the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

સુપર 30ના સ્થાપક આનંદ કુમારને બ્રેન ટ્યૂમર, ઈન્ટરવ્યૂમાં પહેલી જ વાર ખુલાસો કર્યો

મુંબઈઃ બોલિવૂડ એક્ટર રીતિક રોશનની ફિલ્મ ‘સુપર 30’ 12 જુલાઈના રોજ રિલીઝ થઈ રહી છે. રીતિક રોશન ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ આનંદ કુમાર પર આધારિત છે. હાલમાં જ આનંદ કુમારે ચોંકવનારો ખુલાસો કરતાં કહ્યું હતું કે તે અકૂસ્ટિક ન્યૂરોમા બ્રેન ટ્યૂમરથી પીડિત છે.

શું કહ્યું ઈન્ટરવ્યૂમાં?

1. નાની ઉંમરમાં કેમ બાયોપિકની હા પાડી?

આનંદ કુમારને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે તેમણે આટલી નાની ઉંમરમાં બાયોપિક માટે હા કેમ પાડી? તો તેમણે જવાબ આપ્યો હતો કે આ ઈચ્છા ફિલ્મના રાઈટર તથા પ્રોડ્યૂસરની હતી. તેઓ ઈચ્છતા હતાં કે તે જલ્દીથી પરવાનગી આપે. જિંદગી તથા મોતનો કોઈ ભરોસો નથી. જ્યાં સુધી તે જીવિત છે, ત્યાં સુધીમાં બાયોપિક બની જાય તે સૌથી સારું છે.

2. 2014માં બીમારીનો ખુલાસો થયો હતો

આનંદ કુમારે કહ્યું હતું કે 2014માં જમણાં કાનમાં તેને કંઈ જ સંભળાતું નહોતું. તેની શ્રવણશક્તિ 80-90 ટકા જેટલી ઘટી ગઈ હતી. પટનામાં ઈએનટી સ્પેશિયાલિસ્ટ પાસે સારવાર કરાવી હતી. જોકે, તેનાથી કોઈ ફેર પડ્યો નહીં. ત્યારબાદ તેણે દિલ્હીમાં સારવાર કરાવી. અહીંયા કેટલાંક ટેસ્ટ કર્યાં બાદ નિદાન કરવામાં આવ્યું કે તેના જમણાં કાનમાંથી જે નસ મગજમાં જાય છે, તેમાં ટ્યૂમર થયું છે. જો તે ઓપરેશન કરાવે છે, તે તો ઘણું જ જટિલ છે. ઓપરેશન દરમિયાન તેની આંખોને પણ નુકસાન થઈ શકે છે. આથી જ ઓપરેશન શક્ય નથી. જોકે, આનંદ દર છ મહિને ડોક્ટર્સ પાસે તપાસ કરાવે છે.

3. 2014ની બેન્ચના વિદ્યાર્થીઓને ખબર હતી

આનંદે વધુમાં કહ્યું હતું કે 2014ની સુપર 30 બેન્ચના વિદ્યાર્થીઓને તેને બ્રેન ટ્યૂમર છે, તે વાતની માહિતી હતી. આનંદે બીમારીને લઈને કહ્યું હતું કે તેને સતત દુખાવો થાય છે.