the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

રાજ્યમાં એક તરફ પાણીની સમસ્યા તો બીજી તરફ લાખો લીટરનો વેડફાટ, સરકાર પાસે કોઇ જવાબ નથી

  • રાજ્યમાં વધી રહી છે પાણીની સમસ્યા

  • મહિલાઓને મોડી રાત સુધી પીવાના પાણીની રાહ જોવી પડે છે

અમદાવાદ: ઉનાળાની કાળઝાળ ગરમી સાથે ઠેર ઠેર પાણીનો પોકાર ઉઠી રહ્યો છે. દિવસે-દિવસે પાણીની સમસ્યા વધુ વણસી રહી છે. ગુજરાતના કેટલાક ગામોના લોકો પાણીની સમસ્યાના કારણે સ્થળાંતર કરી રહ્યાં છે. તો બીજી તરફ તંત્રની બેદરકારીના કારણે દરરોજ લાખો લીટર પાણીનો વેડફાટ થયો જોવા મળે છે. રૂપાણી સરકાર પાસે પાણીના પ્રશ્નનો કોઈ જવાબ નથી. પાણી મુદ્દે સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. લોકો પાણીની એક-એક બુંદ માટે વલખાં મારી રહ્યાં છે. આવા કેટલાય ગામો છે જ્યાં પાણી માટે મહિલાઓ અને બાળકો રઝળપાટ કરતા જોવા મળે છે. માત્ર પીવાના પાણીના બે બેડા ભરવા માટે ક્યાંક 6 કલાક થાય છે તો ક્યાંક પાણી મેળવવા માટે 3થી 4 કિમી ચાલીને જવું પડે છે. પાણીની સમસ્યાથી લોકો કેટલાક દિવસોથી ન્હાવાનું ટાળ્યું છે. જેથી ગામડાઓમાં રોગ ફેલાવાની ભીતિ પણ સર્જાઈ રહી છે. ગુજરાતના કેટલાક ડેમો ખાલીખમ થઈ ગયા છે તો કેટલાક તળાવો અને નદીના તળિયા દેખાવા લાગ્યા છે. તો બીજી તરફ ગુજરાતમાં આ વર્ષે ચોમાસું પણ નબળું રહેવાના એંધાણ છે. ત્યારે ગુજરાતની રૂપાણી સરકાર પાણીના પ્રશ્ન મુદ્દે શું કરશે તે જોવું રહ્યું.

  • જો તમે પણ પાણી મુદ્દે ગુજરાતની ભાવિ પેઢીને તડપાવવા ન માગતા હોય તો પાણી બચાવવા માટેના તમારા સૂચન અમને નીચે આપેલા પેજ પર ક્લિક કરીને જણાવો.