the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

હરિકેન, ટાયફુન અને ચક્રવાત ઃ કુદરતનાં વિનાશક રૂપનો સાક્ષાત્કાર

વાવાઝોડું આવવું એ વિશ્વ માટે કોઈ નવી વાત નથી.ગત વર્ષે ‘ફ્લારેન્સ’ નામના હરિકૅને અમેરિકામાં તબાહી મચાવી હતી. બીજી તરફ સુપર ટાયફૂન ‘મંગખૂટ’એ ફિલિપાઇન્સમાં વિનાશ સર્જ્યો હતો.અવકાશમાંથી આ વાવાઝોડાંની તસવીરો પણ લેવામાં આવી હતી. જાકે, બન્નેની તસવીર તો એકસમાન જ લાગતી હતી!
તો પછી આપણે એક વાવાઝોડાને હરિકૅન કહીએ છીએ અને એકને ટાયફૂન કહીએ એવું કેમ? વળી, ચક્રવાત નામની આ આફત છે શું?આ બધાં વાવાઝોડાં ઉષ્ણકટિબંધીય તોફાન છે પરંતુ વિસ્તારની દૃÂષ્ટએ તેમને અલગઅલગ નામ આપવામાં આવ્યાં છે.જ્યારે ઉત્તર ઍટલાÂન્ટક સમુદ્ર અને ઉત્તર પૂર્વી પ્રશાંતની વાત આવે તો ત્યાં તોફાનને હરીકૅન નામ અપાય છે.પરંતુ જ્યારે આ જ પ્રકારની પરિÂસ્થતિ ઉત્તર પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં ઊભી થાય ત્યારે તેને ટાયફૂન કહેવામાં આવે છે.અને જ્યારે દક્ષિણ પ્રશાંત અને હિંદ મહાસાગરમાં તોફાન ઊઠે તો તેને ચક્રવાત કહેવામાં આવે છે.ઉષ્ણકટિબંધ તોફાન એ એવો શબ્દ છે કે જેનો વપરાશ સામાન્યપણે હવામાનશાસ્ત્રીઓ કરે છે.નેશનલ આૅશનિક એન્ડ ઍટમાÂસ્ફયરિક ઍડમિનિસ્ટ્રેશન આૅફ અમેરિકાના આધારે વાદળોની સંગઠિત સિસ્ટમથી ઉષ્ણકટિબંધ અથવા ઉષ્ણકટિબંધના લક્ષણ ધરાવતું વાતાવરણ ઊભું થાય છે.જ્યારે ઉષ્ણકટિબંધ વાવાઝોડું ૧૧૯ કિલોમિટર પ્રતિ કલાક અથવા તો તેના કરતાં વધારે ઝડપ સુધી પહોંચે છે ત્યારે તેને હરિકૅન, ટાયફૂન અથવા તો ચક્રવાત કહેવામાં આવે છે. આ વાવાઝોડું દુનિયાના કયા ખૂણામાં સર્જાયું તે જગ્યાને હિસાબે તેનું નામ નક્કી થાય છે.હરિકૅનને હવાની ઝડપના હિસાબે ૫ ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું છે.ઍટલાÂન્ટકમાં હરિકૅન ૧ જૂનથી ૩૦ નવેમ્બરની વચ્ચે ત્રાટકે છે. ૯૫% કરતાં વધારે વાવાઝોડાં આ સમયગાળા દરમિયાન જ આ વિસ્તારમાં ત્રાટકતાં હોય છે.ઉત્તર પશ્ચિમ પ્રશાંત મહાસાગર વિસ્તારમાં મેથી આૅક્ટોબર વચ્ચે ટાયફૂન આવે છે. જાકે તે આખા વર્ષ દરમિયાન પણ ગમે ત્યારે આવી શકે છે.આ તરફ દક્ષિણ પ્રશાંત વિસ્તારમાં વાવાઝોડું નવેમ્બરથી એપ્રિલની વચ્ચે ત્રાટકતું હોય છે.દુનિયાના હવામાન વિભાગ દુનિયામાં આવતા વાવાઝોડાંના નામની યાદી બનાવે છે.જે દેશો હરિકૅન, ટાયફૂન કે ચક્રવાતથી પ્રભાવિત હોય છે તેઓ નામનાં સૂચનોની યાદી ગ્લાબલ મૅટ આૅથારિટીને મોકલે છે.ભારતીય હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિકે જણાવ્યું હતું, આપણા વિસ્તારમાં આવતા ૮ દેશો કે જે બંગાળની ખાડી અને અરેબિયન સમુદ્રની હદમાં આવે છે તેમણે ૨૦૦૦ની સાલમાં યાદી મોકલી આપી હતી.એ યાદીમાંથી ૫૦% વાવાઝોડાંનાં નામ હવે જૂનાં થઈ ગયાં છે.