the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

સિંધિયા 53 હજાર, દિગ્વિજય 67 હજાર મતથી પાછળ; દેશમાં ફરી વાર મોદી સરકાર

  • ભારતના ઈતિહાસમાં પહેલીવાર સતત બીજી વખત બહુમતી સાથે બિન-કોંગ્રેસી સરકાર બનશે

  • અમેઠીથી સ્મૃતિ ઈરાની 7600 મતથી આગળ, ભોપાલમાં દિગ્વિજય અને ગુનામાં સિંધિયા પાછળ

  • ઉત્તરપ્રદેશમાં ભાજપથી સપા-બસપા ઘણાં પાછળ, દિલ્હીની સાતેય સીટ પર બીજેપી આગળ

  • એક્ઝિટ પોલ્સ જ એક્ઝેટ: 10માંથી 9 એક્ઝિટ પોલ્સમાં એનડીએને બહુમતી મળવાનો અંદાજ દર્શાવવામાં આવ્યો હતો

નવી દિલ્હી: 17મી લોકસભા ચૂંટણી માટે ગણતરી શરૂ થઈ ગઈ છે. રુઝાન પ્રમાણે દેશમાં એવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે બહુમતી સાથે સતત બીજી વાર કોઈ પાર્ટી સરકાર બનાવવાની સ્થિતિમાં આવી રહી છે. ભાજપને ગઈ વખતે 282 સીટ મળી હતી. રૂઝાનમાં આ વખતે બીજેપી 272 સીટથી આગળ જોવા મળી રહી છે. નરેન્દ્ર મોદી વારાણસીથી આગળ ચાલી રહ્યા છે. રાહુલ ગાંધી વાયનાડ અને રાયબરેલીથી સોનિયા આગળ ચાલી રહ્યા છે. બીજી બાજુ બિહારની મધેપુરા સીટ પર મહાગઠબંનના ઉમેદવાર શરદ પવાર 40 હજાર મતથી પાછળ છે. લખનઉમાં રાજનાથ, ભોપાલથી પ્રજ્ઞા ઠાકુર અને ગાંધીનગરથી અમિત શાહ આગળ ચાલી રહ્યા છે. પરંતુ નાગપુરમાં નિતિન ગડકરી અને સુલ્તાનપુરમાં મેનકા ગાંધી પાછળ ચાલી રહ્યા છે. મધ્યપ્રદેશના ગુનાથી જ્યોતિરાદિત્ય સિંધ્યા 53 હજાર અને ભોપાલ સીટથી દિગ્વિજય સિંહ 67 હજાર મતથી પાછળ ચાલી રહ્યા છે.

11 એપ્રિલથી 19 મે સુધી સાત તબક્કામાં વોટિંગની પ્રક્રિયા દરમિયાન 67.11% મતદાન થયું છે. જે લોકસભા ચૂંટણીના ઈતિહાસમાં સૌથી વધારે છે. આ વખતે 10માંથી 9 એક્ઝિટ પોલમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળતી દર્શાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જીતનો અંદાજ જાહેર કર્યો છે. જ્યારે બીજી બાજુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ટીડીપી પ્રમુખ ચંદ્રાબાબુ નાયડૂએ મોદી વિરોધી પક્ષો સાથે મુલાકાત શરૂ કરી દીધી છે.

સેન્સેક્સ પહેલીવાર 40 હજારને પાર

આ દરમિયાન ચૂંટણી પરિણામોની અસરથી સેન્સેક્સ 40,000 ઉપર પહોંચી ગયો છે. ગઈ વખતે 16 મે 2014ના પરિણામ આવ્યા ત્યારે સેન્સેક્સે પહેલી વાર 25,000ની સપાટી વટાવી હતી. આ વખતે લોકસભા ચૂંટણીના પરિણામોના દિવસે સેન્સેક્સે 40 હજારની સપાટી વટાવી છે.

મોદીએ ઈન્દિરા ગાંધીની બરોબરી કરી

જવાહરલાલ નહેરુએ સતત ત્રણ વખત અને ઈન્દિરા ગાંધીએ સતત બે વખત કોંગ્રેસને પૂર્ણ બહુમત અપાવીને સરકાર બનાવી હતી. નહેરુએ 1952, 1957 અને 1962માં ચૂંટણી જીતી હતી. જ્યારે ઈન્દિરા ગાંધીએ 1967 અને 1971ની ચૂંટણી પૂર્ણ બહુમતી સાથે જીતી હતી. મોદીએ હવે ઈન્દિરા ગાંધીની બરોબરી કરી લીધી છે. 2014માં તેમના નેતૃત્વમાં ભાજપે 282 સીટો જીતી હતી. આ વખતે તેઓ 280થી વધારે સીટો જીતી રહ્યા છે.

