the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

કોંગ્રેસની કમાન ફરી સોનિયા સંભાળશે

સોનિયા ગાંધીને કોંગ્રેસના નેતાઓએ ફરી એક વખત પક્ષની કમાન સોંપી દીધી છે. ૭૨ દિવસ એટલે કે લગભગ દોઢ મહિનાના ઉહાપોહ બાદ ગાંધી પરિવારમાંથી જ પાર્ટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે. રાહુલ ગાંધીના ઈન્કાર બાદ સોનિયા ગાંધીને કોંગ્રેસના ઈન્ટરિમ અધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે. સોનિયા ગાંધી સૌથી વધુ વખત કોંગ્રેસના અધ્યક્ષ પદ પર રહેવાનો રેકોર્ડ ધરાવે છે.૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં રાહુલની અધ્યક્ષતામાં કોંગ્રેસને કારમી હાર મળી. જાકે સોનિયા ગાંધી યુપીના રાયબરેલીથી લોકસભામાં પોતાની દેવાદરી રજૂ કરે છે. સોનિયા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ પદે સૌથી લાંબો સમય રહેવાનો રેકોર્ડ ધરાવે છે. તેઓએ વર્ષ ૧૯૯૮માં કોંગ્રેસના અધ્યક્ષ પદની જવાબદારી સંભાળી હતી જે ૨૦૧૭ સુધી કાયમ રાખી હતી. સોનિયા પહેલાં એવા વિદેશી મહિલા છે જેઓએ ભારતીય રાજકારણને આત્મસાત કરી લીધું છે. પૂર્વ પીએમ રાજીવ ગાંધીના નિધન બાદ સોનિયા પૂર્ણ રીતે રાજકારણ સક્રિય થઈ ગયા. સોનિયાની આગેવાનીમાં જ કોંગ્રેસે બે વખત સત્તાનો સ્વાદ ચાખ્યો હતો.રાજીવ ગાંધીએ સોનિયાને પહેલી વખત એક રેસ્ટોરન્ટમાં જાયા હતા, તે સમયે રાજીવ કેÂમ્બ્રજ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા. પહેલી નજરે જ રાજીવને સોનિયા સાથે પ્રેમ થઈ ગયો હતો પરંતુ સોનિયાના પિતા ઈચ્છતા ન હતા કે આ લગ્ન થાય કેમકે રાજીવ ભારતના વડાપ્રધાન ઈÂન્દરા ગાંધીના પુત્ર હતા. પરંતુ ૧૯૬૮માં આ લગ્ન થયા અને ૧૯૮૩માં સોનિયાએ ભારતની નાગરિકતા સ્વીકારી લીધી હતી.સોનિયાનો જન્મ ૯ ડિસેમ્બર, ૧૯૪૬નાં રોજ ઈટાલીના વિસેન્જાથી થોડે દૂર લુસિયાના ગામમાં થયો હતો. તેમના પિતા એક ફાસિસ્ટ સિપાહી હતા. સોનિયાનું નાનપણ ઈટાલીથી થોડે દૂર આવેલા ઓર્બસાનોમાં વીત્યું હતું. જે બાદ તેઓ ઈંગ્લેન્ડ જતા રહ્યાં અને કેÂમ્બ્રજ યુનિવર્સિટીમાંથી ઈંÂગ્લશ લેંગવેજનો અભ્યાસ શરૂ કરી દીધો. કેÂમ્બ્રજમાં જ તેઓની મુલાકાત ભારતના પૂર્વ પીએમ રાજીવ ગાંધી સાથે થઈ હતી જે બાદ તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો અને તે લગ્નમાં પરિણમ્યો.સોનિયા રાજકારણમાં આવવા માગતા ન હતા પરંતુ આત્મઘાતી હુમલામાં રાજીવ ગાંધીની હત્યા બાદ કોંગ્રેસના સીનિયર નેતાઓએ સોનિયાને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની જાહેરાત કરી. તે સમયે સોનિયા પતિ ગુમાવવાના સદમામાં હતા અને તેઓએ અધ્યક્ષ પદ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો. સોનિયાએ કÌšં હતું કે તેઓ પોતાના બાળકોને ભીખ માગતા જાઈ શકશે પરંતુ રાજકારણમાં પ્રવેશ નહીં કરે. જા કે સોનિયાને રાજકારણમાં ઉતરવું પડ્યું જે અંગે તેઓએ કÌšં હતું કે તે રાજકારણમાં એટલે આવ્યાં કેમકે કોંગ્રેસ મુશ્કેલીમાં હતી, જા તે પોલિટિક્સમાં ન આવી હોત તો લોકો તેને કાયર ગણાવત.