the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ભારતની ભીંસ ઇમરાનની લાચારી

તાજેતરમાં દિલ્હીમાં એન.ડી.એ.ની સરકાર બીજી વાર સત્તારૂઢ થયા બાદ ઈમરાન ખાને બે વખત મંત્રણા માટે અરજ કરી. જાકે, મોદીએ સ્પષ્ટપણે ઓફર નકારીને પાડોશી દેશના મોઢા પર તમાચો માર્યો કે આતંકવાદને પ્રોત્સાહન અને શાંતિ મંત્રણા એક સાથે ન થાય હો. ભારતની લાગણીને વાચા આપતું હોય તેમ અમેરિકાએ સાફ શબ્દોમાં ચેતવણી ઉચ્ચારી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિનો આધાર પાકિસ્તાન પર છે. પોતાના વિસ્તારમાં આતંકવાદી જૂથોના અÂસ્તત્વ મિટાવી દેવાની, ત્રાસવાદીઓના ખુલ્લેઆમ હરવાફરવા પર પ્રતિબંધ મૂકવાની, ભાંગફોડિયાઓને શસ્ત્ર આપવાની અને ભારતમાં જઈને હિંસા આચરતા રોકવાનું પાકિસ્તાન કરે તો શાંતિ શક્્ય અને સ્થાયી બને, એવી ટ્રમ્પ વહીવટતંત્રની શિખામણના સૂચિતાર્થો વ્યાપક અને સ્પષ્ટ છે. ફરી વડા પ્રધાન બન્યા બાદ હાથ ધરેલી પહેલી વિદેશયાત્રામાં મોદીએ માલદીવ જઈને હાકલ કરી કે રાજ્યપ્રેરિત એટલે કે સરકારી સમર્થન સાથેનો આતંકવાદ માનવતા સામેનું સૌથી મોટું જાખમ છે. તેમણે ભલે નામ ન લીધું, પણ સીધો ઈશારો પાકિસ્તાન તરફ હોવા અંગે બેમત નથી. આ માટે વૈશ્ર્વિક નેતાગીરીને એક થવાની હાકલ કરીને મોદીએ પાકિસ્તાનને જગતથી અળગું અને અળખામણું કરી મૂકવાનું અધૂરું અભિયાન આગળ ધપાવ્યું છે.આતંકવાદને મામલે હવે પાણી માથા પરથી ઉપર વહી રÌšં હોવાનું કહીને વડા પ્રધાને પાકિસ્તાનને અને દુનિયાને ભારત તરફથી કોઈ પણ વળતા પગલાં માટે તૈયાર રહેવાના અણસાર આપી દીધા છે.માલદીવમાં ચીનને ઘણો વ્યૂહાત્મક રસ છે એટલે મોદીની પહેલી વિદેશયાત્રા માટ એની પસંદગી પણ સ્પષ્ટ સંકેત દશાવે છે. ચીનને પોતાના પ્રસ્તાવિત સિલ્ક રૂટ માટે માલદીવનો ઘણો ખપ છે, પણ ત્યાં ભારત-તરફી સરકાર આવતાવેંત મોદીએ તક ઝડપવામાં વિલંબ કર્યો નથી.માલદીવમાં જઈને વડા પ્રધાને આ વ્યૂહાત્મક પાડોશી મિત્રને વધુ નજીક ખેંચ્યું છે, પાકિસ્તાનને ચેતવણી આપી છે અને ચીનની સામે એક ડગલું ભરીને દિલ્હીની મક્કમતાનો અણસાર આપ્યો છે. માલદીવથી શ્રીલંકા જઈને નજીકના પાડોશીઓ સાથે સંબંધ સુધારવાની કવાયત હાથ ધરવાની દિલ્હીની વ્યૂહાત્મક પહેલ પ્રશંસનીય છે.જાકે પાડોશી રાષ્ટÙો સાથે સંબંધ સુધારવામાં સૌથી મોટી આફત પાકિસ્તાન છે. જે મુÂસ્લમ રૂઢિવાદીઓની મદદથી ઈમરાને સત્તા મેળવી એ જ એના માર્ગમાં કાંટા બિછાવી રહ્યાં છે. કટ્ટર મુસલમાનો, લશ્કર અને આઈ.એસ.આઈ. ઈમરાનને સાચી દિશામાં આગળ વધવા નહીં જ દે. પાકિસ્તાની વડા પ્રધાન માટે ઈતિહાસ રચવાની તક છે, પણ એ ખૂબ જાખમી છે. એમાં વડા પ્રધાન તરીકેની ખુરશીથી લઈને જીવ પણ જાખમમાં મુકાઈ શકે છે. માજી ક્રિકેટ કેપ્ટને જીવનની સૌથી મુશ્કેલ ઈનિંગ્સ રમવાની આવી છે, પણ સામે છેડે સાથ આપવા કોઈ નથી.વરસોથી પાકિસ્તાનની પ્રજાને ભારત-વિરોધી ઝેર પીવડાવાયું છે એટલે એકાએક અમન-શાંતિના રાગ આલાપવા એટલે રાજકીય હારાકીરી કરવા બરાબર છે, પરંતુ ઈમરાન માટે આ અÂગ્ન-પરીક્ષા અનિવાર્ય છે.જાકે પાકિસ્તાન પાસેથી વધુ પડતી આશા રાખી ન શકાય, કારણ કે એની ગળથૂથીમાં હિંસા અને ભારત-દ્વેષ છે. આ બંનેથી પાકિસ્તાનને એકાએક મુક્ત કરવાનું ભગીરથ કાર્ય ઈમરાન કરી શકે એવા કોઈ પગલાં કે સંકેત હજી સુધી તો તેણે આપ્યા નથી.