અપડેટ

  • મહારાષ્ટ્રના સોલાપુરથી પૂર્વ કેન્દ્રીય મંત્રી સુશીલ કુમાર શિંદે 49થી વધુ મતથી પાછળ, બારામતીથી NCPની સુપ્રિયા સુલે બારામતીમાં 79,716 વોટથી આગળ
  • કેન્દ્રીય મંત્રી મનોજ સિન્હા ઉત્તરપ્રદેશના ગાઝીપુરથી 21 હજાર મતથી અને સુલ્તાનપુરથી મેનકા ગાંધી 2918 મતથી પાછળ
  • વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 લાખ 44 હજાર 860 મતથી અને અમેઠીથી સ્મૃતિ ઈરાની 7600 મતથી આગળ.
  • પંજાબના ગુરદાસપુર સીટથી ભાજપના સની દેઓલ 48,774 મતથી અને બઠિંડાથી કેન્દ્રીય મંત્રી હરસિમરતકૌર બાદલ 8816 મતથી આગળ
  • કેરળના તિરુવનંતપુરમ સીટથી કોંગ્રેસના શશિ થરુર 13,000 વોટથી આગળ છે.
  • મધ્યપ્રદેશની છિંદવાડા સીટ પર મુખ્યમંત્રી કમલનાથના દીકરા નકુલનાથ 15778 મતથી આગળ છે. રાજ્યની બાકીની 28 સીટ પર ભાજપ આગળ.
  • જમ્મુ-કાશ્મીરના અનંતનાગ સીટ પર નેશનલ કોન્ફરન્સના ગુલામ અહમદ મીર આગળ છે, મબેબૂબા મુફ્ટી ત્રીજા નંબરે છે.
  • અમિત શાહ ગુજરાતની ગાંધીનગર સીટથી 1 લાખ 25 હજાર વોટથી આગળ
  • હરિયાણાની દરેક 10 સીટ પર ભાજપ આગળ, મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધનને 37 સીટ વધુ મળી
  • ઉત્તરપ્રદેશની મુઝફ્ફરનગર સીટથી આરએલડી પ્રમુખ અજીત સિંહ અને બાગપતથી તેમના દીકરા જયંત ચૌધરી આગળ
  • ભોપાલમાં ભાજપની પ્રજ્ઞા સિંહ ઠાકુર કોંગ્રેસના દિગ્વિજય સિંહથી 30 હજાર મતથી આગળ
  • ઈન્દોરમાં ભાજપના શંકર લાલવાણી કોંગ્રેસના પંકજ સંઘવીથી 90 હજારથી વધુ વોટથી આગળ
  • રાજસ્થાનની બાડમેર સીટથી કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ કોંગ્રેસના માનવેન્દ્ર સિંહથી આગળ
  • દિલ્હીની સાતેય સીટ પર બીજેપી આગળ
  • ગાંધીનગરથી બીજેપી અધ્યક્ષ અમિત શાહ 50 હજાર સીટથી આગળ છે.
  • શ્રીનગરથી ફારુક અબ્દુલા અને પંજાબની ઉધમપુર સીટથી કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર પ્રસાદ આગળ છે.
  • પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના ભત્રીજા અને તૃણમૂલ ઉમેદવાર અભિષેક બેનરજી આગળ
  • બિહારની પટના સાહિબથી કોંગ્રેસના શત્રુઘ્ન સિન્હા આગળ, ભાજપના રવિશંકર પ્રસાદ પાછળ છે.
  • પૂર્વી દિલ્હીથી ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર આગળ છે.
  • બિહારના બેગુસરાય સીટ પર ભાજપના ગિરિરાજ સિંહ આગળ, સીપીઆઈના કન્હૈયા કુમાર ત્રીજા નંબર પર
  • વારાણસીમાં નરેન્દ્ર મોદી 11252 વોટથી આગળ, કોંગ્રેસના અજય રાય બીજા નંબરે
  • ભોપાલમાં દિગ્વિજય સિંહ 10 હજાર વોટથી પાછળ
  • મધ્યપ્રદેશના છિંદવાડાથી મુખ્યમંત્રી કમલનાથના દીકરા મુકુલનાથ આગળ, ગુનાથી જ્યોતિરાદિત્ય સિંઘિયા પાછળ
  • હિમાચલ પ્રદેશના હમીરપુરથી ભાજપના અનુરાગ ઠાકુર આગળ
  • ઉત્તરપ્રદેશના રામપુરમાં સપાના આઝમખાન ભાજપના ઉમેદવાર જયાપ્રદા કરતા આગળ
  • ગુરદાસપુરથી સની દેઓલ આગળ
  • રાયબરેલીથી સોનિયા ગાંધી આગળ
  • અમેઠીમાં રાહુલ ગાંધી સ્મૃતિ ઈરાનીથી પાછળ.
  • ભોપાલમાં પ્રજ્ઞા ઠાકુર, વાયનાડથી રાહુલ ગાંધી અને ગાંધીનગરથી અમિત શાહ આગળ
  • લખનઉથી ગૃહમંત્રી રાજનાથ સિંહ અને જયપુર શહેરથી ભાજપના ઉમેદવાર રામચરણ વોરા આગળ ચાલી રહ્યાં છે.
  • બરેલીથી કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવાર અને સારણથી રાજીવ પ્રતાપ રૂડી આગળ. તિરુવનંતપુરમથી કોંગ્રેસના શશિ થરૂર પાછળ
  • શરૂઆત રુઝનમાં ભાજપ રાજસ્થાનમાં 16 અને કોંગ્રેસ એક સીટ પર આગળ