સોનિયાએ પહેલી ચૂંટણી ૧૯૯૯માં જીતી હતી. તેઓ પહેલી વખત યુપીની અમેઠી સીટથી સાંસદ બન્યા હતા. સોનિયા લોકસભામાં વિપક્ષના નેતા પણ રહ્યાં છે. ૨૦૦૪ની લોકસભા ચૂંટણીમાં સોનિયા રાયબરેલીથી સાંસદ બન્યાં અને કોંગ્રેસને જારદાર જીત અપાવી. ૨૦૦૯ અને ૨૦૧૪માં સોનિયાએ રાયબરેલીથી સાંસદ બન્યા હતા.કોંગ્રેસના નવા અધ્યક્ષને લઈ શનિવારે મોડી રાત સુધી ચાલેલ કોંગ્રેસ વ‹કગ કમિટીની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠકમાં નવા અધ્યક્ષના નામ પર સહમતિ ન બની શકી. કોંગ્રેસ મુખ્યાલયમાં ચાલેલ મેરેથોન બેઠક બાદ આખરે સોનિયા ગાંધીને પાર્ટીના કામચલાઉ અધ્યક્ષ બનાવી લેવામાં આવ્યા છે. નવા અધ્યક્ષ ન ચૂંટાય ત્યાં સુધી હવે પાર્ટીની કમાન સોનિયા ગાંધી સંભાળશે. સીડબલ્યૂસીની બેઠક બાદ મોડી રાત્રે ૧૧.૦૫ મિનટ પર કોંગ્રેસના મીડિયા ઈન્ચાર્જ રણદીપ સુરજેવાલા અને મહાસચિવ કેસી વેણુગોપાલે પ્રેસ કોન્પ્રેન્સ કરી આની જાણકારી આપી. કોંગ્રેસ વ‹કગ કમિટીની બેઠકમાં શનિવારે ફેસલો લેવામાં આવ્યો કે નવા અધ્યક્ષ ચન ચૂંટાય ત્યાં સુધી યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધી કામચલાઉ અધ્યક્ષ તરીકે પાર્ટીની કમાન સંભાળશે. સૂત્રો મુજબ ૫ જાનના આધાર પર લેવામાં આવેલ મંતવ્યમાં સોનિયા ગાંધીનું નામ જ કામચલાઉ અધ્યક્ષ તરીકે સામે આવ્યું. જા કે સોનિયા ગાંધીએ પદ સ્વીકાર કરવાની ના પાડી દીધી. પાર્ટી નેતાઓના ઘણા પ્રયાસો બાદ તેઓ પાર્ટીના કામચલાઉ અધ્યક્ષ બનવા માટે તૈયાર થયાં. બેઠક બાદ પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કÌšં કે સીડબલ્યૂસીની બેઠકમાં ત્રણ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યા. પહેલો પ્રસ્તાવ એ હતો કે રાહુલ ગાંધીએ પાર્ટીને શઆનદાર નેતૃત્વ આપ્યું. તેમણે વેપારીઓ, ખેડૂતો, મજૂરો, દલિત, મહિલાઓ, આદિવાસીઓ માટે અવાજ ઉઠાવ્યો છે. બેઠકમાં રાહુલ ગાંધી સાથે કોંગ્રેસ અધ્યક્ષ પદ પર બન્યા રહેવાની ભલામણ કરવામા આવી હતી, પરંતુ તેમણે ના પાડી દીધી હતી. બીજા પ્રસ્તાવ એ કે સીડબલ્યૂસીએ યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધીને કામચલાઉ અધ્યક્ષ બનવાની માંગ કરી, જેનો પાર્ટીએ સ્વીકાર કર્ય. નવા પાર્ટી અધ્યક્ષ ન ચૂંટાય ત્યાં સુધી સોનિયા ગાંધી પાર્ટીના કામચલાઉ અધ્યક્ષ રહેશે. સીડબલ્યૂસીમાં ત્રીજા પ્રસ્તાવ જમ્મુ-કાશ્મીરના હાલના હાલાતને લઈ પાસ કરવામાં આવ્યો. પ્રસ્તાવમાં જમ્મુ-કાશ્મીરના હાલાત પર ચિંતા વ્યક્ત કરવામા આવી. વેણુગોપાલે કÌšં કે પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે સરકાર તમામ દળોના એક પ્રતિનિધિમંડળને જમ્મુ-કાશ્મીર જવાની મંજૂરી આપી દે. શનિવારે બીજીવાર રાત્રે ૮ વાગ્યે કોંગ્રેસ વ‹કગ કમિટીની બેઠક ફરીથી શરૂ થઈ હતી. જેમાં યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી, પૂર્વ પીએમ મનમોહન સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને એકે એન્ટોની સહિતના કેટલાય મોટા નેતા હાજર રહ્યા હતા.
જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની કરારી હાર બાદ રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ પાર્ટીએ તેમને પદ પર બન્યા રહેવા માટે બહુ મનાવ્યા હતા, પરંતુ તેઓ પદ પર રેહવા માટે તૈયાર ન થયા. જે બાદ શનિવારે પણ એવા અહેવાલ આવ્યા હતા કે સીડબલ્યૂસીએ એકવાર ફરીથી રાહુલ ગાંધીને પોતાનું રાજીનામું પરત ખેંચી લેવા આગ્રહ કર્યો હતો.કોંગ્રેસ પાર્ટીમાં નવા પ્રમુખની શોધ આખરે સોનિયા ગાંધીના નામ પર અટકી ગઈ. આ આખી કવાયત પાર્ટીના પ્રમુખ માટે ગાંધી પરિવારની બહારથી સભ્યને બનાવવા માટે શરૂ કરવામાં આવી હતી, પરંતુ પાર્ટી ગાંધી પરિવારની બહારના કોઈ પણ સભ્યને પાર્ટીની કમાન સોંપવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ હતી. ત્યારપછી અંતે સોનિયા ગાંધીને પાર્ટીની કમાન સોંપવામાં આવી હતી અને તેમને કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.અગાઉ પાર્ટી અધ્યક્ષ પદ માટે વરિષ્ઠ નેતાઓ મÂલ્લકાર્જુન ખડગે, મુકુલ વાÂસ્નક, જ્યોતિરાદિત્ય સિંધિયાના નામ સૂચવવામાં આવ્યા હતા, પરંતુ બહુ ઓછા લોકોએ તેમને ટેકો આપ્યો હતો. આ નેતાઓ આગળ આવ્યા પછી પાર્ટીમાં ભાગલા પડવાની સંભાવના હતી, ત્યારબાદ પાર્ટીએ સોનિયા ગાંધીને અધ્ય્ક્ષ બનાવવાનો નિર્ણય કર્યો હતો. પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર શરૂઆતમાં સોનિયા ગાંધી આ પદ માટે તૈયાર ના હતા, પરંતુ જ્યારે પક્ષના નેતાઓએ તેમને સમજાવ્યા ત્યારે તે આ માટે સંમત થઈ ગઈ. આપને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીઓથી પાર્ટી નેતૃત્વના અભાવમાંથી પસાર થઈ રહી છે. પાર્ટીને સત્તામાં લાવે પાર્ટીના ટોચના નેતાઓએ સોનિયા ગાંધીને વિનંતી કરી કે મુશ્કેલ સમયમાં પાર્ટીને સંભાળીને ફરી એક વખત પાર્ટીને સત્તામાં લાવે. સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધી આગામી દિવસોમાં ફરી એકવાર પાર્ટીની સમિતિ અને મહામંત્રીઓની ફેરબદલ કરશે. કોંગ્રેસના જનરલ સેક્રેટરી અને પૂર્વી યુપીની કમાન પ્રિયંકા ગાંધી સંભાળી રહ્યા છે, માનવામાં આવે છે કે તેમને આ પદ પરથી છૂટા કરી શકાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ સોનિયા ગાંધીનું નામ આગળ લાવવામાં આવ્યું કારણ કે અન્ય કોઈ નેતાના નામ પર કોઈ સર્વસંમતિ બની શકી નથી. જે બાદ કોંગ્રેસની કાર્યકારી સમિતિએ સોનિયા ગાંધીના નામની દરખાસ્ત કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે વાÂસ્નક, સિંધ્યા અને ખડગેનાં નામ ચર્ચા માટે આવ્યા હતા, પરંતુ પક્ષનાં બહુ ઓછા લોકો તેમના નામ પર સહમત થયાં. જે બાદ આ લોકોએ ફરી એકવાર સોનિયા ગાંધીને પાર્ટીની કમાન સંભાળવાનું કÌšં હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરમિયાન રાહુલ ગાંધી ફરીથી અધ્યક્ષ પદ પર નહીં રહેવાના નિર્ણય પર અડગ હતા. જે બાદ અહેમદ પટેલ અને અન્ય વરિષ્ઠ નેતાઓએ સોનિયા ગાંધીને પાર્ટીનો હવાલો સંભાળવા જણાવ્યું હતું. તમને જણાવી દઇએ કે રાહુલ ગાંધીએ જ્યારે પાર્ટી છોડી ત્યારે સોનિયા ગાંધીએ અધ્યક્ષ પદ સ્વીકારવાની ના પાડી હતી.૧૩૨ વર્ષ જૂની પાર્ટી કોંગ્રેસની કમાન ૪૫ વર્ષોથી નહેરુ-ગાંધી પરિવારના સભ્યોના હાથમાં રહી છે.જેમાં સોનિયા ગાંધીએ ૧૯ વર્ષ સુધી એટલે કે સૌથી લાંબા સમય સુધી કોંગ્રેસનું પ્રમુખપદ સંભાળ્યું છે.
