the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

હરિયાણા / રેસલર બબીતા ફોગાટ પિતા મહાવીર સાથે જજપા સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયાં

  •  કેન્દ્રીય રમતગમત મંત્રી કિરણ રિજિજૂએ ભાજપ કાર્યાલયમાં મહાવીર અને બબીતાને પાર્ટીની સદસ્યતા અપાવી 

  •  રિજિજૂએ કહ્યું કે, મહાવીરજી દેશ માટે એક મિસાલ, બબીતાના અનુભવનો ઉપયોગ કરીશ

પાનીપતઃ હરિયાણાની રેસલર બબીતા અને તેમના પિતા મહાવીર ફોગાટ જનનાયક જનતા પાર્ટી (જજપા) સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા છે. દિલ્હીમાં આવેલા ભાજપ કાર્યાલયમાં કેન્દ્રીય રમત ગમત મંત્રી કિરણ રિજિજૂએ તેમને સદસ્યતા અપાવી હતી. હરિયાણાના ભાજપ પ્રભારી અનિલ જૈન અને પ્રદેશ અધ્યક્ષ સુભાષ બરાલા પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. મહત્વનું છે કે હરિયાણામાં આગામી મહિનાઓમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.

મહાવીરજીએ ચેમ્પિયન પેદા કર્યા, બબીતાને અનુભવનો ઘણો ફાયદો થશે 
કિરણ રિજિજૂએ કહ્યું કે, મહાવીરજી દેશ માટે એક મિસાલ છે. તેમણે ચેમ્પિયન પેદા કર્યા છે. હું તેમને રમતગમત મંત્રાલય તરફથી અભિનંદન પાઠવું છે. રાજકારણ સાથે જોડાયા બાદ પણ બબીતા રમત ચાલુ રાખી શકે છે. મેરીકોમ સાંસદ બન્યા બાદ પણ રમત સાથે જોડાયેલી છે. હું બબીતાના ટેલેન્ટનો ભરપૂર ઉપયોગ કરીશ. એવા લોકો ભાજપમાં જોડાયા છે, જેમણે સમાજ માટે ઘણી સારી કામગીરી કરી છે.

પહેલા ચૌટાલા પરિવાર અને ફોગાટ પરિવારના સારા સંબંધો હતાઃ બબીતા ફોગાટ અને મહાવીર ફોગાટ ખુલીને ભાજપને સમર્થન કરે છે. લોકસભા ચૂંટણીમાં જજપાએ ફોગાટ પરિવારને સ્ટારપ્રચારકમાં રાખ્યો હતો. ફોગાટ પરિવાર ઘણા સમયથી ચૌટાલા પરિવાર સાથે જોડાયેલો હતો. જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 નાબૂદ કરવા અંગે બબીતાએ ફોગાટે મોદી સરકારના સમર્થનમાં ઘણા ટ્વીટ કર્યા હતા.

સીએમના વહુ લાવવા વાળા નિવેદનનું પણ સમર્થન કર્યુંઃ બબીતાએ તાજેતરમાં જ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર દ્વારા કાશ્મીરથી વહુ લાવવા વાળા વિવાદીત નિવેદનનું પણ સમર્થન કર્યું હતું. તેમણે ટ્વીટ કર્યું હતું કે સીએમએ કોઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું નથી. મારી મીડિયાને વિનંતી છે કે તેમના નિવેદનને ખોટી રીતે રજુ ન કરો.