the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

દુનિયા વૃદ્ધ થઈ રહી છે, પહેલીવાર વૃદ્ધોની વસતી 5 વર્ષનાં બાળકોથી વધુ

  • અત્યાર સુધી 10 હજાર કરોડ લોકો પેદા થયા, જેમાંથી 6.9 ટકા વસતી જીવે છે 

  • વર્ષ 1800માં પહેલીવાર વસતી 100 કરોડે પહોંચી અને 1989માં 500 કરોડ 

  • દુનિયામાં સૌથી વધુ લોકો ભારતમાં જ જન્મ્યા છે

નવી દિલ્હી: દુનિયા ઝડપથી વૃદ્ધ થઈ રહી છે. યુએનના આંકડા પ્રમાણે, 65 વર્ષથી વધુ ઉંમરના લોકોની વસતી પાંચ વર્ષ સુધીના બાળકોથી વધુ થઈ ગઈ છે. 2050માં વૃદ્ધોની સંખ્યા બાળકોથી બે ગણી હશે. ત્યારે 210 કરોડ વૃદ્ધ હશે. બીજી એક વાત, 2027માં ભારત 145 કરોડની વસતી સાથે ચીનને પાછળ છોડી દેશે અને એવું પહેલીવાર થશે. 12 હજાર વર્ષમાંથી 6200 વર્ષ ભારતની વસતી દુનિયામાં સૌથી વધુ છે. વસ્તીની કાલ, આજ અને કાલનો નોલેજ રિપોર્ટ…

ગઇ કાલ: ચીન 259 વર્ષથી ભારતથી આગળ છે, આઠ વર્ષ પછી ભારત દુનિયામાં નં.1

હિસ્ટરી ડેટા બેઝ ઓફ ધ ગ્લોબલ એન્વાયર્મેન્ટ રિપોર્ટ પ્રમાણે, 12 હજાર વર્ષમાં દુનિયામાં જન્મેલા લોકોમાંથી 49.7% ભારત અને ચીનમાં પેદા થયા છે. ઈસ પૂર્વ 4440થી ઈસ 1760 સુધી ભારતની વસતી ચીનથી વધુ રહી, પછી ચીન ફરી આગળ થઈ ગયું. ઈસ પૂર્વ 10 હજાર વર્ષ પહેલા સુધી સૌથી વધુ વસતી મેક્સિકોમાં હતી. ઈસ. પૂર્વ 5050માં ચીનની વસતી મેક્સિકોથી વધુ થઈ ગઈ.

આજની વાત: દુનિયાનો દર 11મો શખસ વૃદ્ધ છે, 30 વર્ષમાં કિશોરોથી પણ વધુ હશે 65+ ઉંમરના લોકો

-2019માં દુનિયાની વસતી 770 કરોડ છે. તેમાં ચીન અને ભારતનો હિસ્સો ક્રમશ: 19% અને 18% છે. એટલે કે, 37% વસતી આ બે દેશમાં જ છે. હાલના દરથી 2050 સુધી ભારતની વસતી 27.3 કરોડ વધશે.
-હાલ દુનિયાનો દર 10મો શખસ વૃદ્ધ છે. 2050 સુધી દર છઠ્ઠો શખસ વૃદ્ધ હશે અને ત્યારે દુનિયામાં વૃદ્ધોની સંખ્યા કિશોરોથી વધુ હશે.

હાલ વસતી વધવાનો દર સૌથી ઓછો 1.1%, હાલ દુનિયામાં સૌથી ઓછાં બાળકો
-2050માં બાળકોથી બમણાં વૃદ્ધો હશે
-65+ ઉંમરના લોકોની વસતી વધવાનો દર
-પાંચ વર્ષ સુધીના બાળકોની વસતી વધવાનો દર

..અને ગુજરાત: રાજ્યની 50% વસતી સાત જિલ્લાઓમાં, બાકી 50% 26 જિલ્લાઓમાં

-રાજ્યમાં ગ્રામીણ વસતી 3.47 કરોડ (57.4%), શહેરોમાં 2.57 કરોડ (42.6%)
-છેલ્લા દસકામાં ગ્રામીણ વસતીમાં 29.54 લાખ, શહેરીમાં 68.15 લાખનો વધારો
-1961માં ગ્રામીણ વસતી 1.53 કરોડ હતી જ્યારે શહેરી વસતી 53 લાખ હતી.
-રાજ્યોમાં ગુજરાતનો વસતીની દ્રષ્ટિએ 10મો, વસતી ગીચતામાં 14મો ક્રમ
-કુલ વસતીમાંથી 29 % વસતી અમદાવાદ, સુરત અને વડોદરા જિલ્લાઓમાં
-50% અમદાવાદ, સુરત, વડોદરા,રાજકોટ, બનાસકાંઠા,ભાવનગર,જૂનાગઢ જિલ્લામાં.
-ગુજરાતમાં દેશની કુલ વસતીના 4.99% વસતી
-દેશના 17.7%ના દાયકાના વસતી વૃદ્ધિદરની સામે ગુજરાતનો દર 19.3%
-1000 પુરુષો સામે સ્ત્રીઓની સંખ્યા 919