આ વિસ્તારોમાં જે નામો પર સહમતી બની હતી તેમાં એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું હતું કે કોઈ પણ દેશની ધાર્મિક ભાવના દુભાય નહીં.સમુદ્રના ગરમ પાણીથી ગરમ થયેલી હવા ઉપર ઊઠે છે.હવે આ જ હવા ફરીથી ઠંડી પડીને નીચે તરફ આવતી હોય ત્યારે નીચેથી પહેલાંથી જ ગરમ થયેલી હવા બાજુમાં ધકેલી દે છે.આ પ્રક્રિયા હવાની ગતિ વધારી દે છે. આવી Âસ્થતિમાં દરિયામાં મોજાં પણ ઊંચે સુધી ઊછળે છે.આ જ મોજાં દરિયા ઉપરાંત શહેરો અને ગામડાંમાં તબાહી સર્જતા હોય છે.જમીન પર ભારે ઝડપથી ફૂંકાતા પવનો પણ નુકસાન સર્જતા હોય છે.વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સમુદ્રના પાણીનું તાપમાન વધી રÌšં છે અને તેને કારણે ભવિષ્યમાં હરિકૅનનું જાખમ વધી ગયું છે.વાવાઝોડાં અનેક વખત ભયંકર સ્વરૂપ લઈ લેતાં હોય છે. દુનિયાના વિવિધ વિસ્તારોમાં વાવાઝોડાંથી મોટા પ્રમાણમાં લોકોએ જીવ ગુમાવ્યા છે.સ્કાય મેટના અહેવાલ પ્રમાણે દુનિયામાં હાલ સુધીમાં પાંચ મોટા ચક્રવાત આવ્યા છે. જેમાં લાખોની સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યાં છે.
આમાં, કોલકાતામાં ૧૧ આૅક્ટોબર, ૧૭૩૭ના રોજ આવેલું વાવાઝોડું સૌથી ઘાતક માનવામાં આવે છે. આ વાવાઝોડામાં ત્રણથી સાડા ત્રણ લાખ લોકોએ જીવ ગુમાવ્યાં હતાં.બીજુ વાવાઝોડું બાર્બડોસ અને તેની આસપાસ માર્ટિનિક, સેન્ટ લૂસિયા અને પછી પાર્ટો રિકો અને ડામિનિકનમાં વર્ષ ૧૭૮૦માં ૯ આૅક્ટોબરની આસપાસ ત્રાટક્્યું હતું.બાર્બડોસમાં આ દરમિયાન ૨૨ હજારથી ૨૭ હજાર લોકોએ જીવ ગુમાવ્યાં હતાં.વિયતનામના હાઇફોંગ શહેરમાં નવેમ્બર ૧૯૭૦માં ચક્રવાત ત્રાટક્્યો હતો. આના કારણે કિનારાના વિસ્તારોમાં રહેતાં ૩ લાખ સ્થાનિક લોકો મૃત્યુ પામ્યાં હતાં.આ વાવાઝોડાં પછી બિમારી અને ભૂખમરાના કારણે પણ મૃત્યુ પામેલા લોકોનાં સમાચાર સામે આવ્યા હતા.બાંગ્લાદેશમાં આવેલાં ગ્રેડ ભોલા વાવાઝોડાં દરમિયાન પવનની ગતિ ૨૨૦ કિમી પ્રતિ કલાકથી પણ વધારે હતી.આ વાવાઝોડાંએ ઓછામાં ઓછા ૩ લાખ લોકોનાં જીવ લીધા હતા. જાકે, વિવિધ અનુમાન પ્રમાણે મૃતકોની સંખ્યા લગભગ ૫ લાખ જેટલી જણાવે છે.આ બાંગ્લાદેશમાં ઉષ્ણ કટિબંધીય વિસ્તારમાં આવેલું વાવાઝોડું હતું અને સૌથી ઘાતક પ્રાકૃતિક આપત્તિમાંથી એક હતું.૨૦૦૮માં એશિયામાં ત્રાટકનારુ સૌથી ઘાતક વાવાઝોડું નરગીસ હતું.નરગીસ વાવાઝોડું ભારત,
આભાર – નિહારીકા રવિયા થાઇલેન્ડ, મ્યાનમાર, શ્રીલંકા, લાઓસ, બાંગ્લોદેશ અને અન્ય વિસ્તારમાં ટકરાયું હતું.આમાં અધિકૃત રીતે ૧,૪૦,૦૦૦ લોકો મૃત્યુ પામ્યાં તેમ કહેવાયુ પરંતુ વાસ્તવિક સંખ્યા તેનાથી ઘણી વધારે હતી.દુનિયામાં અનેક મોટાં વાવાઝોડાં આવ્યા છે. જેમાં લાખોની સંખ્યામાં લોકોનાં મૃત્યુ થયાં છે.ગુજરાત અગાઉ પણ પ્રચંડ વાવાઝોડાંનું સાક્ષી રÌšં છે. જેમાં સ્વાભાવિક જ ૧૯૯૮નું કંડલાનું વિનાશક વાવાઝોડું યાદ આવી જાય.
