the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

રીલ લાઈફમાં અભિનેતા પછી રિયલ લાઈફમાં નેતા

ગોવિંદા
૮૦ના દાયકાનો અભિનેતા ગોવિંદાએ ઘણી સફળ ફિલ્મો આપી હતી. અને તે સમયગાળામાં ગોવિંદાએ સફળ ફિલ્મો આપી હતી, વધુ પડતી તેણે કોમેડી ફિલ્મો આપી હતી. ગોવિંદાએ સિનેજગતમાં બધાં જ પ્રકારનો અભિનય કર્યો છે. તેણે ફિલ્મોની સાથે રાજનીતિમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું હતું. ગોવિંદાએ ૨૦૦૪માં લોકસભાની ચૂંટણીમાં ૫૦ હજાર વોટથી મુંબઈમાં ઉત્તર મુંબઈની સીટ જીતી અને રાજનીતિમાં પગલાં માંડયાં હતાં.
હેમા માલિની
હેમાને રાજનીતિનું ઘેલું લગાડનાર વિનોદ ખન્ના હતો. સિનેજગતની ડ્રિમગર્લ હેમા બીજેપીમાં જાડાઈ ૨૦૧૪માં અને એ જ વર્ષમાં તેણે લોકસભાની ચૂંટણી માટે મથુરા સીટથી સવા ૩ લાખ વોટથી જીત મેળવી હતી. એ ઉપરાંત ૨૦૦૩થી ૨૦૦૯ સુધી રાજ્યસભાની સાંસદ રહી છે. અત્યારે હેમા માલિની એક સાંસદ અને રાજકીય નેતા બની ચૂકી છે, પરંતુ તેની ફિલ્મો ચાહકોને હંમેશાં યાદ રહેશે. અને ખાસ ફિલ્મોમાં તેના ડાયલોગ લોકોને વધુ પસંદ આવે છે.
રાજેશ ખન્ના
સિનેજગતના પહેલાં સુપરસ્ટાર રાજેશ ખન્ના હતા. તેણે ૧૫થી વધુ હિટ જેટલી ફિલ્મો આપી હતી. રાજેશ ખન્નાની ફિલ્મી સફળ ૧૯૬૬માં આવેલી આખરી ખતથી શરૂ થઈ હતી. તેમણે ૧૬૩ જેટલી ફિલ્મોમાં કામ કર્યું હતું. એક જમાનો હતો કે રાજેશ ખન્નાની ઝલક માટે છોકરીઓ પડાપડી કરતી હતી. ૧૯૯૧માં રાજેશ કોંગ્રેસ પાર્ટી સાથે જાડાયા હતા. ત્યારપછી એ ૧૯૯૨માં શત્ર્šÎન સિન્હાને હરાવીને લોકસભાના સદસ્ય બન્યા હતા.
વિનોદ ખન્ના
વિનોદ ખન્ના અભિનેતા જ નહીં, સારા કુશળ રાજનીતિજ્ઞા પણ હતા. તેમણે બે ફિલ્મફેર એવોર્ડ જીત્યા બાદ રાજનીતિમાં ઝંપલાવ્યું હતું. તે પંજાબના ગુરદાસપુરથી લોકસભાની ચૂંટણી માટે લડયા હતા અને ૪ વાર તેમણે જીત હાંસલ કરી, બીજેપી સાંસદ બન્યા હતા. ૧૯૯૭માં વિનોદ ખન્નાએ પહેલી વાર બીજેપી પાર્ટીમાં જાડાઈને રાજનીતિની શરૂઆત કરી હતી. પહેલી વારમાં જ તેમણે ગુરદાસપુરની સીટથી જીત મેળવી લીધી હતી. બીજી વાર પણ તેઓ એ જગ્યાએથી જીત્યા હતા. એ સમયમાં એટલે કે ૨૦૦૨માં તે સંસ્કૃતિ અને પર્યટન મંત્રી બનાવાયા. તેના ૬ મહિના બાદ તેમને વિદેશ ખાતાના રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા હતા. ૨૦૦૯માં તે ચૂંટણી હારી પણ ગયા હતા. ફરીથી મોદી લહેર દરમિયાન તેઓ જીતી ગયા અને ૧૬મી લોકસભામાં પહોંચ્યા હતા. વિનોદ ખન્ના જેટલો ફિલ્મોમાં હિટ હીરો હતો એટલો જ રાજનીતિમાં પણ સફળ રહ્યો હતો.
