the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

સિનેમાનું ગ્લેમર સંસદમાં

આ વખતે ભારતીય જનતા પક્ષે બાલિવુડને સૌથી વધુ પ્રતિનિધિત્વ આપ્યું હતું. ભાજપે બાલિવુડના છ કલાકારને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે બીજા નંબરે કોંગ્રેસે ચાર સેલિબ્રિટીને મેદાનમાં ઉતારી હતી. તો સમાજવાદી પક્ષે એક ફિલ્મી ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો હતો.ભાજપ વતી બીજીવાર મથુરા લોકસભા સીટ પર ચૂંટણી લડી રહેલી બાલિવુડની ડ્રીમગર્લ હેમા માલિની ૨૦૦૪માં જ ભાજપની સભ્ય બની અને લોકસભાની ઉમેદવાર બની હતી. ગઈ ચૂંટણીમાં હેમાએ જયંત ચૌધરીને ૩.૩૦ લાખની સરસાઈથી હરાવ્યા હતા. લોકસભાના સભ્ય તરીકે મથુરામાં હેમાએ કરેલા કામોને ધ્યાનમાં રાખી આ વખતે ફરી ટિકિટ આપી હતી અને હેમાએ પક્ષને નિરાશ કર્યો નથી.હેમા માલિની ઉપરાંત ભાજપે એક સમયની બાલિવુડની ટોચની હીરોઇન જયા પ્રદાને પણ ઉત્તર પ્રદેશની મહ¥વની કહેવાય એવી રામપુર સીટ પરથી મેદાનમાં ઉતારી હતી.સમાજવાદી પાર્ટી છોડીને ભાજપમાં આવેલી જયા પ્રદાનો મુકાબલો સપાના ફાયર બ્રાન્ડ નેતા આઝમ ખાન સાથે છે. રાજકારણની બીજી ઇનિંગ રમી રહેલી જયા પ્રદા આઝમ ખાનને ટક્કર તો આપી હતી પણ તેમને હરાવવામાં સફળ રહી ન હતી.ભાજપમાં જાડાયા બાદ કલાકોમાં જ જયાને ટિકીટ અપાઇ હતી અને આ વખતે રાજ્યમાં યોગીનું શાસન હતું અને કેન્દ્રમાં મોદીનું શાસન હતું એટલે જયાની જીત પાક્કી મનાતી હતી પણ રામપુરનાં નાગરિકોએ આઝમખાન પર ભરોસો કર્યો હતો.મજાની વાત એ છે કે ઢાઈ કિલો કા હાથ સાથે બાલિવુડમાં ધમાલ મચાવનાર ઍક્શન સ્ટાર સની દેઓલે પણ પિતાના પગલે રાજકારણના અખાડામાં જંપલાવ્યું હતું પંજાબના ગુરદાસપુરથી ચૂંટણી લડી રહેલા સનીના પ્રચારમાં એનો નાનો બાઈ બાબી અને ધર્મેન્દ્ર પણ જાડાયા હતા. ધર્મેન્દ્રએ રેલી કરવાની સાથે ઇન્ટરવ્યુ અને સોશિયલ મીડિયા દ્વારા પણ સનીનો પ્રચાર કરતા રહ્યા. સની દેઓલનો મુકાબલો પંજાબ કોંગ્રેસના પ્રમુખ અને ગુરદાસપુરના સાંસદ સુનીલ જાખડ સાથે હતો અને મોદીનો કરિશ્મા અને સનીનો ચાર્મ તેના માટે વિજયી પુરવાર થયો હતો.૨૦૦૯માં સમાજવાદી પાર્ટી તરફથી ચૂંટણી લડેલા મનોજ તિવારી ભાજપમાં જાડાયા અને ૨૦૧૪માં ઉત્તર-પૂર્વ દિલ્હીની બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડ્યા અને આમ આદમી પાર્ટીના પ્રોફેસર આનંદ કુમારને સવા લાખથી વધુ મતોથી હરાવ્યા. હાલ દિલ્હી ભાજપના પ્રમુખ એવા મનોજ તિવારીને ફરી એકવાર મતદારોએ વિજય અપાવ્યો હતો.
