the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

લાયન સફારી પાર્કમાં ટુંકી બીમારી બાદ સિંહણ સોનલ મોતને ભેટી

  • 21 વર્ષની વયે સિંહણ સોનલનું મોત

  • સોનલની ત્રાડ હવે નહીં સંભળાય

સુરતઃ દાનહના સ્થિત વાસોના લાયન સફારીની સિંહણ સોનલે અંતિમ શ્વાસ લીધો હતો. વાસોના લાયન સફારી ખાતે વૃદ્ધ અવસ્થાને કારણે જિંદગી સામે જંગ લડી રહેલી સિંહણ સોનેલ મોત સામે હારી જતા ફકત સફારીમાં જ નહીં પણ પ્રકૃતિપ્રેમી અને પ્રવાસીઓમાં ગમગીની છવાઈ ગઈ છે.

સોનલે ખાવા પીવાનું બંધ કરી દીધું હતું

સોનલે દેહ ત્યાગ કરિયાની જાણકારી સફારી અધિકારી વિજય પટેલે આપી હતી. સોનલનું પોસ્ટમોર્ટમ ડો. વિજય પરમારે કરી સોનલના નશ્વર દેહને વનવિભાગને સોંપતા સંપૂર્ણ વિધિ પૂર્વક સોનલના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતાં. ડો. વિજય પરમાર (પશુ ચિકિત્સક ) ના જાણવ્યા અનુસાર સિંહણ સોનલની ઉંમર 21 વર્ષ થઇ હતી. અને ગત 19 મેથી તેની તબિયત ખરાબ હતી જેની ટ્રીટમેન્ટ ચાલતી હતી. છેલ્લા એક અઠવાડિયાથી સોનલે ખાવા પીવાનું બંધ કરી દીધું હતું.

આકર્ષણનું કેન્દ્ર બની હતી

સફારીની શરૂઆતમાં જ આવેલી સોનલ પ્રવાસીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર રહી હતી.એક પછી એક પોતાના સાથી મિત્રો ગુમાવ્યા બાદ પણ સોનલે સફારીને જીવતું રાખ્યું હતું. હાલ સફારીમાં એકમાત્ર સિંહણ ગિરજા રહી છે. સોનલની ખોટ થકી સફરીમાં સંભળાતી ત્રાડ હાલ પૂરતી બંધ થઈ ગઈ છે. જોકે, બીજી એક જોડી સિંહ અને સિંહણ જૂનાગઢથી લાવવાની કામગારી ચાલી રહી છે.