZdN 

See ESPNcricinfo’s other Tweets

Embedded video

IndianPremierLeague

@IPL

How many of you were waiting for this Imran Tahir celebration?

251 people are talking about this

નંબર ગેમ:

  • ઇશન કિશનને આઉટ કરી ઇમરાન તાહિરે આ સિઝનમાં સૌથી વધુ 26* વિકેટ ઝડપી છે. તેણે દિલ્હી કેપિટલ્સના કગીસો રબાડાને (25) પાછળ છોડી દીધો છે.
  • રોહિત શર્મા મુંબઈ ઇન્ડિયન્સ માટે 4 હજાર રન ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. તે ઉપરાંત તેણે પ્રોફેશનલ ક્રિકેટમાં 25 હજાર રન પૂરા કર્યા છે.
  • એમએસ ધોનીના હવે આઇપીએલમાં સ્ટમ્પ પાછળ સૌથી વધુ 132 શિકાર છે. તે દિનેશ કાર્તિક (131) કરતા આગળ નીકળી ગયો છે.

આઇપીએલની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર સ્પિનર:

  • 26* ઇમરાન તાહિર (2019)
  • 24 સુનિલ નારાયણ (2012)
  • 24 હરભજનસિંહ (2013)
  • 23 યૂઝવેન્દ્ર ચહલ (2015)
  • 22 સુનિલ નારાયણ (2013)

આઇપીએલ નોકઆઉટમાં રોહિત શર્માનું પ્રદર્શન:

  • 18 ઇનિંગ્સ
  • 229 રન
  • એવરેજ 13.47
  • સ્ટ્રાઇક રેટ 101.77
  • 1 ફિફટી

મુંબઈએ 10 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 70 રન કર્યા

મુંબઈ ઇન્ડિયન્સે 10 ઓવરના અંતે 2 વિકેટ ગુમાવી 70 રન કર્યા છે. ઇશન કિશન 15 રને અને સુર્યકુમાર યાદવ 8 રને રમી રહ્યા છે.

મુંબઈએ પાવરપ્લેમાં 2 વિકેટ ગુમાવીને 45 રન કર્યા

મુંબઈ ઇન્ડિયન્સે 6 ઓવરના અંતે 2 વિકેટ ગુમાવી 45 રન કર્યા છે. ઇશન કિશન 0 રને અને સુર્યકુમાર યાદવ 0 રને રમી રહ્યા છે. રોહિત શર્મા દિપક ચહરના નકલ (ધીમા) બોલમાં કીપર ધોનીના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 14 બોલમાં 15 રન કર્યા હતા. તે પહેલા ડી કોક શાર્દુલ ઠાકુરે 142ની ઝડપે ફેંકેલા શોર્ટમાં બોલમાં માત્ર એજ મેળવી શક્યો હતો અને ધોનીએ તેનો કેચ કર્યો હતો. તેણે 17 બોલમાં 29 રન કર્યા હતા.

ESPNcricinfo

@ESPNcricinfo

Quinton de Kock is going after CSK’s bowling Powerplay star Deepak Chahar http://es.pn/2JBIZdN 

See ESPNcricinfo’s other Tweets

IndianPremierLeague

@IPL

📸📸

194 people are talking about this

મુંબઈએ ટોસ જીતીને બેટિંગ લીધી

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019ની ફાઇનલમાં હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતને બેટિંગ લીધી છે. મુંબઈની ટીમમાં જયંત યાદવની જગ્યાએ મિચ મેકલેનેગ્ન રમી રહ્યો છે. જયારે ચેન્નાઇએ પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી.

The @mipaltan Skipper Rohit Sharma wins the toss and elects to bat first against @ChennaiIPL.#IPLFinal #MIvCSK pic.twitter.com/807XBZROHo

— IndianPremierLeague (@IPL) May 12, 2019

આઇપીએલ ફાઇનલમાં ટોસ:

  • ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરનાર ટીમ: 5 જીત, 1 હાર
  • ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરનાર ટીમ: 3 જીત, 2 હાર

મુંબઈ આ પહેલાની ત્રણેય આઇપીએલ (2013, 2015 અને 2017) ડિફેન્ડ કરીને જીત્યું છે.

મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા(કેપ્ટન), ક્વિન્ટન ડીકૉક(વિકેટકિપર), ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કાયરન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, રાહુલ ચહર, જસપ્રીત બુમરાહ, મિચ મેકલેનેગ્ન અને લસિથ મલિંગા

ચેન્નાઇ સુપરકિંગ્સ: શેન વોટ્સન, ફાફ ડુ પ્લેસીસ, સુરેશ રૈના, અંબાતી રાયુડુ, એમએસ ધોની(કેપ્ટન), રવિન્દ્ર જાડેજા(વિકેટકીપર), ડવેન બ્રાવો, દિપક ચહર, હરભજન સિંહ, શાર્દુલ ઠાકુર અને ઇમરાન તાહિર