the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

પંજાબ મહિલા આયોગના વડાએ કહ્યું, યો યો હની સિંહ વિરુદ્ધ ફરિયાદ કર્યા બાદ ધમકીના કોલ આવી રહ્યા છે, લોકો અપશબ્દો કહી રહ્યા છે

  • ‘મખના’ સોન્ગમાં વલ્ગર લિરિક્સ યુઝ કરવા બદલ પંજાબ પોલીસે હની સિંહ અને મ્યુઝિક પ્રોડ્યૂસર ભૂષણ કુમાર વિરુદ્ધ કેસ દાખલ કર્યો 

બોલિવૂડ ડેસ્ક: રેપર યો યો હની સિંહ વિરુદ્ધ વલ્ગર લિરિક્સ યુઝ કરવા બદલ કેસ થયો છે. ‘મખના’ સોન્ગમાં ‘મેં હું વુમનાઇઝર’ અને ‘સિલિકોનવાલી લડકિયોં કો મેં પકડતા નહીં’ જેવા વલ્ગર શબ્દો વાપરવા બદલ પંજાબ વુમન સ્ટેટ કમિશનના ચેરપર્સન મનીષા ગુલાટીએ સિંગર અને મ્યુઝિક કંપની ‘ટી સિરીઝ’ વિરુદ્ધ સ્ટેટ હોમ સેક્રેટરી, પંજાબ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ એન્ડ ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ (ક્રાઇમ)ને ફરિયાદ કરીને કડક પગલાં લેવા જણાવ્યું હતું. ત્યારબાદ મોહાલીમાં પંજાબ પોલીસે વિવિધ કલમો હેઠળ રેપર હની સિંહ અને મ્યુઝિક પ્રોડ્યૂસર ભૂષણ કુમાર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. મનીષા ગુલાટીએ કહ્યું કે, ‘હની સિંહ વિરુદ્ધ ફરિયાદ કર્યા બાદ મને ધમકી ભરેલા કોલ્સ આવી રહ્યા છે અને મારાં સોશિયલ મીડિયા પર લોકો મને અપશબ્દો બોલી રહ્યાં છે.’ વધુમાં તેણે ઉમેર્યું કે, ‘લોકો મને મારાં ટ્વિટર હેન્ડલ પર અબ્યુસિવ મેસેજ મોકલી રહ્યાં છે પણ હું કોઈથી ડરવાની નથી. આવી બાબતો પર હું મારો અવાજ ઉઠાવતી રહીશ.’

મનીષાએ પોતાની વાત પર ભાર આપ્યો કે, ‘મેં પોલીસને ખાસ વિનંતી કરી છે કે હની સિંહને બને એટલી ઝડપથી અરેસ્ટ કરવામાં આવે. આનાથી હની સિંહ જેવા સિંગરને શીખ મળશે જે મહિલાઓ માટે આવા આપત્તીજનક શબ્દો વાપરે છે.’ તેણે એવું પણ જણાવ્યું કે હવેથી મહિલા આયોગ બીજા સિંગર પર પણ નજર રાખશે જેથી સોન્ગમાં આવા અશ્લીલ શબ્દોનો ઉપયોગ ન થાય. પોતાનો ગુસ્સો અને નારાજગી વ્યક્ત કરતાં મનીષાએ ઉમેર્યું કે, ‘જો હની સિંહ બેલ માટે અરજી કરશે તો અમે તેનો પણ વિરોધ કરશું.’ પોતાની વાતને વધુ ગંભીરતાથી લેવાય તે માટે મહિલા આયોગ પંજબના મુખ્યમંત્રીને વિનંતી કરવાના છે કે, રાજ્યનું એક અલગથી સેન્સર બોર્ડ હોવું જોઈએ જે આવા વલ્ગર સોન્ગ પર નજર રાખે અને તેને ચેક કરે.

આ કલમોના આધારે કેસ દાખલ થયો 
આઇપીસીની કલમ 294 (અશ્લીલ ગીત અને કાર્ય માટે સજા), 509 (મહિલાની નમ્રતાને અપમાન કરવા માટે હેતુપૂર્વક વાપરેલ શબ્દો, સંકેત અથવા કાર્ય માટે સજા) અંતર્ગત કેસ દાખલ થયો છે. આ ઉપરાંત ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000ની કલમ 67 (ઇલેક્ટ્રોનિક ફોર્મમાં અશ્લીલ મટિરિયલ પબ્લિશ કરવા અથવા ટ્રાંસમિટ કરવા બદલ સજા) અંતર્ગત અને ઇન્ડીસેન્ટ રેપ્રેઝન્ટેશન ઓફ વિમેન (પ્રોહિબિશન) એક્ટ, 1986ના આ કેસમાં લાગૂ પડતી કલમ અંતર્ગત કેસ દાખલ કરાયો છે.