ભોજપુરી ફિલ્મોના જ બીજા સ્ટાર અને ભાજપના ઉમેદવાર દિનેશલાલ નિરહુઆએ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન રહી ચુકેલા અને સમાજવાદી પાર્ટીના સર્વેસર્વા અખિલેશ યાદવને પડકાર ફેંક્્યો છે. હવે એ જાવું રસપ્રદ રહેશે કે એક ધરખમ નેતા પર ધુંઆધાર ફિલ્મ અભિનેતા કેટલો ભારે પડી શકે છે.ભોજપુરી સુપરસ્ટાર નિરહુઆ યુપીની આઝમગઢ બેઠક પરથી ભાજપનો ઉમેદવાર હતો. નિરહુઆએ પહેલી જ વાર ચૂંટણી લડી હતી. નિરહુઆને સપા ઉમેદવાર અખિલેશ યાદવે ૨,૫૯,૮૭૪ મતોથી હરાવ્યો છે.છેલ્લા ત્રણ દાયકાથી જેના પર ભાજપનો કબજા હતો એ ગોરખપુરની સીટ મુખ્યપ્રધાન બન્યા બાદ યોગી આદિત્યનાથે રાજીનામુ આપતા ખાલી પડી હતી. લોકસભા બાદ ઉત્તર પ્રદેશમાં પણ જંગી જીત મેળવનાર ભાજપે પેટા ચૂંટણીમાં આ સીટ ગુમાવી. હવે ભાજપ માટે પ્રતિÂષ્ઠત આ સીટ પર બાલિવુડ અને ભોજપુરીના સ્ટાર રવિ કિશન મેદાનમાં છે. એક પીઢ અભિનેતા અને રીઢા રાજકારણી વચ્ચેની ટક્કર એક સસ્પેન્સ થ્રિલર કરતા પણ વધુ રોચક હશે એવું મનાતું હતું પણ મોદીની લહેરમાં કોંગ્રેસનાં સુપડા સાફ થઇ ગયા હતા અને રવિ કિશનને વિજય હાંસલ થયો હતો.બાલિવુડની ખૂબસૂરત ગર્લ ઊર્મિલા માતોંડકરે રાજકારણમાં આવવાની સાથે ઉત્તર મુંબઈની બેઠક પરથી લોકસભાની ચૂંટણી પણ જંપલાવ્યું. અહીં એનો મુકાબલો વર્તમાન સાંસદ અને ભાજપના ઉમેદવાર ગોપાલ શેટ્ટી સાથે હતો અને ઉર્મિલાનો ચાર્મ તેને વિજય અપાવવામાં સફળ રહ્યો ન હતો.મુંબઈની જ ઉત્તર પશ્ચિમ બેઠક પરથી સુનીલ દત્તની પુત્રી પ્રિયા દત્ત ચૂંટણી લડી રહી છે. પ્રિયાએ એક પણ ફિલ્મમાં કામ નથી કર્યું પણ એના માતા-પિતા સુનીલ દત્ત અને નરગિસ રાજકારણમાં સક્રિય હતાં. અગાઉ સાંસદ રહી ચુકેલી પ્રિયા ૨૦૧૪માં ચૂંટણી હારી ગઈ હતી. આ વખતે એનો મુકાબલો વર્તમાન સાંસદ પૂનમ મહાજન સાથે હતો અને આ વખતે પણ પ્રિયાને વિજય સાંપડ્યો ન હતો.પાંચ રૂપિયામાં ભર પેટ જમવાનું મળતું હોવાનો દાવો કરી વિવાદમાં ફસાયેલા કોંગ્રેસના નેતા અને બાલિવુડ અભિનેતા રાજ બબ્બર આ વખતે ફરી ફતેહપુર સિકરી લોકસભા મતદાર ક્ષેત્રથી પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. ૨૦૦૯માં ઘણા ઓછા માર્જિનથી રાજ બબ્બર આ બેઠક પરથી હાર્યા હતા. ૨૦૧૯માં તેમનો મુકાબલો ભાજપના રાજકુમાર ચાહર સાથે છે.યુપીના ફતેહપુર સીકરીના કોંગ્રેસી ઉમેદવાર રાજ બબ્બરને ભાજપના ઉમેદવાર રાજકુમાર ચહરે ૪,૯૫,૦૬૫ મતોથી કારમી હાર આપી છે.આ વખતે શત્ર્šÎન સિંહાની પત્ની પૂનમ સિંહાએ પણ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે
