the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

વાવાઝોડાના કહેર વચ્ચે વડોદરાના દિવાળીપુરામાં આજે પાણી કાપ, 50 હજાર લોકોને અસર થશે

વડોદરા: રાજ્યભરમાં વાયુ વાવાઝોડાનો કહેર છે, ત્યારે પાલિકાએ વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારની હરિનગર ટાંકી ખાતે પાણીની નળિકાનુ જોડાણ કરવાનુ મુર્હુત કાઢ્યું છે અને તેના કારણે આજે ગુરુવારે સાંજે દિવાળીપુરા અને શુક્રવારે સવારે જેતલપુરથી હરિનગર સુધીના વિસ્તારના 50 હજાર નાગરિકોને પાણી મળશે નહીં.

નવીન નળિકાનુ જોડાણ કરવાની કામગીરીને પગલે પાણી કાપ
વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં ચાલી રહેલી ગંદા પાણીની સમસ્યાનો હજુ ઉકેલ આવ્યો નથી. બીજી તરફ પશ્ચિમ વિસ્તારમાં ડ્રેનેજ મિશ્રિત પાણી આવતુ હોવાની બૂમો શરૂ થઇ છે અને પાલિકાની લેબોરેટરીમાં કરાયેલા પાણીના પૃથ્થકરણ ટેસ્ટમાં 15 સેમ્પલનો રિપોર્ટ ફેઇલ પણ આવ્યો હતો. આ સંજોગોમાં પાલિકાના પાણી પુરવઠા વિભાગે હરિનગર ટાંકી ખાતે તા.13ના રોજ 600 મીમીની હયાત નળિકા સાથે 600 મીમીની નવીન નળિકાનુ જોડાણ કરવાની કામગીરી હાથ પર લીધી છે. આ કામગીરીના કારણે, આજે ગુરુવારે સાંજે દિવાળીપુરા રોડ, હાથીભાઇ નગર, દિવાળીપુરા ગામ, જલારામનગર, મંગલમૂર્તિ સોસાયટી રોડ, ઇસ્કોન મંદિર રોડ વિસ્તારમાં પાણી વિતરણ કરાશે નહીં. 14મીએ સવારે જેતલપુર રોડ, ચીકુવાડી, સુર્વણપુરી સોસાયટી રોડ, ચકલી સર્કલ, રાજલક્ષ્મી સોસાયટી રોડ, પશાભાઇ પાર્ક, તરૂણ સોસાયટી સહિત નટુભાઇ સેન્ટર રોડથી ન્યૂ ઇલોરાપાર્ક રોડ, હરિનગર સહિતના વિસ્તારમાં પાણી મળશે નહીં.