the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

હિના ખાને ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં રેડ કાર્પેટ ડેબ્યુ કર્યું, તેની શોર્ટ ફિલ્મના ફર્સ્ટ લુકનું અનાવરણ કરશે

  • હિના ખાનની શોર્ટ ફિલ્મ ‘લાઇન્સ’ કારગિલ યુદ્ધ પર આધારિત છે

બોલિવૂડ ડેસ્ક: ટીવી એક્ટ્રેસ હિના ખાને ફ્રાન્સના કાન ખાતે ચાલી રહેલા વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત એવા ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં ડેબ્યુ કર્યું છે. હિના ખાને તેની શોર્ટ ફિલ્મ ‘લાઇન્સ’થી ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યુ કર્યું છે. હિના ખાન ત્યાં તેના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે ગઈ છે. હિના ખાને ડિઝાઈનર Ziad Nakadનો આઉટફિટ પહેર્યો છે. હિના ખાન આ 72મા ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં તેની શોર્ટ ફિલ્મ ‘લાઇન્સ’ના ફર્સ્ટ લુકનું અનાવરણ કરશે. ઉપરાંત તેને એક સેશનમાં ભાગ લેવા માટે પણ આમંત્રિત કરાઈ છે જેમાં તે પ્રસૂન જોશી અને એકતા કપૂરને જોઈન કરશે. હિના ખાનની શોર્ટ ફિલ્મ ‘લાઇન્સ’ કારગિલ યુદ્ધ પર આધારિત છે.

સમગ્ર દુનિયાનાં બેસ્ટ સિનેમાને સેલિબ્રેટ કરવા માટે દર વર્ષે યોજાતો ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’ 14 મેથી શરૂ થયો છે અને 25 મેએ પૂરો થશે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રિયંકા ચોપરા પણ આ વર્ષે તેનું રેડ કાર્પેટ ડેબ્યુ કરવાની છે. ઉપરાંત ડાયના પેન્ટી પણ કાન ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ ડેબ્યુ કરી રહી છે.