આભાર – નિહારીકા રવિયા લખનઉથી ચૂંટણી લડી રહ્યાં છે. મજાની વાત એ છે કે પૂનમનો પ્રચાર કરવા એમના પતિ અને કોંગ્રેસના પટના સાહેબના ઉમેદવાર શત્ર્šÎન સિંહા પણ પુત્રી સોનાક્ષી સિંહા સાથે ઉપÂસ્થત રહ્યા હતા.જા કે શત્રુનો પ્રચાર પણ તેમને વિજયી બનાવી શકયો ન હતો.બોલિવૂડ એક્ટર શત્ર્šધ્ન સિંહાની પત્ની પૂનમ સિંહા સપાની ટિકિટ પરથી યુપીની લખનઉની ઉમેદવાર હતી. ગૃહમંત્રી રાજનાથ સિંહે પૂનમ સિંહાને ૩,૪૭,૩૦૨ મતોથી હરાવી છે. શુત્રધ્ન સિંહા બિહારની પટનાસાહિબ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતાં. જાકે, ભાજપના રવિશંકર પ્રસાદે ૨,૮૪,૬૫૭ મતોથી પરાજય આપ્યો છે.પ્રકાશ રાજઃ
કર્ણાટકની બેંગાલુરુ સેન્ટ્રલ લોકસભા સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે પ્રકાશ રાજ ચૂંટણી લડ્યો હતો. પ્રકાશ રાજને માત્ર ૨૮,૯૦૬ મત મળ્યાં હતાં. ભાજપ ઉમેદવાર પીસી મોહનને ૬,૦૨,૮૫૩ મતો મળ્યાં હતાં.
મુનમુન સેનઃ
પશ્ચિમ બંગાળની આસનસોલ સીટ પર તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીની ઉમેદવાર તથા એક્ટ્રેસ મુનમુન સેનને ભાજપ ઉમેદવાર બાબુલ સુપ્રિયોએ ૧,૯૭,૬૩૭ મતોથી હરાવી હતી.ફિલ્મસ્ટારો લોકોના આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે અને રાજકીય પક્ષો પણ પોતાની પાર્ટીમાં ફિલ્મસ્ટારોને સામેલ કરીને ગ્લેમરનો ઉમેરો કરતી હોય છે, ભારતીય રાજકારણમાં પહેલાથી જ અનેક ફિલ્મસ્ટારો વિવિધ રાજકીય પક્ષોમાં જાડાતા રહ્યા છે, દક્ષિણ ભારતમાં તો અનેક ટોચના ફિલ્મસ્ટારો મુખ્યમંત્રીનું પદ પણ ભોગવી ચૂક્્યા છે.તુલુગુ સ્ટાર કોંગારા જગ્યા એવા ફિલ્મી કલાકાર છે જેણે સૌ પ્રથમ વખત લોકસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી. તેઓ ૮૦ હજાર મત સાથે આંધ્ર પ્રદેશની ઓંગોલ સીટ પરથી વિજેતા થયા હતા. એવું પણ માનવામાં આવે છે કે, આ ચૂંટણી તેમને કોઈ પ્રકારના પ્રચાર વગર જીતી લીધી હતી.રાજીવ ગાંધીના સમયમાં ચૂંટણીમાં ત્રણ મોટા કલાકારોએ કોંગ્રેસમાં ઝંપલાવ્યું હતું. જેમાં અમિતાભ બચ્ચને પ્રયાગરાજથી, સુનિલ દત્તે નોર્થ વેસ્ટ મુંબઈથી અને વૈજયંતી માલાએ મદ્રાસથી જીત મેળવી હતી. ત્રણેયે ચૂંટણી જીતીને એક રેકોર્ડ બનાવ્યો હતો.