the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

એન્ટી કરપ્શન યુનિટની સલાહ: ક્રિકેટમાં ભ્રષ્ટાચારને રોકવા માટે સટ્ટાને કાયદેસર કરવા પર વિચાર કરો

  • એન્ટી કરપ્શન  યુનિટના પ્રમુખ અજિત સિંહ શેખાવતે કહ્યું કે, કાનૂન બને તો તેમાં પોલીસની ભૂમિકા સ્પષ્ટ થશે

  • ગયા વર્ષે ભારતીય લો કમિશને મેચ ફિક્સિંગને એક અપરાધ બનાવવાની વાત કરી હતી: શેખાવત

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના એન્ટી કરપ્શન યુનિટના પ્રમુખ અજિત સિંહ શેખાવતે મંગળવારે ભારતીય ક્રિકેટમાં ભ્રષ્ટાચારને રોકવા માટે સટ્ટાને કાયદેસર કરવા પર વિચાર કરવાની સલાહ આપી હતી. તેમજ મેચ ફિક્સિંગ માટે પણ કાનૂન બનાવવાની સલાહ આપી હતી. શેખાવત ગયા વર્ષે એપ્રિલમાં યુનિટના પ્રમુખ બન્યા હતા. તેમનું સ્ટેટમેન્ટ ત્યારે આવ્યું જયારે 12 નેશનલ અને ઇન્ટરનેશનલ ક્રિકેટર્સ સાથે બુકીઓએ સંપર્ક સાધવાનો પ્રયાસ કરવાનું સામે આવ્યું છે. બીજી તરફ પહેલી વાર ભારતીય મહિલા ક્રિકેટરે ફિક્સિંગની ફરિયાદ કરી છે.

શેખાવતને પૂછવામાં આવ્યું કે મુંબઈ, કર્ણાટક અને તમિલનાડુમાં આ વર્ષે મેચ ફિક્સિંગના બનાવ સામે આવ્યા છે, તો શું દેશમાં ફિક્સિંગને રોકવું અશક્ય છે? તેમણે કહ્યું કે, એવું કઈ નથી જે રોકી શકાતું નથી. આપણે આની વિરુદ્ધ કાનૂન બનાવવું જોઈએ. જો આની વિરુદ્ધમાં કાનૂન બનશે તો પોલીસની ભૂમિકા પણ સ્પષ્ટ થશે.

ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં મેચ ફિક્સિંગ અપરાધ: શેખાવત
શેખાવતે કહ્યું કે, ગયા વર્ષે ભારતીય લો કમિશને મેચ ફિક્સિંગને અપરાધ જાહેર કરવાની વાત કરી હતી. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં તે અપરાધ છે. મેચમાં બેટીંગને લીગલ કરવામાં આવે તો ભ્રષ્ટાચારને રોકવું શક્ય છે. અમુક માપદંડ બનાવવા પડશે જેથી બધું નિયંત્રણમાં આવે. આનાથી સરકારને ટેક્સ રૂપે મોટી રાશિ મળી શકે છે.

લોઢા કમિટીએ પણ ક્રિકેટમાં સટ્ટેબાજીને લીગલ કરવાની વાત કરી હતી
2015માં પૂર્વ ચીફ જસ્ટિસ આરએમ લોઢાની આગેવાનીવાળી કમિટીએ સટ્ટેબાજીને લીગલ કરવાની સલાહ આપી હતી. જોકે તેમણે કહ્યું કે આ સાથે જ અમુક શરતોને લાગુ કરવી પડશે. ખાસ કરીને મેચમાં રમી રહેલા ખેલાડી કોઈ પણ રીતે તેમાં શામેલ ન હોવા જોઈએ.

મહિલા ક્રિકેટરે ફરિયાદ કરતા બે વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર કરવામાં આવી
સોમવારે એક મહિલા ક્રિકેટરે ફિક્સિંગની ફરિયાદ કરી હતી. તે પછી એન્ટી કરપ્શન યુનિટે રાકેશ બાફના અને જિતેન્દ્ર કોઠારી વિરુદ્ધ ફિક્સિંગને લઈને બેંગ્લુરુમાં એફઆઈઆર દર્જ કરી છે. જાણકારી અનુસાર, બાફનાએ મહિલા ટીમની એક ઇન્ટરનેશનલ ખેલાડી વિરુદ્ધ આ વર્ષે ફેબ્રુઆરીમાં ઇંગ્લેન્ડ સીરિઝની વચ્ચે ફિક્સિંગની વાત કરી હતી. ક્રિકેટરે એક આરોપી સાથે ફોન પર થયેલી વાતચીતની રેકોર્ડિંગ પણ મોકલી હતી. સ્પોર્ટ્સ મેનેજર જિતેન્દ્ર કોઠારીએ સોશિયલ સાઈટ દ્વારા ભારતીય ખેલાડી સાથે સંપર્ક કર્યો હતો. તે પછી બાફનાએ મેચ ફિક્સ કરવા ક્રિકેટર સાથે વાત કરી હતી. આ મામલે આઈસીસીએ પણ તપાસ શરૂ કરી દીધી છે. આ બધા વચ્ચે તમિલનાડુ પ્રીમિયર લીગમાં પણ ફિક્સિંગ અંગે તપાસ ચાલી રહી છે.