the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

વોટરપ્રૂફ અથવા વોટર રેઝિસ્ટન્ટ ગેજેટ એટલે શું? IP સેટિંગ્લની કેટલીક જાણવા જેવી વાતો

ગેજેટ ડેસ્ક. જમાનો વોટર રેઝિસ્ટન્ટ અને વોટરપ્રૂફ ગેજેટ્સનો છે. વર્તમાન સમયમાં લોકોને ગેજેટ વગર ચાલતું જ નથી. હવે ગેજેટ્સમાં આઈપી રેટિંગ્સ વાંચવાનું ન જાણતા હો તો તે ક્યારેય સમજી નહીં શકાય  કે, તમારું ગેજેટ કેટલું પાણી સહન કરી શકે છે. જેથી તેને પણ જાણવું એટલું જ જરૂરી છે. અહીં એવી જ કેટલીક વાતો જે આઈપી રેટિંગ્સ અંગે જાણવી જોઈએ.

ગેજેટનાં આઈપી રેટિંગ્સ

1.સ્વિટ્ઝર્લેન્ડના જિનેવામાં આવેલા ઈન્ટરનેશનલ ઈલેક્ટ્રોટેક્નિકલ કમિશને પ્રોડક્ટ્સ માટે એક સ્કેલ તૈયાર કર્યો છે. આ સ્કેલ પર અહીં પ્રોડક્ટ્સ પ્રમાણિત કરાય છે. તેને આઈપી (ip) અને તેની આગળના આંકડા લખીને પ્રમાણિત કરાય છે. સામાન્ય રીતે આઈપી (ઈન્ગ્રેસ પ્રોટેક્શન)ની આગળના બે અંક લખાય છે, જેને IP36, તેમાં ‘3’ અંક પ્રોડક્ટની ડસ્ટ સહન કરવાની ક્ષમતા જણાવે છે.

2.સામાન્ય રીતે આ પહેલો અંક 1થી 7ની વચ્ચે હોય છે. IP36માં બીજો અંક 6 છે, જે જણાવે છે કે તે કેટલો વોટરપ્રૂફ છે એટલે કે કેટલું પાણી સહન કરીને પણ કામ કરવા લાયક બની રહે છે. બીજો અંક સામાન્ય રીતે 1થી 9 વચ્ચે હોય છે. કંપનીઓ આ રેટિંગ્સનો ત્યારે પ્રચાર કરે છે જ્યારે મોટો અંક તેમની પ્રોડક્ટને મળ્યો હોય જેમ કે 5 અથવા 6. કંપનીઓ માત્ર વોટરપ્રૂફ હોવાની વાત કરે તો IPX પછી અંક લખાય છે.

તેનાથી ઉપરના બધા રેટિંગ્સ વોટરપ્રૂફ હોય છે
3.

  • IPX1 – તેનો અર્થ છે ગેજેટ પર જો દસ મિનિટ સુધી સતત પાણીનાં સીધાં ટીપાં પડે તોપણ તે કામ કરતું રહેશે.
  • IPX2 – ગેજેટ પર 15 ડિગ્રીના એન્ગલથી જો દસ મિનિટ સુધી સતત પાણીનાં ટીપાં પડે તોપણ તે કામ કરશે.
  • IPX3 – 60 ડિગ્રી એન્ગલથી પાણીને પાંચ મિનિટ સુધી સ્પ્રે કરાય તો પણ ગેજેટ કામ કરશે.
  • IPX4 – 5 મિનિટ સુધી કોઈ પણ એંગલથી પાણી ફેંકાય ત્યારે પણ પ્રોડક્ટ ખરાબ નહીં થાય.
  • IPX5 – દરેક મિનિટે ત્રણ ગેલન પાણી કોઈ પણ એંગલથી ગેજેટ પર ફેંકાય તો પણ તે ખરાબ નહીં થાય.
  • IPX6 – ત્રણ મિનિટ સુધી 12.5 એમએમના નોઝલથી પાણીની ધાર પ્રોડક્ટ પર છોડવામાં આવે તો પણ તે કામ કરતું રહેશે.
  • IPX7 – અડધા ક્લાક સુધી તમારું ગેજેટ એક મીટર પાણીમાં ડૂબેલું રહે, તોપણ તે કામ કરવા લાયક રહેશે.
  • IPX8 – એક મીટરથી પણ વધુ ઊંડાઈ જેમ કે સ્વિમિંગ પૂલ, તળાવ, નદીમાં પ્રોડક્ટ પડી જાય તોપણ ખરાબ નહીં થાય.
આ પણ ધ્યાન રાખો…
4.

  • જો પાણીમાં કેમિકલ અથવા સોલ્ટ હોય તો શક્ય છે પ્રોડક્ટ ખરાબ થઈ જાય.
  • પલળેલી પ્રોડક્ટને સૂકાતા પહેલાં ક્યારેય ચાર્જ ન કરવી જોઈએ.
  • સોડા, શેમ્પૂ, કન્ડિશનર વોટરપ્રૂફ ઈયરબડ્સને ખરાબ કરી શકે છે.