મોબાઇલ ફોન, ગૂગલ અને ટેલિવિઝન ચેનલો પૂર્વેની એ દુનિયા હતી. મોબાઇલ ફોન આમ તો ૧૯૯૫માં ભારતમાં શરૂ થઈ ગયા હતા, પણ ગણ્યાગાંઠ્યા લોકો પાસે હતા. બાકી લોકો માટે સંપર્કનું એકમાત્ર સાધન બીએસએનએલના લૅન્ડલાઇન ફોન.
ગૂગલ શોધાવાને હજી ત્રણ મહિનાની વાર હતી અને ૨૪ કલાકની ન્યૂઝચેનલોને આવવાને અઢી વરસની. ન્યૂઝને નામે માત્ર આકાશવાણી, દૂરદર્શન હતાં. દૂરદર્શન પર રાત્રે અડધો કલાકના પ્રાઇવેટ ન્યૂઝના કાર્યક્રમો હિન્દીમાં ‘આજતક’ અને અંગ્રેજીમાં ‘ધ ન્યૂઝ ટૂ નાઈટ’ આવતા.૧૯૯૮ની એ ભયાનક પ્રાકૃતિક હોનારતને વાવાઝોડું કહેવું એક પ્રકારે અલ્પોÂક્ત છે.હકીકતમાં, એ આપણે જાયેલી પહેલી સુનામી હતી. કલાકના ૧૯૫ કિલોમિટરની ઝડપે ફૂંકાયેલો પવન પોતાની સાથે આખા અરબી સમુદ્રને લઈને કચ્છના નાનકડા કંડલા પર ત્રાટક્્યો હતો.સ્વાભાવિક પણે એનો પહેલો શિકાર બંદર અને ત્યાં ઊભેલાં જહાજ બન્યાં. વાવાઝોડાએ બંદરને સામાન સહિત ઉડાડી દીધું.બંદર પરના હજારો ટનના રાક્ષસી લોખંડી ક્રેન સામાન્ય જંગલી વેલની જેમ પવનના જાર સામે ૧૮૦ ડિગ્રી વાંકા વળી ગયા.જંગી જહાજાને વાવાઝોડું – તોફાની બાળકો રમકડાં ફંગોળે એમ – દરિયામાંથી ફંગોળીને જમીન પર ઢસડી ગયું.નજીકમાં ઇÂન્ડયન આૅઇલની લાખો લિટરની ઊંચી વિશાળકાય ટાંકીઓ પણ એ વાવાઝોડામાં દૂર-દૂર સુધી ફેંકાઈ ગઈ.જાકે, આ તો માત્ર માલસામાનનું જ નુકસાન હતું. જાનનું નુકસાન તો ભલભલા પથ્થરહૃદય માનવીને પીગળાવી દે એવું હતું.વાવાઝોડા સાથે આવેલાં દરિયાનાં ઊંચી દીવાલ જેવાં મોજાં આખા કંડલામાં ફરી વળ્યાં અને પાછાં ફરતી વખતે એ મોજાં કાચીપાકી કાલોનીઓ સહિત એમાં રહેતા ૧૦,૦૦૦થી વધુ મજૂર સ્ત્રી-પુરુષ અને બાળકોને પોતાની સાથે હંમેશ માટે દરિયાઈ મોતની આગોશમાં તાણી ગયાં.એ કમનસીબોને ગુજરાત સરકાર, પાર્ટ ટ્રસ્ટ કે એમના કાન્ટ્રેક્ટરો તરફથી વાવાઝોડાની કોઈ જ આગોતરી સૂચના નહોતી મળી કે નહોતી થઈ એમને સુરક્ષિત સ્થળે ખસેડવાની કોઈ વ્યવસ્થા.સુનામીનાં પવન અને પાણી ઓસર્યાં પછી કંડલાના રસ્તા અને શેરીઓમાં ચારે કોર મૃતદેહો જ મૃતદેહો હતા. રસ્તા પર જ નહીં વીજળીના બચી ગયેલા થાંભલા અને તારો પર પણ મરેલાં પશુઓ ફસાયેલાં દેખાતાં હતાં.
