the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

હોરર કોમેડી ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’માં પહેલીવાર અક્ષય કુમાર ટ્રાન્સજેન્ડર ભૂતના રોલમાં, ફિલ્મ આવતા વર્ષે 5 જૂને રિલીઝ થશે

  • ‘લક્ષ્મી બોમ્બ’ ફિલ્મ તમિળ ફિલ્મ ‘કંચના 2’ની હિન્દી રિમેક

  • ઓરિજિનલ ફિલ્મના ડિરેક્ટર રાઘવ લૉરેન્સ જ હિન્દી રિમેકના ડિરેક્ટર 

  • કિઆરા અડવાણી અક્ષય કુમારની પત્નીના રોલમાં જોવા મળશે

બોલિવૂડ ડેસ્ક: હિટ તમિળ હોરર કોમેડી ફિલ્મ ‘કંચના 2’ની હિન્દી રિમેકનું નામ ‘લક્ષ્મી બોમ્બ’ રાખવામાં આવ્યું છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને કિઆરા અડવાણી લીડ રોલમાં છે. ઓરિજિનલ ફિલ્મના ડિરેક્ટર રાઘવ લૉરેન્સ જ હિન્દી રિમેક ડિરેક્ટ કરવાના છે. આ ફિલ્મમાં પહેલીવાર અક્ષય કુમાર ટ્રાન્સજેન્ડર ભૂતના રોલમાં જોવા મળશે. જ્યારે કિઆરા અડવાણી અક્ષય કુમારની પત્નીના રોલમાં જોવા મળશે. કિઆરા અને અક્ષયની આ ‘ગુડ ન્યૂઝ’ પછીની સાથે બીજી ફિલ્મ હશે. ‘લક્ષ્મી બોમ્બ’ ફિલ્મ આવતા વર્ષે 2020માં 5 જૂને રિલીઝ થશે.

ફિલ્મની સ્ક્રિપ્ટમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફિલ્મમાં અક્ષય નિર્ભય માણસનો રોલ કરશે જે ભૂતમાં માનતો નથી. મેકર્સે ફિલ્મનું નરેશન અક્ષયની પત્નીનો રોલ ભજવનારી કિઆરા માટે બદલ્યું છે. હિન્દી રિમેકમાં અક્ષય પર એક ભૂત કબ્જો કરે છે, એ સ્ટોરીનો ટર્નિંગ પોઇન્ટ છે. અક્ષયને ‘લક્ષ્મી’ નામના ટ્રાન્સજેન્ડરનું ભૂત વળગે છે.

View image on Twitter

Akshay Kumar

@akshaykumar

Bringing you one bomb of a story, starring @Advani_Kiara & yours truly!Bursting in cinemas on 5th June,2020💥
Fox Star Studios Presents
A Cape of Good Films Production in association with Shabinaa Entertainment & Tusshar Entertainment House
Directed by Raghava Lawrence

ઓરિજિનલ ફિલ્મ ‘કંચના 2’ એ ‘મુનિ’ ફિલ્મ સિરીઝનો બીજો ભાગ છે. ઓરિજિનલ ફિલ્મમાં મુખ્ય પાત્ર આસાનીથી ડરી જાય એવું હતું, જ્યારે રિમેકમાં અક્ષયનું પાત્ર નિર્ભય વ્યક્તિનું છે. ઓરિજિનલ ફિલ્મમાં ત્રણ ભૂત હતા જ્યારે રિમેકમાં માત્ર એક જ ભૂત હશે અને તે ટ્રાન્સજેન્ડર હશે.