the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

પૂર્વ નાણાં મંત્રી જેટલીની તબિયત નાજુક, વડાપ્રધાન મોદી અને અમિત શાહે કરી મુલાકાત

  • શ્વાસ લેવામાં તકલીફ અને બેચેનીની ફરિયાદ બાદ જેટલીને 9 ઓગસ્ટથી એઈમ્સમાં ભરતી કરવામાં આવ્યા છે 

  • એમ્સે 9 ઓગસ્ટ બાદ જેટલીના સ્વાસ્થ્યને લઈને કોઈ બુલિટન બહાર પાડ્યું નથી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મોડી રાત્રે અરૂણ જેટલીની તબિયત જાણવા એઇમ્સ ખાતે પહોંચ્યા હતાં. ત્યાં થોડો સમય રોકાયા બાદ તેઓ ત્યાંથી પરત ફર્યા હતાં. આ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુક્રવારે એમ્સ પહોંચીને અરૂણ જેટલી(66)ની તબિયત જાણી હતી. પૂર્વ નાણાં મંત્રી જેટલી 9 ઓગસ્ટથી એઈમ્સના આઈસીયુમાં દાખલ છે. રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને રાજયમંત્રી અશ્વિન ચૌબે પણ ઉપસ્થિત હતા. સૂત્રોએ ન્યુઝ એજન્સીને જણાવ્યું કે જેટલીની હાલત નાજુક છે.

એમ્સે 9 ઓગસ્ટથી જેટલીના સ્વાસ્થ્યને લઈને કોઈ બુલેટિન બહાર પાડ્યું નથી. શ્વાસ લેવામાં તકલીફ અને બેચેનીની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.

શ્વાસ લેવામાં તકલીફ બાદ એઈમ્સમાં ભરતી કરાવવામાં આવ્યા હતા

જેટલીને ગત શુક્રવારે સવારે 11 વાગે ભરતી કરવામાં આવ્યા હતા. ડોકટરોના જણાવ્યા પ્રમાણે, તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. એઈમ્સ મોડી સાંજે જણાવ્યું હતું કે ડોક્ટરોની ટીમ જેટલીની તબિયત પર નજર રાખી રહી છે અને હાલ તેમની સ્થિતિ સ્થિર છે. ગૃહમંત્રી અમિત શાહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન તેમની તબિયત જાણવા એમ્સમાં પહોંચ્યા છે.