સુનિલ દત્ત
૧૯૭૦ અને ૮૦ના દાયકામાં જ્યારે એક પછી એક હિટ ફિલ્મો સાથે સુનિલે સિનેજગત પર રાજ કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે ફિલ્મી કરિયર પછી સુનિલ દત્તે ૧૯૮૪માં રાજનીતિમાં પગલાં માંડયા હતા. સુનિલ દત્તે કોંગ્રેસ પર પસંદગી ઉતારી હતી. એ સમયે તે મુંબઈ ઉત્તર પશ્ચિમ સીટ પરથી લોકસભાની ચૂંટણી લડીને જીતી લીધી હતી. ૧૯૯૬ અને ૧૯૯૮માં સંજય દત્તની સામે કેસ થયો હતો જેથી સુનિલે ચૂંટણી લડવાનું બંધ કર્યું. ૧૯૯૯માં .રી સુનિલને ટિકિટ મળી અને જીત પણ હાંસલ કરી હતી. ફરી ૨૦૦૦ અને ૨૦૦૪માં પણ જીત હાંસલ કરી હતી. જ્યારે મનમોહન સિંહ પ્રધાનમંત્રી બન્યા એ સમયે સુનિલ દત્તને પહેલી વાર કેન્દ્રીય મંત્રીપદ મળ્યું. સુનિલ દત્તે ફરી રાજનીતિમાં પગ મૂક્્યો અને દીકરા સંજય સાથે ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસમાં છેલ્લે કામ કર્યું હતું. સુનિલ દત્તે રાજનીતિની સાથે ફિલ્મી કરિયર પણ ચાલુ રાખી હતી. કેટલીક ફિલ્મોમાં નાનો-મોટો રોલ કરવાનું છોડયું નહોતું.
શત્ર્šÎન સિન્હા
શત્ર્šÎન સિન્હાએ પણ રાજનીતિમાં જાડાયા એ પહેલાં સિનેજગતમાં હીરો તરીકે ટોચની સફળતા મેળવી લીધી હતી. પછી ૧૯૯૦માં રાજનીતિમાં પગ મૂક્્યો હતો. રાજનીતિમાં જાડાયા પછી પહેલી જ ચૂંટણી સૌથી મોટી ભૂલ હતી એવું પોતે જણાવે છે. કારણ એટલું કે શત્ર્šÎનએ પોતાના મિત્ર રાજેશ ખન્ના સામે લડીને વિજય મેળવ્યો. ત્યારબાદ તે ૧૯૯૬ અને ૨૦૦૨માં બીજેપી દ્વારા રાજ્યસભામાં સ્થાન મળ્યું. સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રી પણ બનવા મળ્યું. ૨૦૦૯માં બિહાર અને પટના લોકસભા ક્ષેત્રે ચૂંટણી લડી શેખર સુમનને હરાવ્યા પછી શત્ર્šÎન કોંગ્રેસમાં છે.
જયા પ્રદા
જયા પ્રદા જેટલી સારી અભિનેત્રી રહી ચૂકી છે. એટલી સારી રાજનીતિમાં પણ સક્રીય રહી છે. તેણે હિન્દી ઉપરાંત તેલગુ, તમિલ, મલયાલમ, બંગાળી, અને મરાઠી જેવી તેણી ૨૦૦૪થી ૨૦૧૪ સુધી રામપુરથી સીટ જીતી અને સાંસદ રહી ચૂકી છે. જયાએ એ સમયે સમાજવાદી પાર્ટી સાથે જાડાઈને કોંગ્રેસની બેગમ નૂરને હરાવી હતી. ૨૦૧૪માં તે બિજનોર સીટથી લોકસભાની ચૂંટણી લડી પરંતુ તે હારી ગઈ હતી. જયા પ્રદા એ સમયની સફળ અભિનેત્રીઓમાં પોતાનું સ્થાન ધરાવતી હતી એ સમય દરમિયાન તેણે પોતાની કરિયર પર પૂર્ણ વિરામ મૂકીને રાજનીતિનો રસ્તો અપનાવી લીધો હતો.
રાજ બબ્બર
ઈન્સાફ કા તરાજૂ, નિકાહ જેવી ફિલ્મોમાં હીરો તરીકે અને વિલનનો પણ રોલ ઘણી ફિલ્મોમાં કરનાર અભિનેતા રાજ બબ્બરે ૧૯૮૯માં વીપી સિંહ સાથે જનતા દળમાં જાડાયા. અને રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર બાદ તેણે ૧૯૯૪માં સમાજવાદી પાર્ટીમાં જાડાયા અને રાજ્યસભા માટે ચૂંટણી લડવા
આભાર – નિહારીકા રવિયા ટિકિટ મળી હતી. રાજ બબ્બરે તેમની પહેલી લોકસભા ચૂંટણી ૧૯૯૯માં આગ્રાથી જીતી હતી અને પછી ૨૦૦૪માં પણ ત્યાંથી જ ફરી જીત મેળવી હતી. ૨૦૦૮માં તે કોંગ્રેસમાં જાડાયા અને ૨૦૦૯માં ફિરોજાબાદથી લડયા હતા. ૨૦૧૪માં લોકસભા ચૂંટણી દરમિયાન વીકે સિંહની સામે હારી ગયા હતા. જ્યારે ૨૦૧૭ની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ નિયુક્ત કર્યા હતા. રાજ બબ્બર રાજનીતિમાં ઘણા સક્રિય કાર્યકર્તા રહ્યા છે.
