the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

નરેન્દ્ર મોદીની વિદેશનીતિમાં પાકિસ્તાનની બાદબાકી

આગામી દિવસો દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી શાંઘાઈ કાર્પોરેશન આૅર્ગેનાઇઝેશનના સંમેલનમાં ભાગ લેવા માટે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક જઈ રહ્યા છે. તેમનું આ પગલું સરકારની વૈશ્વિક નીતિઓ સાથે જાડાયેલી પ્રાથમિકતાઓને સ્પષ્ટ કરે છે.બિશ્કેકમાં વડા પ્રધાન ઉગ્રવાદ વિરુદ્ધ કડક પગલાં ઉઠાવવાનું આહ્વાન કરશે અને ચીન તેમજ રશિયાના રાષ્ટÙપતિઓ સાથે મુલાકાત કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.મધ્ય એશિયાના રાજકારણમાં બેઇજિંગ અને માસ્કોની મહ¥વની ભૂમિકા છે. ભારત હવે આ જ ક્ષેત્રમાં પોતાનો પ્રભાવ વધારવાના પ્રયાસમાં છે જ્યાં મોટી શÂક્તઓ એકબીજા સામે કડક પ્રતિસ્પર્ધામાં જાવા મળી રહી છે.એસસીઓના પૂર્ણકાલીન સભ્ય તરીકે ભારત આ ક્ષેત્ર સાથે તાલમેલનો મુદ્દો ઉઠાવવા માગશે કેમ કે આ ક્ષેત્ર અફઘાનિસ્તાનની બદલાતી Âસ્થતિઓની એક મહ¥વની કડી છે.એ કેવળ સંયોગ ન હતો કે મોદીએ કિર્ગિસ્તાનના રાષ્ટÙપતિ સૂરોનબે જીનબેકોવને પોતાના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવાનું નિમંત્રણ આપ્યું હતું.મોદીએ માલદીવ અને શ્રીલંકાની યાત્રા કરીને પોતાની સરકારની વૈશ્વિક નીતિના મુદ્દા પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. વિદેશ મંત્રી એસ જયશંકર પણ ગત અઠવાડિયે ભૂટાનની યાત્રા કરી ચૂક્્યા છે.જ્યારે ચીને દક્ષિણ એશિયાઈ અને હિંદ મહાસાગરમાં ગંભીર રૂપે દખલ સ્થાપિત કરી લીધી છે ત્યારે ચૂંટણી જીત્યા પછી પોતાની પહેલી વિદેશ યાત્રા માટે માલદીવ અને શ્રીલંકાની પસંદગી મોદીની ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિ તરફ ધ્યાન ખેંચે છેમોદીની માલે યાત્રા દરમિયાન માલદીવના વડા પ્રધાન ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહે તેને ઐતિહાસિક યાત્રા ગણાવી ભારત તરફ ઉન્મુખ નીતિને સ્થાપિત કરી છે જે માલદીવની પૂર્વ સરકાર દરમિયાન સંકટમાં આવી હતી.માલદીવ અને ભારત જાઇન્ટ સ્ટેટમેન્ટમાં બહુપક્ષીય અને સંયુક્ત લાભની ભાગીદારીને વિકસિત કરવા પ્રત્યે સમર્પણ સ્પષ્ટ થયું છે.આ તરફ મોદીએ પણ પોતાની માલદીવ યાત્રા દરમિયાન ક્લાઇમેટ ચેન્જ અને ઉગ્રવાદના મુદ્દે માલદીવની મદદ કરવાની ઘોષણા કરી.શ્રીલંકામાં પણ તેમણે થોડા સમય પહેલા થયેલા ઉગ્રવાદી હુમલાને સંયુક્ત ખતરો ગણાવ્યો અને ઉગ્રવાદ વિરુદ્ધ લડાઈમાં ભારતના નેતૃત્વની ઇચ્છા સ્પષ્ટ કરી હતી.મોદીની વિદેશ નીતિ એ સમયે પોતાનું સ્વરૂપ ધારણ કરી રહી છે જ્યારે અમેરિકા અને ચીન વચ્ચે વધતો તણાવ વૈશ્વિક સત્તાની ડગમગાવી રહ્યો છે.આ દરમિયાન અમેરિકા અને ભારતના સંબંધ પણ ખરાબ સમયમાંથી પસાર થઈ શકે છે કેમ કે બન્ને દેશો વચ્ચે વેપાર સાથે જાડાયેલા મુદ્દા મામલે અસહમતીઓ વધી રહી છે.