the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

અનુચ્છેદ ૩૭૧

ગૃહમંત્રી અમિત શાહે ફરી એક વખત અનુચ્છેદ ૩૭૧માં ભવિષ્યમાં કોઈ પ્રકારનો ફેરફાર ન કરવાનું આશ્વાસન આપ્યું છે.ગૌહાટીમાં આયોજિત પૂર્વોત્તર-પરિષદના ૬૮મા સત્ર દરમિયાન આઠ મુખ્ય મંત્રીઓની હાજરીમાં શાહે જણાવ્યું, જમ્મુ અને કાશ્મીરમાં અનુચ્છેદ ૩૭૦ હઠાવાયા બાદ પૂર્વોત્તરના લોકોને ભ્રમિત કરવાના પ્રયાસ કરાઈ રહ્યા છે કેન્દ્ર સરકાર અનુચ્છેદ ૩૭૧ને પણ ખતમ કરી દેશે.મેં સંસદમાં સ્પષ્ટતા કરી છે કે આવું કંઈ થવાનું નથી. મોદી સરકાર અનુચ્છેદ ૩૭૧ સાથે કોઈ છેડછાડ નહીં કરે.ત્યારે મહ¥વનું છે કે ભારતમાં જમ્મુ-કાશ્મીર એકલું એવું રાજ્ય નહોતું જેને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો.ભારતીય બંધારણની અનુચ્છેદ ૩૭૧ હેઠળ દેશનાં અન્ય રાજ્યોને પણ વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે. જેમાં ગુજરાત, મહારાષ્ટÙ અને પૂર્વોત્તરનાં રાજ્યો માટે પણ બંધારણમાં વિશેષ જાગવાઈએ કરવામાં આવી છે.નોંધનીય છે કે આ બીજી એવી ઘટના છે કે ગૃહમંત્રીએ અનુચ્છેદ ૩૭૧ને સંપૂર્ણ સન્માન આપવાની વાત કરી છે.પૂર્વોત્તર સહિત દેશનાં લગભગ ૧૧ રાજ્યોમાં અનુચ્છેદ ૩૭૧ની વિવિધ જાગવાઈ લાગુ છે.આ અનુચ્છેદને કારણે કેન્દ્ર સરકાર સંબંધિત રાજ્યોમાં વિકાસ, સુરક્ષા વગેરમાં સંબંધિત કાર્ય કરી શકે છે.એટલે કે એક પ્રકારે આ અનુચ્છેદ રાજ્યોને વિશેષ દરજ્જા જેવા અધિકારો પ્રદાન કરે છે.મહારાષ્ટÙ અને ગુજરાત જેવાં રાજ્યોના રાજ્યપાલને અનુચ્છેદ ૩૭૧ અંતર્ગત એવા વિશેષ અધિકાર અપાયા છે કે તેઓ મહારાષ્ટÙના વિદર્ભ, મરાઠવાડા અને ગુજરાતના સૌરાષ્ટÙ તેમજ કચ્છ માટે અલગ વિકાસબોર્ડ બનાવી શકે છે.જમ્મુ અને કાશ્મીરને અત્યાર સુધી વિશેષ દરજ્જો આપનારા અનુચ્છેદ ૩૭૦ની માફક જ અનુચ્છેદ ૩૭૧ હેઠળ અમુક રાજ્યોને વિશેષ દરજ્જો પ્રદાન કરાયો છે.અનુચ્છેદ ૩૭૧ હેઠળ ગુજરાત અને મહારાષ્ટÙને ખાસ અધિકારો મળેલા છે.૩૭૧ના ખંડ ૨ મુજબ સૌરાષ્ટÙ, કચ્છ અને બાકીના ગુજરાત માટે રાજ્યપાલની ભલામણને આધારે રાષ્ટÙપતિ જુદાંજુદાં વિકાસબોર્ડો બનાવી શકે છે.તેમાંનાં તમામ બોર્ડનો રિપોર્ટ દર વર્ષે રાજ્યની વિધાનસભામાં મૂકવામાં આવે તે જરૂરી છે.સમગ્ર રાજ્યની જરૂરિયાતોને ધ્યાને લઈને આ વિસ્તારોના વિકાસખર્ચ માટે નાણાંની ન્યાયી ફાળવણી પણ કરવાની જાગવાઈ છે.આ વિસ્તારો માટે અનુચ્છેદ ૩૭૧ હેઠળ ટેકનિકલ શિક્ષણ અને વ્યવસાય-તાલીમ માટે પૂરતી સગવડો તથા રાજ્ય સરકારના નિયંત્રણ હેઠળની સેવાઓમાં નોકરી માટેની પૂરતી તકોની જાગવાઈ કરી શકાય છે.આ જ અનુચ્છેદ માં મહારાષ્ટÙના વિદર્ભ અને મરાઠાવાડા માટે ઉપરોક્ત જાગવાઈઓ લાગુ પડે છે.જાકે, અનુચ્છેદ ૩૭૧ જમ્મુ-કાશ્મીરને લાગુ પડતો નથી.અગાઉ બંધારણના અનુચ્છેદ ૩૭૧માં ખંડ ૨મા ગુજરાત અને મહારાષ્ટÙના સ્થાને ‘મુંબઈ રાજ્ય’ શબ્દનો ઉપયોગ થતો હતો.