the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

રણવીર સિંહના યુવા ચાહકનું બાથરૂમમાં પડી જવાથી નિધન, એક્ટરે શોક વ્યક્ત કર્યો

મુંબઈઃ બોલિવૂડ એક્ટર રણવીર સિંહે પોતાના એક ચાહકના આકસ્મિક નિધન પર શોક પ્રગટ કર્યો હતો. એક્ટરે ઈન્સ્ટા સ્ટોરીમાં આ ચાહક સાથેની તસવીર શૅર કરીને લખ્યું હતું, RIP LIL HOMIE. રણવીરના આ ચાહકનું નામ જતિન દુલેરા હતું. સોમવાર (10 જૂન)ના રોજ બાથરૂમમાં પડી જવાથી નિધન થયું હતું. ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ સોમવારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં જતિનના મોત અંગેની માહિતી શૅર કરી હતી.

ફોટોગ્રાફરે કહ્યું, તું ઘણો જ જલ્દી જતો રહ્યો
ફોટોગ્રાફરે લખ્યું હતું, ‘ઘણો જ જલ્દી જતો રહ્યો ભાઈ. રણવીર સિંહનો ઘણો જ મોટો પ્રશંસક જતિન દુલેરાનું આજે અચાનક નિધન થયું. તે ઓફિસ માટે તૈયાર થતો હતો અને ત્યારે જ બાથરૂમમાં પડી ગયો અને તેણે અંતિમ શ્વાસ લીધા. નાનપણમાં જ પિતા ગુમાવી દીધા હતાં. બે ભાઈ-બહેન છે. માતા સરકારી નોકરી કરે છે અને તે બાંદ્રાની એ બિલ્ડિંગમાં કામ કરતો હતો, જ્યાં ફરહાન અખ્તરની ઓફિસ છે.’ ફોટોગ્રાફરે મેસેજમાં છેલ્લે કહ્યું હતું કે જતિનની અંતિમ યાત્રામાં 700 ફ્રેન્ડ્સ આવ્યા હતાં. વધુમાં ફોટોગ્રાફરે લખ્યું હતું, ‘જતિન હંમેશા હસતો રહેજે..તારી બહુ જ યાદ આવશે…’

રણવીર ’83’ના શૂટિંગમાં વ્યસ્ત
રણવીર સિંહ આજકાલ 1983 ક્રિકેટ વર્લ્ડ કપ પર આધારિત ફિલ્મ ’83’ના શૂટિંગમાં વ્યસ્ત છે. કબીર ખાનના ડિરેક્શનમાં બનતી આ ફિલ્મમાં રણવીર સિંહ ક્રિકેટર કપિલ દેવના રોલમાં જોવા મળશે. જ્યારે દીપિકા પાદુકોણ તેની પત્નીના રોલમાં છે. ફિલ્મ એપ્રિલ, 2020માં રિલીઝ થશે.