ટ્રમ્પ સરકારે ભારતીય નિકાસને અસરકર્તા ૫.૬ અબજ ડાલરની છૂટને ખતમ કરી દીધી છે. આ સમગ્ર મુદ્દાની શરૂઆત સમાન છે.જાકે, નવી દિલ્હીએ કÌšં છે, ભારત સરકાર અમેરિકા સાથે આર્થિક અને પીપલ ટુ પીપલ સ્તર પર સંબંધોને પ્રગાઢ કરવાનું ચાલુ રાખશે.પરંતુ એ સ્પષ્ટ છે કે આગામી દિવસો પડકારજનક હશે.એસ. જયશંકરનું વિદેશ મંત્રી બનવું પણ એ સંકેત આપે છે કે મોદી ભારતની ક્ષેત્રીય ઓળખમાં પરિવર્તન લાવવા માગે છે.ગત મહિને તેમણે પોતાના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે બિમ્સટેક (બે આૅફ બેંગાલ ઇનિશિએટિવ ફાર મલ્ટી સેક્ટોરલ એન્ડ ઇકાનામિક કાઓપરેશન)ના સભ્ય દેશોને બોલાવ્યા હતા.આ સંગઠનમાં બાંગ્લાદેશ, ભારત, મ્યાનમાર, શ્રીલંકા, થાઇલૅન્ડ, નેપાળ અને ભૂટાન સામેલ છે.છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત સરકાર પોતાની વિદેશ નીતિમાં આ સંગઠનને પ્રાધાન્ય આપી રહી છે.૨૦ વર્ષ જૂના આ સંગઠનના દેશોમાં વૈશ્વિક જનસંખ્યાનો લગભગ ૨૧% ભાગ રહે છે. આ બધા દેશોનો કુલ જીડીપી ૨.૫ ટ્રિલિયન ડાલર કરતાં પણ વધારે છે.પરંતુ મોદી સરકારે આ સંગઠન તરફ ધ્યાન આપ્યું તે પહેલા થોડાં જ દેશોએ આ સંગઠનનું નામ સાંભળ્યું હતું.વર્ષ ૨૦૧૪માં નરેન્દ્ર મોદીએ પોતાના શપથ ગ્રહણ સમારોહમાં આ સંગઠનના દેશોને આમંત્રિત કર્યા હતા.તેવામાં મોદી સરકાર દ્વારા સાર્ક સંગઠનથી હટીને બિમ્સટેક તરફ ધ્યાન આપવું એ દર્શાવે છે કે નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન સાથે તાલમેલ કરીને કંઈક પ્રાપ્ત કરવાની આશા છોડી દીધી છે.ચૂંટણી જીત્યા બાદ જ્યારે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને નરેન્દ્ર મોદીને ફોન કરીને શુભકામનાઓ પાઠવી હતી ત્યારે મોદીએ કÌšં હતું કે જા પાકિસ્તાન ઉગ્રવાદ પર પોતાની નીતિમાં મહ¥વપૂર્ણ પરિવર્તન કરશે ત્યારે જ તેમની સરકાર કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપી શકશે.ભારતનું બિમ્સટેક પરથી પસાર થઈને પોતાની વિદેશ નીતિને સ્વરૂપ આપવું એ દર્શાવે છે કે વર્તમાન સરકાર પોતાની પૂર્વી સીમા તરફ ધ્યાન આપવા માગે છે.બંગાળની ખાડી ભારતને દક્ષિણ એશિયાઈ દેશ જેમ કે બાંગ્લાદેશ, ભૂટાન, નેપાળ અને શ્રીલંકાની સાથે જ જાડે છે એવું નથી. પરંતુ તે મ્યાનમાર અને થાઇલૅન્ડની સાથે પણ ભારતને જાડાવાની તક આપે છે.આ રીતે મોદીએ ભારતની વ્યૂહાત્મક પરિધિને નવું રૂપ આપવાનો અને ભારતના પાડોશને વધારે અનુકૂળ શર્તો પર પરિભાષિત કરવાનો પ્રયાસ કર્યો છે.વર્ષ ૨૦૧૪માં નેપાળની રાજધાની કાઠમંડૂમાં મોદીએ સાર્ક સંમેલન