જાકે, મુંબઈ પુનર્રચના અધિનિયમ, ૧૯૬૦ (સન ૧૯૬૦ના ૧૧મા)ની કલમ ૮૫થી ‘મુંબઈ રાજ્ય’ શબ્દોના સ્થાને ‘મહારાષ્ટÙ અથવા ગુજરાત રાજ્ય’ શબ્દો મુકાયા છે.અનુચ્છેદ ૩૭૧ હેઠળ ઉત્તર પૂર્વ ભારતમાં સ્થાનિક આદિવાસી સંસ્કૃતિના સંરક્ષણના હેતુથી રાજ્યો માટે વિશેષ જાગવાઈ કરવામાં આવી છે.જેમાં અનુચ્છેદ ૩૭૧એ મુજબ નાગાલૅન્ડ માટે પણ બંધારણમાં ખાસ જાગવાઈઓ કરવામાં આવી છે.અનુચ્છેદ ૩૭૧એ મુજબ ભારતની સંસદમાં પસાર કોઈ પણ કાયદો – જે નાગાલૅન્ડના સ્થાનિક લોકોની ધાર્મિક કે પછી સામાજિક પરંપરાઓને લગતો હોય, રૂઢિગત કાયદાઓ કે પછી પ્રક્રિયાઓ, નાગા સમુદાયના પરંપરાગત કાયદાઓના આધારે લીધેલા નાગરિક અથવા ન્યાયિક વહીવટના નિર્ણયો, સંપત્તિની માલિકી અને ટ્રાન્સફર તથા ત્યાંનાં સંસાધનોને લગતો હોય તો તે સીધો લાગુ પડતો નથી.સંસદ દ્વારા પસાર આવા કોઈ પણ કાયદા માટે નાગાલૅન્ડની વિધાનસભાની મંજૂરી જરૂરી છે અને વિધાનસભાએ આ અંગેનો પ્રસ્તાવ લાવવો પડે. વિપક્ષી નાગા પીપલ્સ ફ્રન્ટના પ્રવક્તા અચુમ્બેમ્બો કિકાને કÌšં, વિપક્ષી પાર્ટી હોવાને નાતે અમને વિશ્વાસ છે કે કેન્દ્ર સરકાર નાગાલૅન્ડમાં એ રસ્તો નહીં લે જે જમ્મુ-કાશ્મીરમાં લેવામાં આવ્યો હતો, નહીં તો નાગા લોકોની ભાવનાઓને ઠેસ પહોંચશે અને તેનાં ગંભીર પરિણામ આવશે.તેમનું કહેવું છે કે નાગાલૅન્ડ અને જમ્મુ-કાશ્મીરમાં અંતર છે, કારણ કે નાગાલૅન્ડને એક સમજૂતી હેઠળ રાજ્ય બનાવવામાં આવ્યું હતું.જાકે, એ પણ સત્ય છે કે અનુચ્છેદ ૩૭૧ હેઠળ નાગાલૅન્ડને આપવામાં આવેલા વિશેષ દરજ્જાને કારણે ત્યાંની રાજકીય સમસ્યાનું સમાધાન આવી શક્્યું નથી.મિઝોરમ માટે પણ અનુચ્છેદ ૩૭૧ હેઠળ વિશેષ જાગવાઈ કરવામાં આવી છે.અનુચ્છેદ ૩૭૧એસ હેઠળ મિઝોરમ માટે નાગાલૅન્ડ રાજ્ય જેવી જ વિશેષ જાગવાઈ કરવામાં આવી છે.અનુચ્છેદ ૩૭૧એસ હેઠળ મિઝો પારંપરિક કાયદાઓ અને પ્રક્રિયા, નાગરિક અથવા આપરાધિક ન્યાયિક પ્રક્રિયા અને સંપત્તિની માલિકી અને તબદીલી તથા સંસાધનોની બાબતમાં ભારતની સંસદમાં પસાર કરેલો કાયદો આ રાજ્યની વિધાનસભાની પરવાનગી બાદ જ લાગુ થઈ શકે છે.આ જ પ્રકારે આસામ, મેઘાલય અને સિÂક્કમ માટે પણ ભારતના બંધારણમાં વિશેષ જાગવાઈ કરવામાં આવી હતી.જેમ કે આસામ માટે અનુચ્છેદ ૩૭૧બી, મણિપુર માટે કલમ ૩૭૧સી હેઠળ વિશેષ જાગવાઈ કરવામાં આવી છે.સિÂક્કમ માટે અનુચ્છેદ ૩૭૧એફમાં જાગવાઈ કરવામાં આવી છે.એ સિવાય એક અન્ય સરહદી રાજ્ય અરુણાચલ પ્રદેશ માટે ૩૭૧એચ હેઠળ વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે.
અરુણાચલ પ્રદેશને લઈને ભારત અને ચીન વચ્ચે વિવાદ છે.આ અંગે લોકસભામાં જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ અને અનુચ્છેદ ૩૭૦માં ફેરફાર અંગે ચર્ચામાં કાંગ્રેસ નેતા મનીષ તિવારી કÌšં, જમ્મુ કાશ્મીરના વિશેષ દરજ્જાને હઠાવીને કેન્દ્ર સરકાર આ રાજ્યોને શું સંકેત આપી રહી છે?