the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ઓફ રોડ બાઈકિંગ માટે અંબોડ બન્યુ બેસ્ટ પ્લેસ

ઓફ રોડ બાઈક રાઈડનો રોમાંચ ફીલ કરવા ઈચ્છતા અમદાવાદી બાઈકર્સ માટે હવે શહેરથી 50 કિ.મીના અંતરે આવેલું ‘અંબોડ’ગામ બેસ્ટ પ્લેસ બનીને સામે આવી રહ્યું છે. ગઈકાલે શહેરના કર્ણાવતી બાઈકર્સ દ્વારા અમદાવાદ ટુ અંબોડની એડવેન્ચર્સ વન ડે રાઈડનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં 20થી વધારે ઓફ રોડ પર ચલાવી શકાય તેવા બાઈક સાથે રાઈડર્સે નદીની કોતરોમાં બાઈક ચલાવ્યા હતા.

શા માટે ઓફ રોડ માટે ‘અંબોડ બેસ્ટ પ્લેસ’

પ્રોફેશનલ રાઈડર હર્ષિલે કહ્યું કે, ‘અમદાવાદની આજુ બાજુમાં ઓફ રોડ બાઈકિંગ માટે સ્થળ નથી. આથી શહેરથી 50 કિ.મી દૂરના અંબોડ ગામની નદીના કોતરમાં હવે લોકો ઓફ રોડ રાઈડિંગનો રોમાંચ ફીલ કરવા જઈ રહ્યાં છે. આ સ્થળ રાઈડર્સને ગમે છે કારણ કે અહિંયા નદીનો પટ, કોતર અને ખાડા-ટેકરાવાળો ઓફ રોડ સાથે મળી જાય છે. આ સ્થળ શહેરથી માત્ર 50 કિ.મી જ હોવાથી રાઈડર્સ વધારે પસંદ કરે છે.

ગુજરાતમાં નથી ઓફ રોડ ટ્રેક

એટીવી કોમ્પિટિશન હોય કે ઓફ રોડ બાઈકિંગ અમદાવાદ કે ગુજરાતમાં આ પ્રકારની રાઈડ માટે ઓફ રોડ ટ્રેક નથી.આથી રાઈડર્સ નદીની ભેખડમાં રાઈડ કરે છે. પરંતુ આ સ્થળે ભેખડ ધસી પડવાની કે બાઈક સ્લિપ થવાની શક્યતાઓ વધારે હોય છે. જેથી રાઈડિંગ ક્લબ મેમ્બર્સ શહેરમાં સૌપ્રથમ ઓફ રોડ ટ્રેક બને તેવી માંગ કરી રહ્યાં છે.

ભેખડમાં બાઈક ચલાવવાના અનુભવ માટે રાઈડર્સ કરે છે અંબોડની રાઈડ

અંબોડ રાઈડિંગ માટે જનાર માટે એક્સપર્ટ ટિપ્સ

અંબોડમાં પંચર પડવાની શક્યતાઓ બમણી છે માટે સ્પેર વ્હિલ રાખો 

ફૂલ ટર્ન લઈ શકાય તે પ્રકારની બાઈક જ લઈને જાવ 

સ્પીડ કરતા બાઈકનું બેલેન્સ રહે તે પ્રકારે ચલાવો 

રાઈડિંગ ગિયર અને હેલ્મેટ ફરજીયાત પહેરો 

બાઈકના વ્હિલ એલાઇન્મેન્ટ ચેક કરીને જ ડ્રાઈવ કરો