રાજેશ ખન્ના કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા. નવી દિલ્હીમાંથી તેમણે લાલ કૃષ્ણ અડવાણી સામે ટક્કર ઝીલી હતી. આ બરોબરની ફાઈટ હતી જેમાં અડવાણીને માત્ર ૧૫૮૯ મત મળ્યા હતા. જાકે, આ પછી અડવાણી ગાંધીનગર આવી ગયા હતા.વિનોદ ખન્ના ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા. ચૂંટણી પહેલા વિનોદ ખન્ના સાથે કૃષ્ણમ રાજૂ ભાજપ સાથે જાડાયા હતા. રાજૂ આંધ્ર પ્રદેશની કાકીનંદા બેઠક પરથી અને વિનોદ ખન્ના ગુરદાસપુર બેઠક પરથી વિજય થયા હતા.રાજ બબ્બરે પણ રાજકારણમાં મંગલાચરણ કર્યા હતા. વર્ષ ૧૯૯૯માં તેઓ સમાજવાદી પાર્ટીમાં જાડાયા હતા અને બે વર્ષ સુધી ચૂંટણી જીતી હતી. વર્ષ ૧૯૯૯ અને ૨૦૦૪ની ચૂંટણીમાં તેઓ વિજય બન્યા હતા. ત્યાર બાદ વર્ષ ૨૦૦૮૯માં તેઓ ફિરોઝાબાદથી કોંગ્રેસ તરફથી મેદાને ઊતર્યા હતા અને જીત પણ મેળવી હતી. ત્યાર બાદ વર્ષ ૨૦૧૪માં તેઓ ગાઝિયાબાદથી ચૂંટણીમાં લડ્યા હતા. પરંતુ, વી.કે. સિંહે તેમને હરાવી દીધા હતા.
ગોવિંદા, ધર્મેન્દ્ર અને જયાએ ત્રણ જુદી જુદી પાર્ટી સાથે રાજકારણમાં એન્ટ્રી લીધી હતી. જેમાં કોંગ્રેસ તરફથી ગોવિંદાએ, ભાજપમાંથી ધર્મેન્દ્રએ અને સમાદવાદી પાર્ટીમાંથી જયા પ્રદાએ ચૂંટણી લડી હતી. જયા સિવાય બંનેમાંથી કોઈ કલાકાર રાજકારણમાં ટકી શકયા નહીં.રાજકારણને લઈને શત્ર્šધ્ન પહેલેથી સક્રિય રહ્યા છે. પરંતુ, ભાજપે તેમને આવકારતા તેઓ ભાજપ સાથે જાડાઈ ગયા. ત્યાર બાદ પટણાસાહિબથી સતત બે વર્ષ સુધી ચૂંટણી જીતતા આવ્યા હતા. આ સિવાય પણ એવા કલાકારો છે જેઓ રાજકારણમાં રહ્યા હતા. જેમાં મુન મુન સેન (ટીએમસીમાંથી), સંધ્યા રોય (ટીએમસીમાંથી), હેમા માલિની (ભાજપ), પરેશ રાવલ (ભાજપ), બાબુલ સુપ્રિયો (ભાજપ), કિરણ ખેર (ભાજપ) અને મનોજ તીવારીનું નામ આવે છે. ટીવી સીરિયલ ભાભીજી ઘર પર છે તેની ખ્યાતનામ ટીવી એક્ટ્રેસ શિલ્પા શિંદેએ ગત મહિને જ એટલે કે ફેબ્રુઆરીમાં કોંગ્રેસ પાર્ટી જાઈન કરી. મુંબઈ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ સંજય નિરુપમ અને પાર્ટીના મોટા નેતાઓની હાજરીમાં શિલ્પા કોંગ્રેસ પાર્ટીમાં સામિલ થયા હતા. શિલ્પા શિંદેએ અનેક ટીવી સીરિયલમાં કામ કર્યું છે, પરંતુ તેમને સૌથી વધારે ખ્યાતિ ભાભીજી ઘર પર હૈ આ સીરિયલથી મળી છે. સીરિયલ અને ચેનલના પ્રોડ્યુસરની સાથે ચાલી રહેલા અણબનાવને કારણે શિલ્પાએ સીરિયલ છોડી દીધી હતી. લગભગ ૨ વર્ષ બાદ તેમણે ટીવ પર રિયાલટી શો બિગ બોસની સીઝન ૧૧માં વાપસી કરી હતી અને આ શોમાં તે વિજેતા બનવામાં સફળ થયા હતા.