the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

71% લોકોને લાગે છે- ભારત ચેમ્પિયન બનશે, 28% ને ડર- ફાઈનલમાં હારી શકીએ છીએ

  • વર્લ્ડ કપ પહેલાં ક્રિકઈન્ફોએ ભારતમાં 200 શહેરોમાં સર્વે કરાવ્યો

  • 88%એ કહ્યું- ભારત બહાર થશે તો પણ વર્લ્ડ કપ જોઈશું

સ્પોર્ટ્સ ડેસ્ક: 71% ભારતીયોને આશા છે કે 30 મેથી ઈંગ્લેન્ડમાં શરૂ થઈ રહેલા વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા જ ચેમ્પિયન બનશે. જ્યારે 28% ભારતીયોને ડર છે કે ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચીને હારી શકે છે. આ પરિણામ ક્રિકઈન્ફો દ્વારા કરવામાં આવેલા સર્વેમાં સામે આવ્યા છે. ભારત બાદ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાને ટાઈટલના દાવેદાર માનવામાં આવી રહ્યાં છે.

સર્વેમાં જોવા મળ્યું છે કે, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની લોકપ્રિયતામાં ઝડપી વધારો થયો છે, લોકોને લાગે છે કે આ વખતે હાર્દિક ભારતમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે. લોકોને તેમના વર્લ્ડ કપ અંગે ખુશ થવા અને દુ:ખી થવાના કારણ પૂછવામાં આવ્યા હતા. જેમાં 64% લોકોએ ડી વિલિયર્સના ના રમવા અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. જ્યારે 91% લોકો ધોનીના વર્લ્ડ કપ રમવા અંગે ખુશ છે. સરવેમાં મુંબઈ, દિલ્હી, ચંદીગઢ, ગુરુગ્રામ, બેંગલોર, કોલકાતા, ચેન્નાઈ, ઈન્દોર, પટણા અને જયપુર સહિત ભારતના 200 શહેરોમાં તમામ ઉંમરના 2420 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.

88%એ કહ્યું- ભારત બહાર થશે તો પણ વર્લ્ડ કપ જોઈશું
ભારતીય રમત પ્રેમીઓ માત્ર પોતાની જ ટીમ નહીં પરંતુ તમામ ટીમોને સપોર્ટ કરે છે. સર્વેમાં સામેલ 88% લોકોએ કહ્યું હતું કે, જો ભારત ફાઈનલ સ્ટેજ પહેલા બહાર થઈ જશે તો પણ તેઓ ટૂર્નામેન્ટ જોશે અને તેને ફોલો કરતા રહેશે. 22% લોકોએ લાગે છે કે તમામ ટીમમાં બાંગ્લાદેશની ફાઈનલમાં પહોંચવાની શક્યતા સૌથી ઓછી છે.