the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

રાજકારણીઓનો બફાટ

ભારતીય ચૂંટણીની મોસમમાં એવા રાજકારણીઓનો લાંબો ઇતિહાસ રહ્યો છે, જે બેફામ બોલ્યા હોય.આ વખતની ચૂંટણીમાં કેટલાક નેતાઓની માત્ર જીભ જ નથી દોડી પણ નેતાઓનાં અંગત જીવન અંગે એવાંએવાં નિવેદનો કરાયાં છે કે જે માત્ર વાંધાજનક જ નહોતાં પણ આની કોઈએ અપેક્ષા પણ નહોતી રાખી.ચૂંટણીની રેલીઓમાં લોકોની સામે પોતાના વિરોધીને નીચા દેખાડવા માટે આ નેતાઓ મર્યાદા અને નૈતિકતાની રેખાઓને પાર કરતા જાવા મળ્યા છે.આ જમાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને તમામ પક્ષોના મોટા રાજનેતાઓનો સામેલ થઈ ગયા છે.જેમજેમ લોકસભાની ચૂંટણી આગળ વધવા માંડી વિવાદાસ્પદ નિવેદનો પણ વધવાં લાગ્યાં.તાજેતરમાં જ આવું એક નિવેદન બસપાનાં સુપ્રીમો માયાવતીએ કર્યું, જેમાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંગે વિવાદાસ્પદ વાત કરી.માયાવતીએ કÌšં કે ભારતીય જનતા પક્ષના લોકો મહિલાઓનું સન્માન કરતા નથી અને વડા પ્રધાન મોદીએ રાજકીય સ્વાર્થ માટે પોતાનાં પત્નીને છોડી દીધાં છે.આ મામલે કાંગ્રેસનેતા નવજાત સિંઘ સિદ્ધુ પણ પાછળ ન રહ્યા. તેમણે જે નિવેદન કર્યું તેની ટીકા એવું કહેતા કરાઈ કે તેઓ મહિલાને ઓછી આંકે છે.તેમણે ઇન્દોરમાં એક કાર્યક્રમ દરમિયાન કÌšં હતું, મોદી એવી કન્યા જેવા છે જે રોટલી ઓછી વણે અને બંગડીઓ વધુ ખણકાવે, જેથી મહોલ્લામાં લોકોને ખબર પડે કે તે કામ કરી રહી છે. આ હું આઠમી વખત પૂછી રહ્યો છું કે મોદી પોતાની માત્ર એક સિદ્ધિ મને જણાવી દે.ભાજપે કÌšં કે આવું નિવેદન કરી કાંગ્રેસ એવું બતાવવા માગે છે કે આ દેશની અડધી વસતીનું પ્રતિનિધિત્વ કરનારી મહિલાઓ નબળી છે.ભાજપે કÌšં, સિદ્ધુ અને કાગ્રેસે આ નિવેદન બદલ માફી માગવી જાઈએ.વિવાદ અહીં જ ન અટક્્યો. કાંગ્રેસના વરિષ્ઠ નેતા મÂલ્લકાર્જુન ખડગેએ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદિત નિવેદન કર્યું.ખડગેએ રવિવારે કર્ણાટકના કુલબર્ગીની એક ચૂંટણીસભામાં કÌšં કે જા અમને ૪૦થી વધારે બેઠકો મળી તો શું મોદી દિલ્હીના વિજયચોક પર ફાંસો ખાઈ લેશે?મÂલ્લકાર્જુન ખડગેએ કÌšં, જ્યાં પણ તેઓ (મોદી) જાય છે. ત્યાં કહે છે કે કાંગ્રેસને લોકસભામાં ૪૦થી વધારે બેઠકો નહીં મળે. શું તમારામાંથી કોઈ આ વાત માને છે? જા કાંગ્રેસને ૪૦થી વધારે બેઠકો મળશે તો શું મોદી દિલ્હીના વિજયચોક પર ફાંસો ખાશે?કાંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધી વડા પ્રધાન મોદી પર રફાલ સોદામાં કથિત રીતે ભ્રષ્ટાચાર કરવાનો આરોપ લગાવે છે અને પોતાની તમામ રેલીમાં ‘ચોકીદાર ચોર હૈ’નો નારો પોકારે છે,છઠ્ઠા તબક્કાની ચૂંટણી પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૯ મેના રોજ રાહુલ ગાંધીના ‘ચોકીદાર ચૌર હૈ’ના નારાના જવાબમાં વડા પ્રધાન રાજીવ ગાંધી પર નિશાન તાક્્યું.તેમણે રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારી કહ્યા અને કÌšં કે તેમના જીવનનો અંત પણ ભ્રષ્ટાચારી નંબર-એક તરીકે થયો.મોદીએ પણ કÌšં કે, રાજીવ ગાંધી આઈએનએસ વિરાટ પર રજાઓ માણવા માટે જતા હતા અને આનો ઉપયોગ તેમણે ટૅક્સીની માફક કર્યો હતો.કાગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મોદીને ધ્યાનમાં રાખીને આપેલું નિવેદન પણ ચર્ચામાં રÌšં અને તેના પર વિવાદ પણ થયો.પ્રિયંકાએ પડકાર ફેંક્્યો કે જા મોદીમાં તાકાત હોય તો તે વિકાસના મુદ્દે ચૂંટણી લડે.લોકો વડા પ્રધાનને સારી રીતે સમજાવવાના છે. મોદીમાં પણ કૌરવનેતા દુર્યોધન જાવો જ અહંકાર છે.પ્રિયંકા ગાંધીએ કÌšં, આ દેશે ક્્યારેય અહંકાર અને ઘમંડને માફ કર્યા નથી, ઇતિહાસ તેનો સાક્ષી છે. આવો અહંકાર દુર્યોધનમાં પણ હતો. તેને સત્ય બતાવવા માટે ભગવાન કૃષ્ણ તેને સમજાવવા ગયા ત્યારે દુર્યોધને કૃષ્ણને પણ બંધક બનાવવાનો પ્રયાસ કર્યો હતો.