the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

સર્વોચ્ચ સપાટીએ પહોચ્યા બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી ધીમી પડી

  • સેન્સેક્સ નિફ્ટી સર્વોચ્ચ સપાટીએ પહોચ્યા બાદ ધીમી વેચવાલી દેખાઈ

  • તેજીનો માહોલ યથાવત રહેશે તેવો જાણકારોનો મત

અમદાવાદ: સેન્સેક્સ અને નિફ્ટીએ ઐતિહાસિક સપાટી બનાવ્યા બાદ હાલ માર્કેટ થોડું નીચું આવ્યું છે. જોકે જાણકારોના મતે ભારતીય શેરબજારમાં આજનો દિવસ તેજી તરફી જ રહેશે. નફો બૂક કરવા થોડી વેચવાલી આવી હોવા BSE અને NSEમાં તેજી દેખાઈ રહી છે. હાલ સેન્સેક્સ 450.77 પોઈન્ટ વધીને 39,561 પર છે જયારે નિફ્ટી 138.55 પોઈન્ટ વધીને 11,876.45 પર ઈ રહી છે. અપેક્ષા મુજબના રુઝાનને શેરબજારે આવકારતા 40,000ને પર કરી ગયો હતો. તેવી જ રીતે નિફ્ટી પણ ચડતા ક્રમમાં જોવા મળી હતી. નિફ્ટી પહેલી 12,000 ને પાર કરી ગઈ હતી.

બેન્ક ઓફ બરોડા, અદાણી, ડીશ ટીવીના શેરોમાં ભારે તેજી
બોમ્બે સ્ટોક એક્ષચેન્જ પર આજે જે રીતે તેજી જોવા મળી રહી છે તેમાં બેન્ક ઓફ બરોડા અને અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 11%થી વધુની તેજી આવી છે. અદાણી એન્ટરપ્રાઈઝનો શેર રૂ. 19 વધીને રૂ. 177 ચાલી રહ્યો છે જયારે બેન્ક ઓફ બરોડા રૂ. 15 વધીને રૂ. 141.30 પર ચાલી રહ્યો છે. આ ઉપરાંત અદાની પોર્ટ રૂ. 36 વધીને રૂ. 423 પ્રતિ શેર પર ચાલી રહ્યો છે. ડીશ ટીવીનો શેર 8% વધીને રૂ. 31.25 પર ચાલી રહ્યો છે.

બંને સ્ટોક એક્ષચેન્જ પર મોટા ભાગના શેર્સમાં તેજી
BSE અને NSE પરના મોટા ભાગના શેર્સમાં આજે તેજી જોવા મળી હતી. બોમ્બે સ્ટોક એક્ષચેન્જ પર A ગ્રુપમાં 5-10% વધારો થયો હોઈ એવા 11 શેર્સ છે જયારે આજ ગ્રુપમાં માત્ર 2 કંપનીઓના શેર્સમાં ઘટાડો થયો છે. તેવી રીતે નેશનલ સ્ટોક એક્ષચેન્જ પર કુલ 37 કંપનીઓના શેર ટોપ ગેઈનરમાં છે અને જયારે લૂઝર લીસ્ટમાં 12 કંપનીઓ છે.

એક્ઝિટ પોલના પરિણામ બાદ માર્કેટના હાલ 
ગત રવિવારે એક્ઝિટ પોલના પરિણામ આવ્યા હતા. જેમાં મોદી સરકાર પરત આવવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારબાદ સોમવારે સેન્સેક્સ 1421ના વધારા સાથે 39,352ના સ્તરે બંધ થયો. વળી, નિફ્ટી 421 પોઇન્ટ મજબૂત બનીને 11,828ના સ્તરે રહ્યું. નિફ્ટીમાં આ એક દિવસમાં પોઇન્ટના હિસાબે બીજી સૌથી મોટી તેજી હતી. વળી, સેન્સેક્સ 10 વર્ષના હાઇ લેવલ પર બંધ થયુ હતું.