સ્મૃતિ ઈરાની
સ્મૃતિ ઈરાનીએ ટેલિવિઝન પર આવતી ક્્યોંકી સાંસ ભી કભી બહુ થીમાં તુલસીના અભિનયથી ઘર ઘરમાં પ્રચલિત બની ગઈ હતી. તેણી ૧૦માં ધોરણ પછી કમાવાનું શરૂ કરી દીધું હતું. મુંબઈ આવીને ૧૯૯૮માં મિસ ઈÂન્ડયા સ્પર્ધામાં ભાગ લીધો હતો. પરંતુ તે ફાઈનલમાં પહોંચી શકી નહોતી. સીરિયલોમાં કામ કરવાની સાથે સ્મૃતિ ૨૦૦૩માં ભાજપમાં જાડાઈ હતી. એ વખતે પૂર્વ કેÂન્દ્રય મંત્રી કપિલ સિબ્બલ સામે હાર મળી હતી. બીજા વર્ષે ૨૦૦૪માં તેને મહારાષ્ટÙ યુથ વિંગના ઉપાધ્યક્ષ પદ મળ્યું હતું. સ્મૃતિને પાંચ વાર કેÂન્દ્રય સમિતિના કાર્યકારી સદસ્ય તથા રાષ્ટÙીય સચિવ તરીકે નિયુÂક્ત મળી હતી. ૨૦૧૧માં ગુજરાતમાંથી રાજ્યસભાની સાંસદ માટે ઉમેદવારી કરી હતી. સ્મૃતિ ૨૦૧૪માં પણ ચૂંટણી હારી ગઈ હતી, પરંતુ રાજ્યસભાની સદસ્ય હોવાથી તે માનવ સંસાધન વિકાસ મંત્રી બની શકી હતી. તે કાપડ મંત્રી પણ છે.
પરેશ રાવલ
પરેશ રાવલે સિનેજગતને ઘણી કોમેડી ફિલ્મો આપી છે. અને ખાસ કરીને તેને કોમેડી ફિલ્મો માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો છે. તે અમદાવાદના પૂર્વ વિસ્તારના સાંસદ રહી ચૂક્્યા છે. આ કલાકારે ચૂંટાયા પછી તરત જ કહી દીધું હતું કે મારે રાજકારણમાંથી પૈસા કમાવા નથી એટલે પહેલી પ્રાયોરિટી ફિલ્મોને આપીશ! એમાંથી મારી દાળ રોટલી નીકળવાની છે. એમાંથી જે નવરાશ મળે એમાં જ મારા વિસ્તારના કામો કરીશ!
ધમેન્દ્ર
હેમા માલિની જેટલો ધમેન્દ્ર રાજનીતિમાં સક્રિય નથી રહ્યો. તેણે ૨૦૦૪માં રાજસ્થાનના બિકાનેર ખાતે ટિકિટ મેળવીને ૫૦,૦૦૦થી વધુ વોટ સાથે જીત મેળવી હતી. પરંતુ એ સમય પછી તે એક સીમા સાથે જીવે છે. કારણકે તેને આ રાજનીતિની જિંદગીથી દૂર રહેવું હતું. રાજનીતિના કામકાજમાં તેનું મન નહોતું, પણ ધર્મેન્દ્રએ ક્્યારેય હેમાને આનાથી દૂર રહેવાની ફરજ નથી પાડી.
ઉર્મિલા માતોંડકર
રંગીલા ગર્લનાં નામથી જાણીતી હતી ઉર્મિલા માતોંડકર જે હવે કોંગ્રેસની ઉમેદવાર બની ચૂકી છે. તેણે ગણતરીની જ ફિલ્મોમાં કામ કર્યું છે. અને તે કહે છે કે ફિલ્મમાં કામ કરવું મારો શોખ હતો. અને એવું નથી કે એમાં કામ કર્યા પછી બીજું કંઈ ન કરી શકાય. ઉર્મિલા એ ૨૯ માર્ચમાં રોજ જાહેર કર્યું કે તે કોંગ્રેસ પાર્ટીની સદસ્ય બનશે. અને ઉત્તર મુંબઈની સીટથી તે ચૂંટણી લડશે.