જવાહરલાલ નહેરુ અગિયાર વર્ષ સુધી કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા હતા. તેમના સિવાય ઇંદિરા ગાંધી સાત વર્ષ, રાજીવ ગાંધી છ વર્ષ અને મોતીલાલ નહેરુ બે વર્ષ કોંગ્રેસ પ્રમુખ રહ્યા હતા.વર્ષ ૨૦૦૪માં સોનિયા ગાંધીએ જ્યારે વડા પ્રધાન પદ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો તો એવા ઘણા લોકો હતા કે જેમને લાગતું હતું કે તેમણે પાર્ટી સંગઠનને મજબૂત કરવાની જરૂર છે.ત્યારબાદ જયરામ રમેશ, પુલક ચેટર્જી અને બીજા ઘણા નેતા યુપીએ ચેરપર્સન અને રાષ્ટÙીય સલાહકાર પરિષદ પ્રમુખ સોનિયા ગાંધીના કાર્યાલય સાથે જાડાઈ ગયા.સોનિયા ગાંધીને આ રૂપમાં કેબિનેટ મંત્રીનો દરજ્જો મળેલો હતો.સોનિયા ગાંધી એક સમાનાંતર સત્તાનાં કેન્દ્ર રહ્યાં છે.કોંગ્રેસના નવા અધ્યક્ષની પસંદગી માટે કોંગ્રેસ વ‹કગ કમિટીની બેઠક પાર્ટીના મુખ્યાલય ખાતે શરુ થઇ ગઈ હતી. પાર્ટીમાં યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી,કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી,પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ,જ્યોતિરાદિત્ય સિંધિયા સહીતના મોટા નેતાઓ સામેલ છે. લોકો બેઠકમાં રાહુલ ગાંધીની રાહ જાઈ રહ્યા હતા. ઘણું સમજાવ્યા બાદ રાહુલ ગાંધી બેઠકમાં પહોંચ્યા હતા.રાહુલ ગાંધીના રાજીનામાં બાદ કોંગ્રેસ અધ્યક્ષનું પદ ખાલી હતું. નવા કોંગ્રેસ અધ્યક્ષની પસંદગી માટે કોંગ્રેસ વ‹કગ કમિટીના બેઠકમાં ભાગ લેવા માટે પાર્ટીના
હેડક્વાર્ટર્સ ખાતે નેતાઓ પહોંચી રહ્યા હતા. યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી,કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી,પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ,જ્યોતિરાદિત્ય સિંધિયા અને એકે એન્ટની પણ સામેલ હતા. સવારે મળેલી કોંગ્રેસની વ‹કગ કમિટીની બેઠકમાં પાંચ જૂથ બનવવામાં આવ્યા હતા. આ પાંચ જૂથે દેશભરના નેતાઓની સલાહ અને સૂચન સાંભળ્યા હતા. હવે આ પાંચ જૂથ પોતાનો રિપોર્ટ કમિટી સમક્ષ રજૂ કર્યો હતો.સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસના દરેક નેતાઓ રાહુલ ગાંધી પાર્ટીના અધ્યક્ષ બની રહે તેવી માંગ કરી રહ્યા હતા. સીડબ્લયુસી બેઠકમાં નેતાઓ રાહુલ ગાંધીને પોતાનું રાજીનામુ પરત ખેંચવા માટે મનાવવાની પણ કોશિશ કરી હતી. રાહુલના વિકલ્પ પર અન્ય નેતાઓએ તે પણ કÌšં કે રાહુલ ગાંધી અથવા સીડબ્લયુસી નક્કી કરે.રાહુલની ન માનવાની Âસ્થતિમાં કોંગ્રેસના ઘણા નેતાઓએ પ્રિયંકા ગાંધીનું નામ પણ રજૂ કર્યું હતું. ઘણા નેતાઓએ મુકુલ વાસનિક અને જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ આપ્યું હતું. સિંધિયાનું નામ ત્રિપુરા યુનિટથી સામે આવ્યું છે. ૭૫ દિવસ બાદ પણ કોંગ્રેસની Âસ્થતિ હજુ ૨૫ મે જેવી બની હતી. રાહુલ ગાંધીએ રાજીનામાની જાહેરાત કરી હતી અને વ‹કગ કમિટીએ તેને નકારી દીધું હતું. જાકે મોડી રાત્રે તમામ મથામણો બાદ સોનિયા ગાંધીના નામની જાહેરાત કરવામાં આવી હતી.