બોલીવુડ એક્ટ્રેસ મૌસમી ચેટર્જી થોડા સમય પહેલા ભાજપમાં સામેલ થયા હતા. વર્ષ ૨૦૦૪માં પણ મૌસમી બંગાળમાં કોંગ્રેસની ટિકિટ પર મમતા બેનર્જી સામે ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમની હાર થઈ હતી. મૌસમી ચેટર્જી બંગાળી ફિલ્મ બાલિકા બધૂથી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. તો ૧૯૭૨માં રિલીઝ થયેલી અનુરાગ તેમની પ્રથમ હિન્દી ફિલ્મ હતી. મૌસમી ચેટર્જીની જા પ્રમુખ ફિલ્મોની વાત કરવામાં આવે તો તેમણે, કચ્ચે ધાગે, ઝહરિલા ઈન્સાન,
આભાર – નિહારીકા રવિયા સ્વર્ગ નરક, ફૂલ ખિલે હૈ ગુલશન-ગુલશન, માંગ ભરો સજના અને ઘાયલ ફિલ્મમાં અભિનય કરેલો છે. તો છેલ્લે તેમણે અમિતાભ બચ્ચન અને દીપીકા પાદુકોણની સાથે ફિલ્મ પીકૂમાં કામ કર્યું હતું.ખલ્લાસ ગર્લના નામથી જાણિતી ખ્યાતનામ એક્ટર્સ ઈશા કોÂમ્પકર લાંબો સમય મોટા પદોથી દૂર રહ્યા, પરંતુ જાન્યુઆરી ૨૦૧૯માં તેઓ ત્યારે અચાનક ચર્ચામાં આવ્યા કે જ્યારે તેમણે ભારતીય જનતા પાર્ટી જાઈન કરી. ભાજપમાં સામિલ થયા બાદ તેમને ભાજપ મહિલા મોર્ચાની પરિવહન વિંગના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ફિલ્મ કેરિયરની વાત કરીએ તો વર્ષ ૨૦૦૦માં ઈશાએ ફિલ્મ ફિઝાથી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. ઈશાની ખ્ય ફિલ્મોને જાઈએ તો તેમણે કંપની, પિંઝર, ડરના મના હૈ, કયામત અને ડાનનો સમાવેશ થાય છે.આતો વાત થઈ માત્ર એ સેલિબ્રિટીની જેમણે થોડાક સમય પહેલા જ રાજકારણમાં પગ રાખ્યા છે, પરંતુ આ પહેલા એવા ઘણા અભિનેતા અને અભિનેત્રીઓ છે જેમણે રાજકારણમાં સામિલ થઈ મોટું નામ કમાવ્યું છે. જેમાં પરેશ રાવલ, હેમા માલિની, જયા બચ્ચન, સ્મૃતિ ઈરાની અને શત્ર્šÎન સિન્હનો સમાવેશ થાય છે. આ એક્ટર્સ રાજકારણમાં ઘણા જ ઉંચા પદો પર પહોંચ્યા છે.