વોટ્સની ગણતરી કેવી રીતે કરાશે

  • ચૂંટણી પંચ દરેક લોકસભા સીટ અંર્તગત આવનારી દરેક વિધાનસભા વિસ્તારના 5 મતદાન કેન્દ્રના ઈવીએમ વીવીપેટ (વોટર વેરિફાઈટ પેપર ઓડિટ ટ્રેલ)ની સ્લીપ સાથે મેચ કરવામા આવશે. તેથી આ વખતે પરિણામ 4થી 6 કલાક મોડા આવવાની શક્યતા છે.
  • ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે સમગ્ર દેશના 10.3 લાખ મતદાન કેન્દ્રોમાંથી 20,600 બૂથ પર ઈવીએમ-વીવીપેટ મેચ કરવામાં આવશે.
  • હાલની પ્રક્રિયા એ છે કે, વીવીપેટની સ્લીપ ઈવીએમ સાથે સૌથી છેલ્લે મેચ કરવામાં આવશે.
  • પોસ્ટલ બેલેટની ગણતરી સૌથી પહેલાં કરવામાં આવશે. આ વખતે પોસ્ટ મતપત્રોની સંખ્યા સમગ્ર દેશમાંથી માત્ર 16.49 લાખ જ રહી છે.

આ વખતે 10 મોટા ચહેરા

સીટ ઉમેદવાર
વારાણસી નરેન્દ્ર મોદી
અમેઠી અને વાયનાડ રાહુલ ગાંધી
રાયબરેલી સોનિયા ગાંધી
ગાંધીનગર અમિત શાહ
ભોપાલ દિગ્વિજય સિંહ
લખનઉ રાજનાથ સિંહ
મૈનપુરી મુલાયમ સિંહ યાદવ
આઝમ ગઢ અખિલેશ યાદવ
નાગપુર નિતિન ગડકરી
ઉત્તર-પૂર્વી દિલ્હી શીલા દિક્ષિત

10 મહત્વના રાજ્યો

રાજ્ય લોકસભા સીટ 2014ના પરિણામ
ઉ.પ્ર 80 ભાજપ 73, સપા 5, કોંગ્રેસ 2
મહારાષ્ટ્ર 48 ભાજપ 23, શિવસેના 18, એનસીપી 4, કોંગ્રેસ 2
બંગાળ 42 તૃણમૂલ 34, કોંગ્રેસ 4, ભાજપ 2
બિહાર 40 ભાજપ 22, એલજેપી 6, આરજેડી 4, કોંગ્રેસ 2
તમિલનાડુ 39 અન્નાદ્રમુક 37, ભાજપ 1, અન્ય 1
ઓરિસ્સા 21 બીજેડી 20, ભાજપ 1
મધ્યપ્રદેશ 29 ભાજપ 27, કોંગ્રેસ 2
રાજસ્થાન 25 ભાજપ 25
ગુજરાત 26 ભાજપ 26
છત્તીસગઢ 11 ભાજપ 10, કોંગ્રેસ 1