જાનહાનિનો ૧,૦૦૦નો જે સરકારી આંકડો આવ્યો એ તો રસ્તા પરથી મળેલા મૃતદેહોનો છે. દરિયો જેને તાણી ગયો એ બાકીના હજારો માણસોનો તો કોઈ હિસાબ આજ સુધી નથી થયો, કારણ કે એ કાન્ટ્રેક્ટરો દ્વારા અન્ય રાજ્યોમાંથી લવાતા ગરીબ મજૂરોની ગેરકાયદે વસ્તીઓ હતી. જેની કાગળ પર કોઈ નોંધ જ નહોતી.આપણે જાણીએ છીએ કે અરબ સાગર ભારત, યમન અને ઓમાન વચ્ચે Âસ્થત છે અને છેલ્લા ચાર વર્ષમાં ત્રણ વાવાઝોડાં નિલોફર, ચપાલા અને મેઘ આ વિસ્તારોમાં ત્રાટક્્યા હતા. ભારતના સદનસીબે મોટાભાગના વાવાઝોડા ઓમાન અને યમન તરફ વળી ગયા હતા. જાકે આ બંને દેશોમાં આ વાવાઝોડાંઓને લીધે ભારે પૂરની પરિÂસ્થતિ ઉભી થઇ ગઈ હતી. ચપાલા અને મેઘ બંનેએ યમનમાં જ લેન્ડફોલ કર્યો હતો અને લગભગ ૨૬ વ્યÂક્તઓના તેનાથી મૃત્યુ થયા હતા અને હજારો બેઘર પણ થયા હતા.વૈજ્ઞાનિકોના કહેવા અનુસાર સામાન્યતઃ આ પ્રકારના વાવાઝોડાં મોનસૂન શરુ થવાના સહેજ અગાઉ આવવા જાઈએ પરંતુ તાજા રેકોર્ડ એમ દર્શાવે છે કે આ પ્રકારના વાવાઝોડાં હવે મોનસૂન પૂરું થયા બાદ એટલેકે નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં ઉભા થઇ રહ્યા છે.ન્યૂજર્સીની પ્રિન્સટન યુનિવર્સીટીના પ્રોફેસર હિરોયુકી મુરાકામીઅને તેમની ટીમે હાલના ડેટાને ૧૮૬૦ના ડેટા સાથે મેચ કર્યો હતો. તેમના કહેવા અનુસાર તે સમયે કાર્બન ફૂટપ્રિન્ટ અતિશય ઓછી હતી અને આથી એમ કહી શકાય કે અરબ સાગરમાં આવી રહેલા વાવાઝોડાં પાછળ ક્લાઈમેટ ચેન્જ સિવાય અન્ય કોઈને દોષ દઈ શકાય તેમ નથી. નેશનલ ઓશિયાનીક એન્ડ એટ્‌મોસ્ફીયર એડમિનિસ્ટ્રેશનના જેમ્સ કોસ્સીન કહે છે કે અરબ સાગરમાં આવતા તોફાનો અને તેમની વધી રહેલી સંખ્યા ખરેખર ચિંતાજનક છે કારણકે તેના તમામ કાંઠાઓ પર મોટી સંખ્યામાં લોકો રહે છે.ઇઝરાયેલ અને અન્ય સ્થાનોએ પણ આ અંગે વિશેષ સંશોધનો થઇ રહ્યા છે અને તેમના કહેવા અનુસાર એટલાન્ટીક અને પેસિફિક મહાસમુદ્રોમાં પણ આ પ્રકારે બદલાવ જાવા મળી રહ્યા છે જે વાવાઝોડાં લાવવા માટે સક્ષમ છે. આ પ્રકારના વાવાઝોડાં સામાન્ય વરસાદથી ભારે પવનો સાથેના તેમજ વીજળીના કડાકા સાથેના વરસાદ લાવતા હોય છે.આ વૈજ્ઞાનિકોએ કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચેના વિસ્તારોનો ખાસ અભ્યાસ કર્યો હતો
આભાર – નિહારીકા રવિયા અને જાણ્યું હતું કે આ પ્રકારના વાવાઝોડાંની સંખ્યા માત્ર વધી જ નથી રહી પરંતુ તેઓ પોતાનો વિસ્તાર પણ આશ્ચર્યજનકરીતે વધારી રહ્યા છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે અરબ સાગરમાં હાલ જે વાવાઝોડાં આવી રહ્યા છે તેવા જ વાવાઝોડાં બહુ જલ્દીથી અમેરિકાના પશ્ચિમી કિનારે આવી શકે છે અને યુકેમાં તે અતિભારે વરસાદ પણ લાવી શકે છે.