the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

નહેરૂની ભવિષ્યવાણી સાચી પડી

મોદી સરકારે જમ્મુ કાશ્મીર અંગે ઔતિહાસિક નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કેન્દ્રીય કેબિનેટ અંગે રાજ્યસભામાં આર્ટિકલ ૩૭૦ હટાવવાનો સંકલ્પ રજૂ કર્યો. તેમણે જણાવ્યુ કે, સરકાર જમ્મુ કાશ્મીર અંગે ચાર બિલ લઈને આવી છે. આર્ટિકલ ૩૭૦ના તમામ ખંડ રાષ્ટÙપતિ રામનાથ કોવિંદના હસ્તાક્ષર બાગ લાગૂ નહી થાય. અમિત શાહના નિવેદન બાદ વિપક્ષના સાંસદોએ રાજ્યસભામાં જારદાર હંગામો કર્યો.. સરકારના સંકલ્પથી પીડીપી સાંસદોએ પોતાના કપડા ફાડી નાખ્યા. અમિત શાહે જણાવ્યુ હતુ કે, લદ્દાખના લોકોની માગ હતી કે, લદ્દાખને કેન્દ્રશાંસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવે. જેથી જમ્મુ કાશ્મીર હવે કેન્દ્ર શાસિત પ્રદેશ ગણાશે. અને જમ્મુ કાશ્મીરથી લદ્દાખથી અલગ કરવામાં આવ્યુ. આ સાથે લદ્દાખને પણ કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે.૨૧ ઓગસ્ટ ૧૯૬૨ના રોજ અનુચ્છેદ વિશે પ્રેમનાથ બજાજને પત્રનો જવાબ આપતા નહેરૂએ કÌšં હતું કે વાસ્તવિકતા એ છે કે સંવિધાનમાં આ કલમ રહેવા છતાં પણ, જે જમ્મુ કાશ્મીરને એક વિશેષ દરજ્જો આપે છે. તેમાં ઘણું કરવામાં આવ્યું છે આમ છતાં ઘણું બધું કરવાનું બાકી છે. એ પણ ધીરે ધીરે પૂર્ણ થઈ જશે. સવાલ ભાવુકતાનો વધારે છે. એ સિવાય કંઈ વધારે થાય. ઘણી વખત ભાવનાઓ મહત્વપૂર્ણ હોય છે, પણ આપણે બંન્ને પક્ષોની તુલના કરવી જાઈએ. અને હું વિચારું છું કે વર્તમાનમાં આપણે આ સંબંધમાં કોઈ પરિવર્તન ન કરવું જાઈએ.જવાહર લાલ નહેરૂ અને પં.પ્રેમનાથ બજાજની વચ્ચે થયેલા પત્રવ્યવહારનો ઉલ્લેખ જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જગમોહને પોતાના પુસ્તક દહકતે અંગારેમાં કર્યો હતો. જગમોહને પોતાના પુસ્તકમાં લખ્યું હતું કે, આ પત્રથી ખ્યાલ આવે છે કે નહેરૂએ પોતે જ કલમ ૩૭૦માં ભવિષ્યમાં પરિવર્તન થાય તેનો ઈન્કાર નહોતો કર્યો. નહેરૂનું એવું કહેવું હતું કે કલમ ૩૭૦માં જરૂર પડે ત્યારે સરકાર સંશોધન કરે. એવામાં ધીરે ધીરે સંશોધન કરતા અન્ય પ્રાવધાનો પણ ખત્મ થઈ જશે.જગમોહન બે વખત જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ રહ્યા હતા. એપ્રિલ ૧૯૮૪થી જૂન ૧૯૮૯ સુધી અને બીજી વખત જાન્યુઆરી ૧૯૯૦થી મે ૧૯૯૦ સુધી. આ વચ્ચે જમ્મુ કાશ્મીરની ઘણી નિર્ણાયક ઘટનાના તેઓ સાક્ષી રહ્યા હતા. જગમોહનની નજરમાં જમ્મુ કાશ્મીર અલગાવવાદ અને ફૂટ પાડવાની સૌથી મજબૂત જડો ભારતીય સંવિધાનની કલમ ૩૭૦માં હતી.જગમોહને પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, કાશ્મીર સમસ્યાનું વાસ્તવિક નિરાકરણ નબળાઈ અને નકારાત્મક કારણોને દૂર કરવા માટે સંભવ છે. નવી દ્રÂષ્ટ અને નવા ભારતના ઉત્સાહ માટે નવા ભારતની આવશ્યકતા છે. કાશ્મીરમાં પાખંડી નીતિ પોતાની સીમાઓ તોડી ચૂકી છે. આજે ભારતના નેતાઓએ સળગતી સચ્ચાઈનો સામનો કરવાની જગ્યાએ ભ્રમના પડછાયામાં રહેવાની પ્રવૃતિ અપનાવી રાખી છે.જગમોહને ૧૫ ઓગસ્ટ ૧૯૮૬માં પોતાની ડાયરીમાં લખ્યું હતું કે, કલમ ૩૭૦ આ સ્વર્ગ રૂપી રાજ્યમાં માત્ર શોષકોને સમૃદ્ધ કરવાનું જ સાધન નથી. એ ગરીબોને લૂંટે છે. એ મૃગજળની માફક છે જે ભ્રમમાં નાખે છે. એ સત્તાધારીઓના ખિસ્સા ભરે છે. નવા સુલ્તાનોના અહંકારને વધારે છે.