the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

અફઘાનિસ્તાનનો રાશિદ ખાન ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસનો સૌથી યુવા કેપ્ટન બન્યો

  • રાશિદે ઝિમ્બાબ્વેના પૂર્વ કપ્તાન ટટેન્ડા તૈબુ કરતા 8 દિવસની ઓછી વયે કપ્તાની કરીને રેકોર્ડ તોડ્યો

  • તૈબુ પોતાની ડેબ્યુ ટેસ્ટમાં 20 વર્ષ 358 દિવસનો હતો, રાશિદ 20 વર્ષ 350 દિવસે બાંગ્લાદેશ સામે કપ્તાની કરી રહ્યો છે

સ્પોર્ટ્સ ડેસ્ક: અફઘાનિસ્તાનનો નવા કપ્તાન રાશિદ ખાન બાંગ્લાદેશ સામેની એકમાત્ર ટેસ્ટમાં જેવો ટોસ માટે આવ્યો તેણે પોતાના નામે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તે ટેસ્ટ ક્રિકેટમાં કપ્તાની કરનાર સૌથી યુવા કપ્તાન બન્યો છે. વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનના ખરાબ દેખાવ પછી રાશિદ ખાનને કપ્તાન બનાવવામાં આવ્યો હતો. તેણે આજથી શરૂ થતી બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં ટોસ જીતીને બેટિંગ લીધી છે. રાશિદે 20 વર્ષ અને 350 દિવસે કપ્તાની ડેબ્યૂ કર્યું છે. તેણે ઝિમ્બાબ્વેના ટટેન્ડા તૈબુનો 20 વર્ષ 350 દિવસની વયે સૌથી યુવા કપ્તાન બનવાનો રેકોર્ડ તોડ્યો છે.

ભારતના પૂર્વ કપ્તાન મંસૂર અલી ખાન પટૌડી સૂચિમાં ત્રીજા સ્થાને
ભારતના પૂર્વ કપ્તાન મંસૂર અલી ખાન પટૌડી આ સૂચિમાં ત્રીજા સ્થાને છે. તેમણે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ 21 વર્ષ અને 77 દિવસની વયે પ્રથમ વાર કપ્તાની કર્યું હતું. 23 માર્ચ 1962માં જયારે પટૌડી વિન્ડીઝ સામે કપ્તાની કરવા ઉતર્યા તે સમયે તે વર્લ્ડના સૌથી યુવા કપ્તાન હતા. ટૈબુએ 6 મે 2004ના રોજ શ્રીલંકા વિરુદ્ધ કપ્તાની કરીને પટૌડીનો રેકોર્ડ તોડ્યો હતો.