આભાર – નિહારીકા રવિયા દરમિયાન કÌšં હતું કે ક્ષેત્રીય સહયોગના અવસરોને ‘સાર્કની અંતર્ગત કે તેની બહાર’ સ્પષ્ટપણે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.મોદી સરકારે પોતાના કાર્યકાળના પ્રાથમિક તબક્કા દરમિયાન પાકિસ્તાન સાથે સંબંધ સારા કરવા પ્રયાસ કર્યો હતો જ્યારે તેનાથી કંઈ પ્રાપ્ત ન થયું તો સરકારે બિમ્સટેકને મહ¥વ આપવાનું શરૂ કરી દીધું.કેટલીક હદે સરકારને તેમાં સફળતા પણ મળી. કેમ કે વર્ષ ૨૦૧૬માં ઇસ્લામાબાદમાં સાર્ક દેશોના સંમેલનનું આયોજન થયું હતું.ભારતના કાશ્મીરમાં ઉગ્રવાદી હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર ગણાવતા આ સંમેલનનો બહિષ્કાર કરવા આહ્વાન કરવામાં આવ્યું. ત્યારબાદ કેટલાક દેશોએ ભારતના પગલાંનું સમર્થન પણ કર્યું.તેવામાં જા ભારત સરકાર બિમ્સટેક પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરી રચનાત્મકરૂપે તેના સભ્ય દેશો સાથે સંબંધ વધારે મજબૂત બનાવે છે તો તે ભારતને પૂર્વ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં પોતાનું સ્થાન મજબૂત કરવામાં મદદ કરી શકે છે.ભૂરાજકીય અશાંતિના આ સમયમાં પણ ભારત ચીન સાથે સંબંધ સુધારવાના પ્રયાસ કરતું જાવા મળી રÌšં છે.મોદીએ પોતાના પહેલા કાર્યકાળમાં લાંબા સમય સુધી એ તર્ક આપ્યો કે વૈશ્વિક તંત્રમાં ભારતે સક્રિય રૂપે દુનિયાના નિયમ બનાવતી શÂક્તની જગ્યાએ એક સંતુલન બનાવતી શÂક્તના રૂપમાં કામ કર્યું છે.પરંતુ આ ચૂંટણીમાં તેમને જે બહુમતી મળી છે ત્યારબાદ તેઓ ભારતની વિદેશ નીતિમાં પરિવર્તન લાવી શકે છે. મોદી અને તેમની ટીમ એ સંકેત આપી રહી છે કે તેઓ તેના માટે ઘણી મહેનત કરી રહ્યા છે.વીસમી સદીથી જ દુનિયાનો નકશો એ રીતે ઘડાઈ ગયો હતો કે કોઈ એક દેશ અલાયદો બનીને ખૂણામાં એકલોઅટૂલો ન રહી શકે. કોઈ પણ દેશે બીજા દેશો માટે પોતાના આર્થિક, સામાજિક, પ્રવાસન કે સંરક્ષણના દરવાજા ખુલ્લા રાખવા જ પડે. જા બીજા દેશો સાથે સારા સંબંધો ન હોય તો કીમ જાંગ ઉનના નોર્થ કોરિયા જેવી હાલત થાય. ભારત તો વિદેશી ગુલામ હતું અને આઝાદી મળ્યા પછી તરતના જે વડા પ્રધાન આવ્યા ત્યારથી શરૂ કરીને વર્તમાન વડા પ્રધાન સુધીના તમામ પ્રધાનમંત્રીઓએ વૈશ્ર્વિક પ્લેટફોર્મ ઉપર હિન્દુસ્તાનની છાપ મળતાવડા દેશ તરીકેની રાખવા માટે પ્રયાસો કર્યા છે. મહ્‌દઅંશે સફળતા પણ મળી છે. પરંતુ નરેન્દ્ર મોદીએ પાંચ વર્ષમાં સત્તાવન જેટલા દેશમાં ફરીને બાણું જેટલી વિદેશયાત્રા કરી તેનાથી જે-તે દેશો સાથે ભારતના સંબંધમાં અને ભારતીયોના પ્રધાનમંત્રીને જાવાના દ્રÂષ્ટકોણમાં શું ફરક આવ્યો? વિદેશનીતિ દરેક સરકારની થોડી થોડી અલગ હોય. મોદી સરકારની વિદેશનીતિ ભારતના હિતમાં જ હતી એવું કહી શકાય. પાકિસ્તાન ઉપર પ્રેશર લાવવા માટે ચાઈના સિવાય લગભગ બીજા કોઈ દેશના વડાએ વાયડાઈ નથી કરી. પણ આ સરકારની વિદેશનીતિનું માર્કેટિંગ જારદાર થયું છે અગર તો કરવામાં આવ્યું છે જેની સીધી કે આડકતરી અસર આ ચૂંટણીના રિઝલ્ટમાં પણ જાઈ શકાય છે. સરેરાશ ભારતીય એવું માને છે કે ભારતના બધા દેશો સાથે સંબંધ સારા છે અને ઇÂન્ડયા એક નવા ગ્લોબલ લીડર તરીકે ઊભરી રહેલો દેશ બની રહ્યો છે.