the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

વોટબેંકની રાજનીતિ પર આઘાત

ભારતમાં મોટા ભાગના મુÂસ્લમ વિદ્યાર્થીઓ ઈસ્લામિક મદરેસાઓમાં ભણતા હોય છે. આ મદરેસાઓમાં ભણનારા વિદ્યાર્થીઓને મોટા ભાગે ઈસ્લામ સંબંધી જ ભણતર ભણાવવામાં આવતું હોય છે. મદરેસાઓને ભારતમાં શંકાની નજરે જાવામાં આવે છે કેમ કે કેટલાય કિસ્સાઓમાં મદરેસાઓમાંથી તાલીમ લીધેલા લોકો ત્રાસવાદી ઘટનાઓ સાથે સંકળાયેલા જાવા મળ્યા છે. આ મદરેસાઓમાં મોટા ભાગે પ્રાથમિક શિક્ષણને બદલે ધાર્મિક શિક્ષણ અને ખાસ કરીને કટ્ટર ધાર્મિકતા શિખવવામાં આવતી હોય છે. કેટલાય કિસ્સાઓમાં જાવામાં આવ્યું છે કે ભણેલા ગણેલા મુસલમાનોની માનસિકતા સામાન્ય મુÂસ્લમો કરતાં વધુ આધુનિક હોય છે. બીજી વાત એ છે કે આ મદરેસાઓમાં ભણાવનારા મૌલવીઓ પણ મોટા ભાગે ઈસ્લામના સ્કોલર હોય છે, મુÂસ્લમ મૌલવીઓ દ્વારા જે મોટા ભાગના ફતવા બહાર પાડવામાં આવતા હોય છે તે આવી મદરેસાઓમાં જ ખાસ કરીને સૌથી પહેલા બહાર પડાતા હોય છે. એક રીતે જાવા જઈએ તો ભારતીય રાજકારણમાં સક્રિય મુÂસ્લમ રાજકારણીઓ કોઈને કોઈ મદરેસાઓ સાથે જાડાયેલા હોય છે. મદરેસા એ મુÂસ્લમ રાજકારણીઓ માટેની સૌથી મોટી વોટબેંક છે. તાજેતરમાં જ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ, બિહાર જેવા રાજ્યોમાં આવી જ મુÂસ્લમ મતબેંકનું રાજકારણ કરનારા પક્ષોના ગઠબંધનને જે રીતે મોદી સરકારે તોડી પાડ્યું છે તે જ રીતે આવા ગઠબંધનના મૂળ જ્યાંથી શરૂ થતા હોય તેવી મદરેસાઓ હવે ભાજપ સરકારના નિશાના પર છે. આવી મદરેસાઓમાં જ પ્રાથમિક શિક્ષણની તાલિમ આપવામાં આવે, લઘુમતીઓને વિશ્વાસમાં લેવામાં આવે, તેમને ધર્મના નામે કટ્ટર માનસિકતાને બદલે જરૂરિયાતનું શિક્ષણ મળે તો સમાજને આનો લાભ થઈ શકે છે. આવા આશયથી જ મોદી સરકારે મદરેસાઓને આર્થિક મદદ આપવાનું નક્કી કર્યું છે. મોદી સરકારે મદરેસાઓને આધુનિક શિક્ષણ માટે સજ્જ થાય તેવી જાગવાઈ કરવાનું નક્કી કર્યું છે. ભારતમાંની બીજી સામાન્ય શાળાઓની જેમ જ મદરેસાઓને પણ હવે એક શાળામાં જ રૂપાંતર કરવા તરફનું આ એક પગલું છે. આને કારણે ઈસ્લામના બની બેઠેલા ઠેકેદારોના પેટમાં તેલ રેડાયું છે. તેમણે મોદીના આ પગલાંને વખોડી કાઢ્યું છે અને આવી યોજના માટે સરકાર પૈસા ક્્યાંથી લાવશે તેમ કÌšં છે. આઝમખાન જેવા નેતાએ જણાવ્યું છે કે સરકાર આ માટે પૈસા ક્્યાંથી લાવશે? આવું કહેવાને બદલે જા ખરેખર આઝમખાન મુÂસ્લમોની ભલાઈ ઈચ્છતો હોત તો તેણે એમ કહેવું જાઈતું હતું કે આ માટે જા સરકાર પાસે ભંડોળ ન હોય તો સરકાર હજ માટે આપતી સબસિડી બંધ કરીને પણ ભંડોળ પૂરું પાડી શકે છે. જા કોઈ હજ યાત્રા નહીં કરે તો ચાલશે, પરંતુ કોઈ અભણ રહી જાય એ નહીં ચાલે, પરંતુ આવું નિવેદન કરે તો તેમના કટ્ટર મુÂસ્લમના ટેગને નુકસાન પહોંચે અને મતબેંકમાં મોટું ગાબડું પડી શકે તેમ છે. ઓવૈસી, આઝમખાન જેવા મુÂસ્લમો ખરેખર મુÂસ્લમ સમાજ અને ભારત દેશ માટે જાખમી છે. તેઓ રાજકારણમાં પોતાની રોટલી શેકવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે, પરંતુ જે રીતે મોદીએ હવે કડક હાથે કામ લેવાની શરૂઆત કરી છે તે જાતાં એવું લાગી રÌšં છે કે આગામી સમયમાં ભારતમાં મતબેંકનું રાજકારણ કરનારાઓનું આવી બનશે, ગુજરાતમાં જે રીતે મોદીએ પાટીદાર આંદોલનને મહ¥વ આપ્યા વિના સરકાર બનાવી ત્યારથી જ આની પ્રતીતિ થઈ ગઈ હતી. ટૂંક સમયમાં જ ધર્મના નામે રાજકારણ કરનારાઓની દુકાન બંધ થાય તેવી આશા હવે રાખી શકાય તેમ છે જે દિશામાં સરકારે આવકારદાયક પગલું માંડ્યુ છે.