the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

વર્લ્ડ કપમાં આ ટીમોથી ટીમ ઈન્ડિયાને ખતરો, કોહલીને પણ ડરાવી શકે છે રેકોર્ડ!

  • કઈ ટીમો સામે ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન કોહલી સેના માટે ચિંતાનું કારણ બની શકે છે?

30 મેથી શરૂ થનારા ICC વર્લ્ડ કપ માટે તમામ ટીમોએ તૈયારી કરી લીધી છે. પરંતુ ઈન્ડિયન ટીમનો વર્લ્ડ કપમાં જૂનો રેકોર્ડ કેપ્ટન વિરાટ કોહલીને ડરાવી શકે છે. વર્લ્ડ કપમાં ભારતનું પ્રદર્શન આ ટીમનો વિરુદ્ધ સારું નથી રહ્યું.

આ વર્ષે વર્લ્ડ કપ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાશે જેના કારણે ટીમ માટે તમામ દેશોની વિરુદ્ધ સારું પ્રદર્શન કરવું પડશે ત્યારે જ તે ફાઇનલમાં સ્થાન મેળવી શકશે. એવામાં અમે આપને ટીમ ઈન્ડિયાનું વર્લ્ડ કપમાં અન્ય ટીમો વિરુદ્ધ પ્રદર્શન વિશે જણાવી રહ્યા છીએ, જે કેપ્ટન કોહલી માટે પણ ચિંતાનો વિષય હશે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટની દુનિયામાં સૌથી મજબૂત ટીમ ગણાય છે. વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વાર જીત્યું છે, બીજી તરફ 8 વાર તેને હારનો સામનો કરવો પડ્યો છે. વેસ્ટ ઈન્ડિઝની વિરુદ્ધ ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ સારો છે. ટીમને 5 મેચોમાં જીત અને 3માં હાર મળી છે.બાંગ્લાદેશથી પણ ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ સારી નથી. વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશથી 2 વાર જીતી છે, 1 વાર હારનો સામનો કરવો પડ્યો છે. વર્લ્ડ કપ મેજબાન ઈંગ્લેન્ડથી ટીમ ઈન્ડિયાનો હિસાબ બરાબર રહ્યો છે. ભારતને 3 મેચોમાં જીત અને 3માં હાર મળી છે. પડોસી દેશ પાકિસ્તાન સાથે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો અલગ જ સંબંધ છે. આજ સુધી ભારતે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે 6 મેચ રમી છે અને કોઈ પણ મેચ હારી નથી. સાઉથ આફ્રિકાને પણ આ વખતે વર્લ્ડ કપની મોટી ટીમોમાં ગણવામાં આવે છે. ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાં એક જ મેચ સાઉથ આફ્રિકા સામે જીતી શક્યું છે, બીજી તરફ 3 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. વર્લ્ડ કપમાં શ્રીલંકાની વિરુદ્ધ ટીમ ઈન્ડિયા 3 મેચ જીતી છે, બીજી તરફ 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.