આજથી વર્ષો પહેલાં રાજકારણના આ અખાડામાં રામાયણમાં અનુક્રમે સીતા, રાવણ અને હનુમાનનો રોલ કરનાર દીપિકા ચિખલિયા, અરવિંદ ત્રિવેદી અને દારા સિંહએ ઝુકાવ્યું હતું. તેમણે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી. હાલમાં આ રાજકારણીઓ અલગ જ દિશામાં કામ કરી રહ્યા છે. રામાનંદ સાગરની રામાયણમાં હનુમાનનો રોલ કરીને છવાઈ જનાર એક્ટર દારા સિંહ ૨૦૦૩માં અટલ બિહારી બાજપાઈની સરકારમાં રાજ્યસભાના સાંસદ બન્યા હતા. દારા સિંહ એવા પહેલા રાજકારણી હતા જે ૨૦૦૩થી ૨૦૦૯ વચ્ચે રાજ્યસભાના સાંસદ રહ્યા હતા. તેમનું ૧૨ જુલાઈ, ૨૦૧૨ના દિવસે નિધન થયું હતું. રામાયણમાં સીતાનો રોલ કરનાર દીપિકા વડોદરાથી ભાજપની ટિકિટ પર સાંસદ રહી હતી. દીપિકા એÂક્ટંગ અને રાજનીતિ બંનેમાં લાંબી ઇનિંગ નહોતી રમી શકી અને હાલમાં પોતાની ફેમિલી લાઇફમાં વ્યસ્ત છે. નીતિશ ભારદ્વાજા મહાભારતમાં શ્રીકૃષ્ણનો રોલ કરીને બહુ લોકપ્રિય થયા હતા. નીતિશ પણ ભાજપની ટિકિટ પર ૧૯૯૬માં ચૂંટણી લડ્યા હતા અને સાંસદ બન્યા હતા જાકે તેમની આ ઇનિંગ બહુ લાંબી નહોતી ચાલી. નીતિશે મરાઠી ફિલ્મોથી ફરી એÂક્ટંગ કરવાની શરૂઆત કરી હતી અને હાલમાં તેઓ એમાં જ સક્રિય છે. અરવિંદ ત્રિવેદીએ રામાયણમાં રાવણનો રોલ કરીને લોકોના દિલ જીતી લીધા હતા. ૧૯૯૧માં એક્ટર અરવિંદ ત્રિવેદીએ ભાજપની ટિકિટ પર ગુજરાતની સાબરકાંઠા સીટ પરથી ચૂંટણી લડીને સાંસદ બન્યા હતા. ૧૯૯૬માં અરવિંદ ત્રિવેદીએ સક્રિય રાજનીતિમાંથી સંન્યાસ લઈ લીધો હતો. આ સિવાય રામાયણ અને મહાભારતના કલાકારો મુકેશ ખન્ના, અરૂણ ગોવિલ તેમજ ગજેન્દ્ર ચૌહાણ ભાજપના ટેકેદારો રહ્યા છે. દ્રોપદીનો રોલ કરનાર એક્ટ્રેસ રૂપા ગાંગુલી ભારતીય જનતા પાર્ટીની નેતા અને રાજ્યસભાની સાંસદ છે. ગુજરાતના રાજકીય પટલ પર ૧૯૯૦નો દાયકો ગુજરાતી ફિલ્મના કલાકારોની રાજકારણમાં આવેલી ભરતીનો હતો. પરંતુ તેમા ક્રમશઃ ઓટ આવતી ગઈ અને ૨૦૧૪થી તો ઢોલિવૂડ તરીકે ઓળખાતાં ગુજરાતી ફિલ્મક્ષેત્રમાંથી હવે કોઈને સાંસદની ચૂંટણીમાં ટિકિટ પણ અપાતી નથી.ગુજરાતી ફિલ્મના કલાકારોનો ચૂંટણીલક્ષી રાજકીય પ્રવેશ છેકે ૧૯૯૦ના સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં થયો હતો. એ વખતની કોંગ્રેસની માધવસિંહ સોલંકીની સરકાર બાદ વિધાનસભાની ચૂંટણી યોજાતા ગુજરાતી ફિલ્મોના જાણીતા કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદીને કોંગ્રેસે ભિલોડા વિધાનસભાની ટિકિટ આપતા ઉપેન્દ્ર ત્રિવેદી ચૂંટાયા હતા એ પછીની ચૂંટણીમાં ભાજપની ટિકિટથી ચૂંટાઇ પંચાયતમંત્રી પદ પણ પ્રાપ્ત કર્યું હતું.