the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ઈમરાનના ગૃહ મંત્રીનો સ્વીકાર- કાશ્મીર મુદ્દે દેશ આંતરરાષ્ટ્રીય સમુદાયને સાથે લેવામાં નિષ્ફળ

  • એઝાઝે પૂર્વ વડાપ્રધાન બેનર્જી ભુટ્ટો, પરવેઝ મુશરફને પણ દેશની છબી બગાડવા બદલ કારણભૂત ગણાવ્યા

  • આંતરરાષ્ટ્રીય સમુદાયને અમારી પર ભરોસો નથી, લોકો અમને ગંભીરતાથી લેતા નથી

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના ગૃહ મંત્રી બ્રિગેડિયર એઝાઝ અહમદ શાહે બુધવારે રહ્યું કે ઈસ્લામાબાદને કાશ્મીર મુદા પર આંતરરાષ્ટ્રીય સમુદાયનું સમર્થન મેળવવામાં નિષ્ફળ રહ્યું છે. સાથે જ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની સરકારને દેશની છબિ ખરાબ કરવા માટે જવાબદાર ઠેરવ્યા છે.

એઝાઝે એક ટીવી ચેનલ સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયને અમારી પર ભરોસો નથી. અમે કહીએ છીએ કે ભારતે કાશ્મીરમાં કરફ્યુ લગાવ્યો અને ત્યાંના લોકોને દવાઓ મળી રહી નથી, તો અમારી પર કોઈ વિશ્વાસ કરતું નથી. પરંતુ ઈન્ટરનેશનલ કમ્યુનિટી ભારતનો ભરોસો કરે છે. લોકો અાપણા દેશને ગંભીરતાથી લેતા નથી. એઝાઝે પૂર્વ વડપ્રધાન બેનર્જી ભુટ્ટો, પરવેઝ મુશરફને દેશની છબિ બગાડવા માટે જવાબદાર ઠેરવ્યા.

કુરેશીનો દાવો- ભારતે કાશ્મીરને જેલમાં ફેરવ્યું

એક દિવસ પહેલા જ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ જેનેવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના સત્ર દરમિયાન દાવો કર્યો હતો કે ભારતે અનુચ્છેદ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમને આ ગ્રહની સૌથી મોટી જેલમાં ફેરવી દીધું છે. ત્યાં માનવઅધિકારોનું ખંડન થઈ રહ્યું છે.

ભારતે કુરેશીના આરોપને ફગાવ્યા હતા

ભારતે કુરેશીના આરોપોને ફગાવ્યા હતા. તેમણે કહ્યું કે પાકિસ્તાન પોતે એવો દેશ છે જે સીમા પારથી આતંકવાદનું સંચાલન કરી રહ્યો છે. આ પહેલા સંયુક્ત રાષ્ટ્રમાં પણ પાકિસ્તાનને કોઈ પણ દેશનું સમર્થન મળ્યું ન હતું. અમેરિકા, ફ્રાન્સ, રશિયા જેવા દેશોએ પણ કાશ્મીરના મુદ્દાને લઈને ભારતનો સાથ આપ્યો છે.

પાકનો દાવો- 60 દેશોનું સમર્થન મળ્યું

પાકિસ્તાને યુએનએચઆરસીમાં જમ્મુ-કાશ્મીરમાં માનવઅધિકારીની સ્થિતિને લઈને કહ્યું કે 60 દેશોમાંથી તેને સમર્થન મળ્યું છે. જોકે જાહેરમાં દેશોના નામની ચર્ચા કરી ન હતી. જીનેવામાં યુએનેચઆરસીમાં પાકિસ્તાનના પ્રતિનિધિમંડળના એક સભ્યએ કહ્યું કે આ દેશોનું લિસ્ટ ભારતીય પ્રતિનિધિમંડળને સોંપવામાં આવશે.

તેની સાથે સંકળાયેલા લોકોએ પાકિસ્તાનના દાવાને ફગાવ્યા

જોકે આ મુદ્દા સાથે સંકળાયેલા લોકોએ આ વાતનો ઈન્કાર કર્યો હતો. તેમણે કહ્યું કે પાકને 57 ઓરગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન(OIC)અને ચીનનું સમર્થન મળ્યું છે. જોકે ઈન્ડોનેશિયા જેવા ઘણા ઓઆઈસી સભ્યોએ તેમના ભારતીય સમકક્ષોની સાથેની વાતચીત દરમિયાન આ પગલાથી પોતાને દૂર કર્યા હતા.