the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

તમિળ ફિલ્મ પ્રોડ્યૂસર્સ કાઉન્સિલનો નિર્ણય, જે વધુ પડતો આકરો રિવ્યૂ કરશે, તે રિવ્યૂઅર પર પ્રતિબંધ મૂકાશે

હૈદરાબાદઃ હાલમાં જ તમિલ ફિલ્મ પ્રોડ્યૂસર્સ કાઉન્સિલ (TFPC)ની ચૂંટણી થઈ હતી. આ ચૂંટણી બાદ TFPCએ એક નિવેદન રિલીઝ કરીને કહ્યું હતું કે રિવ્યૂના નામ હેઠળ જે નેગેટિવ રિવ્યૂ કરશે અને ફિલ્મ્સ, એક્ટર્સ, ડિરેક્ટર્સ તથા પ્રોડ્યૂસર્સને લઈ આકરી ટીકા કરશે, તેમને તમિલ ફિલ્મને લગતી કોઈ પણ ઈવેન્ટમાં આમંત્રણ આપવામાં આવશે નહીં. આટલું જ નહીં જે આમ કરશે, તેની વિરૂદ્ધ કાનૂની પગલાં લેવામાં આવશે.

મીડિયામાં ટીકા થઈ
TFPCએ આ નિર્ણય કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહથી કરવામાં આવતા રિવ્યૂને રોકવા માટે તથા તેને કારણે ઈન્ડસ્ટ્રીઝમાં થતા વિવાદોને અટકાવવા માટે લીધો છે. જોકે, મીડિયામાં આની ઘણી જ આલોચના થઈ છે.

મોટી સમસ્યાઓ પર ધ્યાન આપો
તમિળના સિનેમા એક્સપ્રેસ નામના મેગેઝિને કહ્યું હતું, નવા નિયમોથી બિગ સ્ટાર્સને ઘણી જ ઓછી અસર પડશે, કારણ કે તેમની ફિલ્મ્સ પ્રમોશન વગર જ ચર્ચામાં આવે છે. જોકે, સ્મોલ બજેટની ફિલ્મ્સને મામલે તથા મીડિયાનું ધ્યાન આકર્ષિત કરવા માટે કેટલીક સાવધાની રાખવી પડશે. અમને બૅન કરીને તેમના પરિણામો પર અસર પડશે. જોકે, TFPCએ પહેલાં મોટી સમસ્યાઓ પર ધ્યાન આપવાની જરૂર છે.

કાઉન્સિલનું ચૂંટણી પરિણામ આવવાનું બાકી છે
તમિલ ફિલ્મ પ્રોડ્યૂસર્સ કાઉન્સિલની ચૂંટણીનું પરિણામ આવવાનું હજી બાકી છે. હાલમાં એક્ટર વિશાલ તેનો પ્રમુખ છે. ચૂંટણી પરિણામો બાદ નવા પ્રમુખ આવશે.