the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

અર્થતંત્રમાં સુધારો

મોદી સરકારમાં વિશ્વ બેંકને પણ વિશ્વાસ છે. વર્લ્ડ બેંકે ભારતનો આર્થિક વિકાસ દર આગામી વર્ષોમાં ૭.૫ ટકા અંદાજ્યો છે જે ચીનથી પણ વધુ છે. ૨૦૧૮-૧૯ માટે ૭.૨ ટકા અંદાજ્યો હતો. રિઝર્વ બેંકે ૨૦૧૯-૨૦ માટે આર્થિક વૃદ્ધિનો અંદાજ થોડો ઘટાડીને ૭ ટકા મૂક્્યો છે જે બે માસ અગાઉ ૭.૨ ટકા હતો. આર્થિક વૃદ્ધિને વેગ આપવા આરબીઆઈએ વ્યાજદરમાં ૨૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. પાંચ મહિનામાં બેંકે ત્રણ વાર વ્યાજ દર ઘટાડ્યા છે જે ધિરાણ વૃદ્ધિને વેગ આપશે એમ અર્થશાસ્ત્રીઓ માને છે. રેપો રેટ ઘટીને નવ વર્ષના તળિયે ગયો છે. આના લીધે હોમ-ઓટો સહિતની લોન સસ્તી થશે જે રિયલ એસ્ટેટમાં તેજી લાવી શકે.ઓટો ક્ષેત્રે બે મહિનાથી રિવર્સની Âસ્થતિ છે, તેમાં સુધારો થવા સંભવ છે. ટૂંકા, મધ્યમ કે લાંબા ગાળે નાણાકીય Âસ્થરતા લાવવા માટે કોઈપણ પગલાં લેતા અચકાશું નહીં એમ રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું છે.કેન્દ્રમાં Âસ્થર સરકાર આવી છે તે સમયે અર્થતંત્રમાં ધીમી ગતિ અને બેરોજગારીના મોટા આંકડા આર્થિક મોરચે ચિંતા જન્માવે છે જેનાથી સરકાર અને રિઝર્વ બેંક વાકેફ છે તેથી આ દિશામાં પગલાં લેવાના શરૂ કર્યાં છે. જાન્યુઆરી-માર્ચમાં આર્થિક વૃદ્ધિ દર ૬ ટકાની અંદર જઈ ૫.૮ ટકા થયો છે જે પાંચ વર્ષની નીચી સપાટીએ છે. જાકે એપ્રિલ બાદ ધીમી ગતિએ સુધારો જાવાયો છે. છ માસથી આર્થિક Âસ્થતિ સુધરી છે એમ રિઝર્વ બેંકના ગવર્નર શÂક્તકાંત દાસ જણાવે છે. ફુગાવો મોટાભાગે નિયંત્રણમાં છે. આરબીઆઈના નિર્ધારીત લક્ષ્યાંકની રેન્જમાં છે. બેરોજગારીનો દર વધીને ૪૫ વર્ષની ઊંચી સપાટીએ ગયો છે જે ચિંતાજનક છે. રોજગાર વૃદ્ધિ અને અર્થતંત્રને વેગ આપવા સરકારે બે વિશેષ સમિતિ બનાવી છે. જેમાં વડા પ્રધાન મોદી પણ સભ્ય છે તે ઉપરાંત વિભિન્ન છ કમિટી બનાવી છે જે આર્થિક મોરચે પ્રાધાન્યતા આપશે. નિતિ આયોગની ધાર મજબૂત કરવા તેનું પુનઃગઠન થઈ રÌšં છે. ફુગાવો અને વૃદ્ધિ વચ્ચે સમતોલન સાધવા પ્રયાસ થઈ રહ્યા છે. અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ-ટેરીફ વોર ચાલુ છે તેની પણ ભારત સહિત અનેક દેશના અર્થતંત્ર પર અસર જાવાઈ છે. જૂનના અંતમાં જાપાનમાં જ જી-૨૦ના નેતાઓ આ મુદ્દાને આગળ વધારશે. ભારત ઉપરાંત વિકસિત દેશો પણ આર્થિક વૃદ્ધિ લાવવા ગંભીર છે. કુદરતી પરિબળો ખાસ કરીને ચોમાસું નોર્મલ રહેશે તો કૃષિક્ષેત્રે રાહત થશે અને આર્થિક Âસ્થતિ બગડવાનો ડર દૂર થશે. વૈશ્વિક બજારમાં ક્રૂડનો ભાવ એકંદરે ઘટવાતરફી છે તેથી અત્રે બળતણના ભાવવધારાને બ્રેક લાગી છે. બેડ લોનની સમસ્યા નિવારવા સરકાર સક્રિય થઈ છે. એનપીએના ધારાધોરણમાં આરબીઆઈએ ફેરફાર કર્યા છે. અગાઉના નિયમ સુપ્રીમ કોર્ટે રદ કર્યા હતા તેથી નવા નોર્મ્સ જાહેર કરાયા છે. સંરક્ષણ પ્રધાન તરીકે સફળ રહેલા નિર્મલા સિતારામન્‌ હવે નાણાં પ્રધાન તરીકે આર્થિક સમસ્યા દૂર કરવા કેવી સર્જિકલ સ્ટ્રાઈક કરે છે તેના પર બધાની નજર છે. ૫ જુલાઈએ બજેટ છે જેમાં આર્થિક Âસ્થતિ સુધારણાના પગલાં લેવાય એવી સંભાવના છે. મોદી સરકાર બીજી મુદત માટે આવ્યા બાદ આર્થિક ચિત્રનું બેરોમીટર ગણાતા શેરબજારમાં ઉછાળો જાવાયો હતો. ૪૦ હજારનો ઈન્ડેક્સ પ્રથમવાર કુદાવ્યો હતો. સ્થાનિકમાં માગ વધવાની સાથે નિકાસ વૃદ્ધિના પ્રયાસ થઈ રહ્યા છે.