the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

મારપીટના વિરોધમાં હડતાળ: 140 ડોક્ટર્સે રાજીનામા આપ્યાં, સમગ્ર દેશમાં પ્રદર્શન

  • પશ્ચિમ બંગાળમાં હુમલા પછી ઘણી હોસ્પિટલ્સમાં ડોક્ટર્સ 5 દિવસથી હડતાળ પર છે

  • દિલ્હી, મહારાષ્ટ્ર, પંજાબ, મધ્યપ્રદેશ અને બિહારના ડોક્ટર્સ પણ વિરોધ-પ્રદર્શનમાં સામેલ થયા

  • કેન્દ્રીય સ્વાસ્થય મંત્રીએ કહ્યું- ડોક્ટર્સની સુરક્ષા માટે પ્રતિબદ્ધ, મમતા સાથે વાત કરીશ  

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ડોક્ટર સામે હિંસાની ઘટનાઓ પછી શરૂ થયેલી હડતાળ 5માં દિવસે પણ ચાલુ છે. રાજ્યના 140 ડોક્ટર્સે રાજીનામા આપી દીધા છે. શુક્રવારે આ હડતાળને સમગ્ર દેશમાંથી સમર્થન મળી રહ્યું છે. દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશ અને બિહારના ડોક્ટર્સે વિરોધ પ્રદર્શન કર્યા છે. ઘણી હોસ્પિટલના ડોક્ટર્સે કામ કરવાની ના પાડી દીધી છે. હકીકતમાં બંગાળમાં થોડા દિવસ પહેલાં જૂનિયર્સ ડોક્ટર્સ સાથે મારઝૂડ થઈ હતી. ત્યારપછીથી ડોક્ટર્સ વિરોધ કરતા હતા.

હર્ષવર્ધને કહ્યું- મમતા આને પ્રતિષ્ઠાનો મુદ્દો ન બનાવે
દિલ્હી એમ્સના રેસિડન્સ ડોક્ટર એસોસિયેશને બંગાળમાં ડોક્ટર્સ સામે હિંસા વિશે કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી ડો. હર્ષવર્ધન સાથે મુલાકાત કરી હતી. હર્ષવર્ધને કહ્યું કે, હું મમતા બેનરજીને અપીલ કરુ છું કે, આને પ્રતિષ્ઠાનો મુદ્દો ન બનાવે. તેમણે ડોક્ટર્સને અલ્ટિમેટમ આપ્યું તેના કારણે તેઓ નારાજ થઈને હડતાળ પર જતા રહ્યા. હું મમતા બેનરજી સાથે આ મુદ્દે વાત કરવાનો પ્રયત્ન કરીશ. હું સમગ્ર દેશના ડોક્ટર્સને કહેવા માંગીશ કે સરકાર તેમની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. ડોક્ટર્સને અપીલ કરુ છું કે તેઓ પ્રતિકાત્મક વિરોધ કરે અને તેમનું કામ ચાલું રાખે.

મમતા સરકાર વાતચીતથી ઉકેલ લાવે: કોલકાતા હાઈકોર્ટ

શુક્રવારે આ મામલે કોલકાતા હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. હાઈકોર્ટ તરફથી રાજ્યની મમતા સરકારને કહેવામાં આવ્યું છે કે, ડોક્ટર્સ સાથે વાતચીત કરવાનું કહેવામાં આવ્યું છે અને વાતચીતથી જ સમગ્ર સમાધાન લાવવાનું કહેવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ગુરુવારે જ ડોક્ટર્સે શુક્રવારથી હડતાળ પર જવાની જાહેરાત કરી દીધી હતી.

દિલ્હી મેડિકલ એસોસિયેશન (DMA) દ્વારા પણ હડતાળની જાહેરાત કરવામા આવી છે. જેની અસર AIIMS જેવી મોટી હોસ્પિટલો ઉપર પણ થઈ છે. તે સિવાય મુંબઈમાં પણ ડોક્ટર્સે કામ કરવાનો ઈનકાર કરી દીધો છે. મુંબઈના ડોક્ટર્સનું કહેવું છે કે, તેઓ સાઈલેન્ટ પ્રોટેસ્ટ કરશે. આ ઉપરાંત પંજાબ, કેરળ, રાજસ્થાન, બિહાર અને મધ્ય પ્રદેશમાં પણ ડોક્ટર્સે કામ કરવાનો ઈનકાર કરી દીધો છે.

બંગાળની ઘટના પછી ગુરુવારે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (એમ્સ)ના ડોક્ટર્સે પટ્ટી બાંધીને પ્રદર્શન કર્યું અને 14 જૂને હડતાળ પર જવાની વાત કરી હતી. તે ઉપરાંત દિલ્હીમાં પણ ઘણાં ડોક્ટરર્સ એસોસિયેશન દ્વારા હડતાળ જાહેર કરવામાં આવી છે.

આ વિવાદ હવે એટલો વધી ગયો છે કે, કોર્ટ સુધી પહોંચી ગયો છે. હડતાળ વિશે કોલકત્તા હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. જે વિશે આજે સુનાવણી પણ કરવામાં આવશે.

હડતાળને સાંપ્રદાયિક રંગ આપવા માગે છે ભાજપ- મમતા
મુખ્યમંત્રીએ દાવો કર્યો છે કે, ડોક્ટર્સનું આ આંદોલન તેમના રાજકીય વિરોધીઓનું કાવતરું છે. તેમણે કહ્યું છે કે, હું તેની નિંદા કરુ છું. આ સીપીઆઈ અને ભાજપનું કાવતરું છે. તેમણે કહ્યું કે, મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મુશ્કેલીઓ વઘારવા માટે બહારના લોકો આવી રહ્યા છે. ભાજપ આ હડતાળને સાંપ્રદાયિક રંગ આપવા માંગે છે.

મમતાએ કહ્યું કે, ભાજપ સીપીઆઈની મદદથી હિન્દુ-મુસ્લિમનું રાજકારણ કરી રહી છે. હું બંને પાર્ટીઓનો એકબીજા પ્રત્યેનો પ્રેમ જોઈને આશ્ચર્યચકિત છું. ભાજપ અધ્યક્ષ અમિત શાહ તેમની પાર્ટીના કાર્યકર્તાઓને તણાવ ઉભો કરવા અને ફેસબુક પર પ્રોપેગેંડા ચલાવવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે. બીજી બાજુ ભાજપ નેતા મુકુલ રોયે આરોપ લગાવ્યો છે કે, એક ખાસ સમુદાયના લોકોએ ડોક્ટર્સ પર હુમલો કર્યો હતો. હુમલાખોરો તૃણમૂલ સાથે જોડાયેલા છે.

View image on TwitterView image on TwitterView image on TwitterView image on Twitter

Mamata Banerjee

@MamataOfficial

Health service is always dedicated to the patients.

I, therefore, appeal to all to restore normal healthcare services to the patients without any further delay.

My Facebook post: http://bit.ly/2XG7nz7