the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

યોગી પર કથિત વિવાદીત ટિપ્પણી કરનાર પત્રકારને તાત્કાલિક છોડવાના આદેશ

  • સ્વતંત્ર પત્રકાર પ્રશાંતે 6 જૂને ટ્વિટર પર એક મહિલાનો વીડિયો પોસ્ટ કરી યોગી પર કથિત રીતે વિવાદીત ટિપ્પણી કરી હતી

  • સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન ઉત્તરપ્રદેશને પૂછ્યું કે પત્રકારને કયા આધારે પકડવામાં આવ્યો

  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રશાંતને તાત્કાલીક છોડવાની વાત કરી હતી

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરૂદ્ધ કથિત વિવાદીત ટિપ્પણી અંગે પત્રકાર પ્રશાંત કનૌજિયાની ધરપકડને લઈને સુપ્રીમ કોર્ટે મંગળવારે સુનાવણી કરી હતી. કોર્ટે કહ્યું કે સરકારે આ મામલે ઉદારતા દર્શાવી પત્રકારને તાત્કાલિક છોડવો જોઈએ. ઉચ્ચ અદાલતે એમ પણ કહ્યું કે આ પ્રકારની ટિપ્પણી ન કરવી જોઈએ, પરંતુ શું આ મામલે ધરપકડ ન્યાયપૂર્ણ છે? રાજ્ય સરકારે આ મામલે યોગ્ય એકશન લેવું જોઈએ.

જસ્ટિસ ઈન્દિરા બેનર્જી અને જસ્ટિસ અજય રસ્તોગીની બેંચે કહ્યું કે આવી કમેન્ટ પબ્લિકમાં ન થવી જોઈએ. કાયદા અંતર્ગત કાર્યવાહી ચાલુ રહે, પરંતુ પત્રકારને તાત્કાલિક છોડવો જરૂરી છે. બેંચે કહ્યું કે નાગરિકોની સ્વાધીનતા અટલ છે, તે મુદ્દે કોઈ સમજૂતી ન કરી શકાય. આ હક્ક આપણને બંધારણમાંથી મળ્યો છે અને તેની સાથે કોઈ છેડછાડ ન કરી શકાય.

રાહુલે કહ્યું- ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી મૂર્ખતાપૂર્ણ વ્યવહાર કરી રહ્યાં છે

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે ઉત્તર પ્રદેશના સરકાર દ્વારા પત્રકાર પ્રશાંત કનૌજિયાની ધરપકડની નિંદા કરી હતી. રાહુલે કહ્યું કે, યોગી આદિત્યનાથ મુર્ખતાપૂર્ણ વ્યવહાર કરે છે. જો આરએસએસ-બીજેપી સમર્થિત પ્રોપ્રોગેંડા અને મારા વિરુદ્ધ ફેક ન્યૂઝ ફેલાવનાર પત્રકારોને જેલમા નાખી દેવામાં આવશે તો મોટાભાગના ન્યૂઝ પેપર અને ચેનલોમાં સ્ટાફ ઘટી જશે. આ પત્રકારને તાત્કાલિક છોડી દેવો જોઈએ.

શનિવારે પ્રશાંતની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી
પ્રશાંત 6 જૂને તેના ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ પર ‘ઈશ્ક છુપતા નહીં છુપાને સે યોગી જી’ શિર્ષક હેઠળ એક પોસ્ટ કરી હતી. તેની સાથે એક વીડિયો પણ અપલોડ કર્યો હતો. જેમાં એક યુવતી સીએમ કાર્યલાયાની બહાર ઉભા રહીને પોતાને આદિત્યનાથની પ્રેમીકા દર્શાવતી હતી. પ્રશાંત આ પહેલાં પણ યોગી આદિત્યનાથના જન્મદિવસે વિવાદીત ટીપ્પણી કરી ચૂક્યા છે.

યુપી પોલીસે આ ઘટનાને ધ્યાનમાં લઈને ફરિયાદ નોંધી લીધી હતી અને 8 જૂને પ્રશાંત કનૌજિયાની દિલ્હીથી ધરપકડ કરી લીધી હતી. પ્રશાંતની પત્ની જગીશાએ સોમવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ત્યારપછી વકીલ નિત્યા રામકૃષ્ણને વેકેશન બેન્ચને આ મામલે ઝડપછી સુનાવણી કરવાની માંગણી કરી હતી.