the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

હાથનાં કર્યા હૈયે વાગ્યા

કોંગ્રેસના લગભગ તમામ નેતાઓ પરાજયને પોતાનું અપમાન માને છે, જે દર્શાવે છે કે કોંગ્રેસમાં હવે રાજવિદ્યાની પુખ્તતા નામશેષ થઈ છે. જા કોંગ્રેસને કામ જ કરવું હોય તો દેશમાં ઠેર ટેર અઢળક કામો છે. શું સત્તામાં હોવું એને જ કોંગ્રેસ કામ માને છે? ભાજપ જેવું નહિ તોય કોંગ્રેસ પાસે રાષ્ટÙવ્યાપી કાર્યકરોનું એક ચોક્કસ સ્તરનું માળખું તો છે જ.દેશના રાજકારણમાં એ પ્રણાલિકા હવે બહુ આગળ વધી ગઈ છે કે અમે સત્તામાં હોઈએ તો જ કામ કરીએ. રાજકારણ તો અહર્નિશ પ્રજાની સેવા કરતા રહેવાનું ક્ષેત્ર છે, એમાં ક્્યારેક સત્તા હોય અને ન પણ હોય, કોંગ્રેસમાં રાહુલ ગાંધીએ છંછેડેલી રાજીનામાની આંતરિક ઝુંબેશ બીજી રીતે એ વાતને પણ પ્રતિધ્વનિત કરે છે કે જા સત્તા મળવાની જ ન હોય તો જવાબદારીઓનું વહન શા માટે કરવું? રાહુલ ગાંધી જ્યારે અધ્યક્ષ બન્યા ત્યારે તેમની વાતો પરથી દેશના લોકો એમ સમજતા હતા કે કોંગ્રેસમાં નવી પેઢીને હવે વધારે આગળના પગથિયાઓ પર પગ મૂકવાની તક મળશે.પરંતુ રાહુલે કેટલાક રાજ્યોમાં પોતાના દાયકા જુના જીહજુરોને જ પ્રમોટ કર્યા! ભાજપ દર વરસે સદસ્યતા નોંધણી કે અન્ય બહાને જે રીતે નવા પાણી પક્ષમાં દાખલ કરે છે એવી કોઈ પદ્ધતિ રાહુલે અપનાવી નહિ. વધારામાં તેમણે વારંવાર એવા દૃષ્ટાન્તો પૂરા પાડયા કે જ્યાં નવયુવાન અને બુઝુર્ગની વચ્ચે ફેંસલો લેવાનો હોય ત્યાં કોંગ્રેસ વૃદ્ધજનો સાથે જ રહી.રાહુલ ગાંધીએ કોંગ્રેસમાં યૌવનનો જે તરવરાટ હતો એને પોતાના અનેક ખોટા નિર્ણયોથી ગ્રાઉન્ડેડ કરી દીધો, જેથી કોઈ પાંખ ફફડાવી ન શકે, આજે પરિÂસ્થતિ એ આવી કે પાયલોટપુત્ર ખુદ પણ ગ્રાઉન્ડેડ થઈ ગયા. કોંગ્રેસની પાંખો હરીફ પક્ષ તરીકે ભાજપે કાપી છે એનાથી તો ક્્યાંય વધુ કોંગ્રેસની ભૂલભરેલી નીતિઓએ પોતે જ વધુ નુકસાન નોતર્યું છે. રાહુલે માત્ર કહેવા ખાતર જ નવી-જૂની પેઢી વચ્ચે સંતુલન સાધવાની કોશિશ કરી, વાસ્તવમાં તેમણે યુવાનીનું મહોરું ધારણ કરીને સદાય ઘરડાઓના ગાડામાં જ વિહાર કર્યો છે. મહાગઠબંધન રચવાના દાવાઓથી ભારતની દસેય દિશાઓ ગાજતી હતી તો પછી એનું શું થયું? ચૂંટણી પહેલાં જ એ વિચારધારાનો વિનાશ થયો અને એનું કારણ માત્ર કોંગ્રેસનો અહંકાર! બે નવા અને એક જૂનાં- એમ ત્રણ રાજ્યોમાં સત્તા મળી એટલે મહાગઠબંધનના સંભવિત તમામ સાથીઓને કોંગ્રેસે તુચ્છ માની લીધા. કંઈ આપવું જ ન હતું, બધું લઈ લેવું હતું અને એટલે જ કોંગ્રેસે ચૂંટણી પહેલા જ લગભગ બધુ ગુમાવ્યું હતું જેનું દસ્તાવેજીકરણ પરિણામોએ કરી આપ્યું.ભાજપનો ક્રમિક વિકાસ અને કોંગ્રેસના તબક્કાવારના પતનમાંથી દેશની પ્રજાએ ઘણું શીખવાનું છે. ભાજપમાં બધા સજ્જનો નથી અને કોંગ્રેસમાં બધા દુર્જનો નથી છતાં એકનું ઉત્થાન અને બીજાનું પતન નજર સામે જ છે! કોંગ્રેસના પતનના આ દિવસોમાં જૂના દિગ્ગજા કેવા ચૂપ બેઠા છે! એ તમામ લોકો કે જેમનો કોંગ્રેસ સંગઠનમાં ઉચ્ચ કે સર્વોચ્ચ પદ માટે યોગ્યતાજન્ય અધિકાર હતો, તેઓ કદાચ મનોમન આ પતનથી રાજી છે.કોંગ્રેસમાં આજકાલ જે આંતરિક અસમંજસ પ્રવર્તે છે એનું પ્રમુખ કારણ તો એની ક્ષીણ થતી જતી વૈચારિક ક્ષમતા છે જેણે સૌથી જુના પક્ષનાં હાલહવાલ કર્યા છે.