the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ગાંગુલીએ કહ્યું- ધોનીને 7 નંબરે રમાડવો મોટી ભૂલ; સચિન કહ્યું, દર વખતે કોહલી-રોહિત જીત ન અપાવે

  • વર્લ્ડ કપમાં સેમીફાઈલમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે 18 રને હારીને બહાર થઈ ગઈ

  • સચિન તેંદુલકરે કહ્યું- પહેલીવાર આપણાં ટોપ-3 ખેલાડીઓ સારુ પ્રદર્શન ન કરી શક્યા

સ્પોર્ટ્સ ડેસ્ક: વર્લ્ડ કપના સેમીફાઈનલમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે 18 રને હારીને બહાર થઈ ગયું છે. મેચ પછી પૂર્વ કેપ્ટન સૌરભ ગાંગુલી અને સચિન તેંદુલકર સહિત ઘણાં દિગ્ગજોએ તેમનો મત જણાવ્યો છે. ગાંગુલીએ કહ્યું છે કે, જ્યારે ભારતે 5 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી ત્યારે ધોનીને બેટિંગ માટે મોકલવાની જરૂર હતી. તેને 7 નંબરે બેટિંગ કરવા મોકલવો મોટી ભૂલ છે. જ્યારે બીજી બાજુ સચિને કહ્યું છે કે, ટીમે વિરાટ કોહલી અને રોહિત શર્મા પર નિર્ભર ન રહેવું જોઈએ. દર વખતે આ બંને જ જીત ન અપાવી શકે.

ગાંગુલીએ કહ્યું કે, જાડેજા સારુ રમી શક્યા તેનું એક કારણ એવું પણ છે કે બીજા છેડે ધોની હતો. જો 3 વિકેટ પડ્યા પછી પંતની સાથે બીજા છેડે ધોની હોત તો આ પાર્ટનરશીપ ટીમને આગળ લઈ જાત. ધોની બીજા છેડેથી પંતની સમજાવ્યા કરતા. પંત અને પંડ્યા ઓલ્ડ ટ્રેફ્ડમાં હવાની દિશા વિરુદ્ધ શોટ મારીને આઉટ થયા હતા. જો ધોની હોત તો યુવા ખેલાડીઓને આવી નાની-નાની વાતો સમજાવી શકત. આ મેચમાં આપણે જાડેજાના મહત્વને પણ સમજવું જોઈએ. ટીમમાં ગમે તેટલા ચાઈનામેન અને લેગ સ્પિનર હોય પરંતુ રવિન્દ્ર જાડેજા વન-ડે ટીમનો હિસ્સો છે.

બીજા ખેલાડીઓએ પણ જવાબદારી લેવી જોઈએ- તેંદુલકર
સચિને કહ્યું- 240 રન ચેઝ ન કરી શકવું નિરાશા જનક છે. દર વખતે રોહિત અને કોહલી જ ટીમને જીતાડે તે જરૂરી નથી. બીજા ખેલાડીઓએ પણ જવાબદારી લેવી જોઈએ. પહેલીવાર આપણાં ટોપ-3 ખેલાડીઓ સારુ પ્રદર્શન ન કરી શક્યા. ન્યૂઝીલેન્ડ સામે ઋષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા સારુ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા છે. દર વખતે ધોની મેચ જીતાડે તે પણ શક્ય નથી. તેઓ ઘણી વાર ટીમને જીત અપાવે તેવું રમી ચૂક્યા છે.