the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

અલકાયદાના નેતાએ મુસ્લિમોને કહ્યું- અમેરિકા, યુરોપ, રશિયા અને ઈઝરાયલને નષ્ટ કરી દો

  • અમેરિકાની જાસૂસી કંપનીએ વીડિયોનો ખુલાસો કર્યો

  • વીડિયોને અલકાયદાની મીડિયા વિંગ અસ-સહાબે બહાર પાડ્યો છે

  • વીડિયોમાં જેહાદી રસ્તો છોડનાર લોકોની પણ ટીકા કરવામાં આવી 

વોશિંગ્ટનઃ આતંકી સંગઠન અલકાયદાના નેતા અયમાન અલ-જવાહિરીએ બુધવારે એક વીડિયો જાહેર કરીને મુસ્લિમોને પશ્ચિમી દેશો પર હુમલો કરવા માટે ઉશ્કેર્યા છે. વાયરલ વીડિયોમાં જવાહિરીએ મુસ્લિમોને કહ્યું કે અમેરિકા, યુરોપ, ઈઝરાયલ અને રશિયા જેવા પશ્ચિમ દેશો પર હુમલો કરીને તેમને નષ્ટ કરી દો. જવાહિરી 9/11 આતંકી હુમલાની 18મી વરસી પર મુસ્લિમોને સંબોધિત કરી રહ્યા હતા.

જવાહિરીનું 33 મિનિટનું ભાષણ રેકોર્ડ કરવામાં આવ્યું

અમેરિકાની કંપની સર્ચ ફોર ઈન્ટરનેશનલ ટેરરિસ્ટ એન્ટિટીઝ(SITE) આ વાતનો ખુલાસો કર્યો છે. એસઆઈટીઈ આતંકી સંગઠનોની ઓનલાઈન ગતિવિધિઓને ટ્રેક કરે છે. બાદમાં જવાહિરીનો આ વીડિયો પ્રકાશમાં આવ્યો છે

અલકાયદાના નેતાએ કહ્યું જો તમે જિહાદ ઈચ્છો છો તો પશ્ચિમ દેશોની સેનાને ધીરે-ધીરે ખત્મ કરતા રહો. અમેરિકન સૈનિક આજે પૂર્વથી પશ્ચિમ સુધી સમગ્ર વિશ્વમાં છે. તમારા દેશો અમેરિકાના ઠેકાણાઓથી ભરેલા છે. જેમાં નાસ્તિકો છે. અને તેમના દ્વારા ભષ્ટ્રાચારને ફેલાવવામાં આવી રહ્યો છે.

જવાહિરીના 33 મિનિટ 28 સેકન્ડના ભાષણને રેકોર્ડ કરવામાં આવ્યું હતું. જવાહરિએ તેમના ભાષણમાં જિહાદી રસ્તો છોડનાર લોકોની ટીકા કરી હતી. ખાસ કરીને એવા લોકો જે એમ કહે છે કે 9/11 જેવા હુમલા થવા ન જોઈએ, કારણે તેમાં સામાન્ય નાગરિકો પણ મરે છે.

બુધવારે અફધાનિસ્તાનના કાબુલમાં અમેરિકાની એમ્બેસીની પાસે બ્લાસ્ટ થયો હતો. જોકે અત્યાર સુધીમાં આ હુમલાની જવાબદારી કોઈ સંગઠને લીધી નથી. ન્યુઝ એજન્સીએ જણાવ્યું હતું કે આ એક પ્રકારનો રોકેટ બ્લાસ્ટ હતો.

9/11 હુમલામાં 2900 લોકોના મોત થયા હતા

અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને પેન્ટાગન પર થયેલા હુમલામાં 2983 લોકોના મોત થયા હતા. તેની પાછળ ઓસામા બિન લાદેનનો હતો. મે 2011માં લાદેનને અમેરિકાએ પાકિસ્તાનના અબટાબાદમાં ઘુસીને મોતને ઘાટ ઉતાર્યો હતો.

અલ-જવાહિરી 2011માં ઓસામા બિન લાદેનના મોત બાદ સંગઠનનો પ્રમુખ બન્યો હતો. જવાહરી ઈજિપ્તનો રહેનારો છે. તે હાલ પાકિસ્તાન કે અફધાનિસ્તાનમાં છુપાયેલો છે એવું કહેવામાં આવી રહ્યું છે.