the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

વર્લ્ડ કપમાં ભારત-ન્યૂઝીલેન્ડની મેચ રદ્દ થતાં અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને કહ્યું, વર્લ્ડ કપ ભારતમાં રમાડો, અહીંયા વરસાદની જરૂર છે

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચને ક્રિકેટ વર્લ્ડકપને લઈ ટ્વીટ કરી છે. 13 જૂને ભારત તથા ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ હતી પરંતુ વરસાદને કારણે આ મેચ કેન્સલ કરવામાં આવી હતી. જેને લઈ માત્ર સામાન્ય ચાહકો જ નહીં પણ બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચને પણ ટ્વીટ કરી હતી.

અમિતાભ બચ્ચને ટ્વીટ કરી
ગુરૂવારે ભારત તથા ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ હતી અને ચાહકો પણ આ મેચને લઈ ઘણાં જ ઉત્સાહી હતાં. જોકે, ફરી એક વાર વરસાદને કારણે મેચ રદ્દ કરી દેવામાં આવી હતી. જેને લઈ ચાહકો ગુસ્સામાં હતાં. અમિતાભ બચ્ચને એક યુઝરની ટ્વીટને રિટ્વીટ કરીને કહ્યું હતું, ‘2019 વર્લ્ડકપ ટૂર્નામેન્ટને ભારતમાં શિફ્ટ કરી લો….આપણે વરસાદની જરૂર છે’

Amitabh Bachchan

@SrBachchan

shift the tournament WC 2019 to India .. we need the rain .. !!! 🤣🤣🤣

राजेश केजरीवाल (Rajesh Kejriwal)@raj20k

Shame on #ICC for organizing such an important tournament at such a time when half the matches are getting washed away! Get a life folks, and concentrate on the right timing of the tournament rather than on the right “glove” of #Dhoni!!! 🙄🙄 #WorldCup2019

2,337 people are talking about this

હાલમાં જ ખેડૂતો તથા શહીદ જવાનોના પરિવારને આર્થિક મદદ કરી
હાલમાં જ અમિતાભ બચ્ચને બિહારના 2100 ખેડૂતોની લોન ભરપાઈ કરી હતી. પુલવામામાં હુમલામાં શહીદ 49 જવાનોના પરિવારને પાંચ-પાંચ લાખ રૂપિયા આપીને આર્થિક મદદ કરી હતી.

આ ફિલ્મ્સમાં વ્યસ્ત
અમિતાભ બચ્ચને ‘ચેહરે’નું ફર્સ્ટ શિડ્યૂઅલનું શૂટિંગ પૂરું કર્યું છે. આ સિવાય ‘બ્રહ્માસ્ત્ર’નું શૂટિંગ પણ થોડાં સમય પહેલાં જ પૂરું કર્યું હતું. 20 સપ્ટેમ્બરના રોજ અમિતાભની ‘ઝૂંડ’ ફિલ્મ રિલીઝ થશે.