બસપ પછી તો સને ૧૯૯૦ના આ ગાળામાં ભાજપે લોકસભાની ચૂંટણીમાં ભરપૂર લાભ ઉઠાવીને રામાયણના લંકેશના પાત્રના ગુજરાતી ફિલ્મ અભિનેતા અરવિંદ ત્રિવેદીને સાબરકાંઠા લોકસભાની બેઠક, સિરિયલમાં સીતાજીનું પાત્ર નિભાવનાર ગુજરાતી ફિલ્મની અભિનેત્રી દીપિકા ચિખલિયાને વડોદરા લોકસભાની બેઠક તથા ગુજરાતના મશહૂર ગાયક અને ગુજરાતી ફિલ્મોના સંગીતકાર મહેશ કનોડિયાને પાટણની લોકસભાની ટિકિટ આપતા આ ત્રણેય કલાકારો ભારે બહુમતીથી ચૂંટાયા હતા. મહેશ કનોડિયા સતત છ વખત પાટણની બેઠક પર ચૂંટાઇ આવ્યા, પરંતુ અરવિંદ ત્રિવેદી અને દીપિકા ચિખલિયાની રાજકીય ઇનિંગ લાંબી ચાલી નહીં.ઇસ બીચપ. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયા કરજણની બેઠક પર ભાજપની ટિકિટ પર ચૂંટાઇ આવ્યા હતા. એમ તેમના પુત્ર કમ અભિનેતા હિતુ કનોડિયા સને ૨૦૧૭માં વિધાનસભાની ઇડર બેઠક પર ચૂંટાયા છે. હિન્દી ફિલ્મોના કલાકારો માટે કોંગ્રેસ તેમનો પ્રથમ પ્રેમ હતો. પૃથ્વીરાજ કપૂર અમદાવાદ આવતા હતા ત્યારે યુવા અને મહિલા સભ્યોની સભાને સંબોધતા હતા. નરગિસ દત્ત અને સુનીલ દત્તે પણ ગુજરાત સાથે નિકટનો સંબંધ જાળવી રાખ્યો હતો. સુપર સ્ટાર રાજેશ ખન્ના ગાંધીનગરની બેઠક પર કોંગેસની ટિકિટ પર ચૂંટણીનો જંગ ખેલ્યો પરંતુ પરાસ્ત થયા હતા.અને
આભાર – નિહારીકા રવિયા છેલ્લેપ એ જમાનામાં એવી વાતોએ જાર પકડયું હતું કે ગુજરાતી ફિલ્મની બે અભિનેત્રી રીટા ભાદુરી અને સ્નેહલત્તાએ કોંગ્રેસમાં પ્રવેશ મેળવીને વિધાનસભાની ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.વીતેલા જમાનાને યાદ કરીએ તો આઝાદી કાળના એ જમાનામાં વડા પ્રધાન સ્વ.જવાહરલાલ નહેરુએ ૧૯૫૨થી ૧૯૬૦ સુધી હિન્દી ફિલ્મના દિગ્ગજ કલાકાર પૃથ્વીરાજ કપૂરની રાજ્યસભામાં સરકાર નિયુક્ત સભ્ય તરીકે નિમણૂક કરી હતી. નહેરુને એ જમાનાની રાજકપુર, દિલીપકુમાર, દેવઆનંદની ત્રિપુટી સાથે દોસ્તી હતી. એવી જ દોસ્તી કહો કે, સખ્તપણાના નાતે ૧૯૮૦માં સ્વ. વડા પ્રધાન ઇંદિરા ગાંધીએ સને ૧૯૮૦માં નરગિસ દત્તને રાજ્યસભાના સભ્યપદે નિયુક્ત કર્યા હતા. એ જ દોરમાં સ્વ.પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ સને ૧૯૯૩માં વૈજયંતીમાલાને રાજ્યસભાના સરકારી સભ્યપદે નિયુક્ત કર્યા હતા.