the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

પિતાએ પડકાર ફેંકતા 10 વર્ષના આયુષે 10 દિવસમાં ગેમિંગ એપ બનાવી દીધી, એપલનો સૌથી નાનો ડેવલપર બન્યો

  • એપલની વર્લ્ડ વાઈડ ડેવલપર્સ કોન્ફરન્સમાં સામેલ થવા માટે ભારતવંશીય બાળકે એપ બનાવી હતી

  • ચાર વર્ષની ઉંમરે કોડિંગ શરૂ કર્યું, 30 મિનિટ લેપટોપ મળતું હતું

વોશિંગ્ટન: નામ આયુષ કુમાર. ઉંમર માત્ર 10 વર્ષ. કારનામું એપલ માટે 10 દિવસમાં ગેમિંગ એપ બનાવી કંપનીનો સૌથી નાનો ડેવલપર બન્યો. ચોંકશો નહીં આ સત્ય છે. અમેરિકામાં રહેતાં ભારતવંશીય આયુષને સપ્તાહમાં માત્ર 30 મિનિટ માટે ડિજિટલ ડિવાઈઝ વાપરવાની તક મળતી હતી. પરંતુ એટલા ઓછા સમયમાં પણ તે પોતાની પસંદગીની હોબી-કોડિંગ કરતો હતો. પિતાએ આપેલા એક પડકાર પર તેને એપલ માટે એપ ડેવલોપ કરી નાંખ્યું.

જેને 3 જૂને એપલની વર્લ્ડવાઈડ ડેવલપર્સ કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવી. હવે આ એપને એપલ સ્ટોરમાં અપલોડ કરવામાં આવશે. તેનું રિવ્યુ ચાલી રહ્યું છે. વાસ્તવમાં એપલે આયુષ અને તેના પિતા અમિત કુમારનો ઇન્ટરવ્યૂ કર્યો. તે દરમિયાન પિતાએ જણાવ્યું કે આયુષને મોબાઈલ-કોમ્પ્યુટર માટે 30 મિનિટનો સમય મળતો હતો. તેમાં તે કોડિંગની સાથે ગેમિંગ પણ કરી લેતો હતો.

તેની પ્રતિભા જોઈ આયુષને એપલ કોન્ફરન્સમાં જવાનો મે પડકાર ફેંકી દીધો. મેં આયુષને કહ્યું- તે કોમ્પિટિશન ક્વોલિફાઈ નહીં કરી શકે. પરંતુ તેને પડકાર ઝીલી લીધો અને 10 દિવસમાં ફિઝિક્સ પર આધારિત એપ બનાવી નાંખી અને કોન્ફરન્સ એટર્ન કરીને ચેલેન્જ પૂરી કરી. આયુષે કહ્યું- ‘મારા માતા-પિતા ટેકનોલોજી ફિલ્ડના છે. તેમને કોડિંગ કરતા જોઈ બાળપણથી મને પણ કોડિંગ પસંદ હતું.

તેથી મેં મારા માટે એપ બનાવવી મુશ્કેલ ન હતું.’ એપલનો સ્કોલરશિપ પ્રોગ્રામ નાના બાળકોને ડેવલપર્સ કોન્ફરન્સમાં ભાગ લેવાની તક આપે છે. તેની એક ટિકિટની કિંમત 1000 ડૉલર (આશરે 70 હજાર રૂપિયા) સુધી છે. સાથે એપલ કોન્ફરન્સમાં એન્ટ્રી માટે વય ઓછામાં ઓછી 13 વર્ષની જરૂરી હોય છે. પરંતુ આયુષની ક્ષમતા જોઈ એપલે તેને વિશેષ છૂટ આપી હતી.

પોતાનો ફોન નહીં હોવાથી બીજી એપ વાપરી શકતો નથી
આયુષે કહ્યું અમે એપલની કોન્ફરન્સમાં નવી વસ્તુઓ શીખો છો. એવી વસ્તુઓ જે અંગે મોટાભાગના લોકો વિચારતા નથી. હું પોતે પણ મોબાઈલ ન હોવાને કારણે બીજી એપ વાપરી શકતો નથી પરંતુ મેં ત્યાં ઘણું બધું શીખ્યું. મારો રસ કાર અને તેની ખાસ ટેકનોલોજીમાં પણ છે. મોટો થઈ હું ટેસ્લા જેવી કાર ટેકનિક પર કામ કરવા માગું છું.