the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ઓછા થઇ રહેલા વેટલેન્ડ સર્વનાશની નિશાની

૨ ફેબ્રુઆરીનો દિવસ વર્લ્ડ વેટલેન્ડ ડે તરીકે ઉજવાય છે. આખી દુનિયામાં આજે જ્યારે જળપ્લાવિત ક્ષેત્ર અને જમીન ઓછી થઇ રહી છે ત્યારે આ ઉજવણી વધુ મહત્વની છે. ઇ.સ.૧૯૦૦થી ઇ.સ.૨૦૦૮ સુધીના એટલે કે ૨૦મી સદીના સમયગાળામાં વૈશ્વિક સ્તરે વેટલેન્ડમાં ૬૪ ટકાનો ઘટાડો થયો છે જે ચિંતા પ્રેરક છે. સરકારી અને બિનસરકારી સંસ્થા” સહિત પર્યાવરણીય ગ્રુપો ચાલુ વર્ષે ટકાઉ શહેરી ભવિષ્ય માટે વેટલેન્ડ થીમ પર ઉજવણી કરાશે.જળ પ્લાવિત વિસ્તારો જેવા કે નદી, સરોવરના સંરક્ષણ અને જાળવણી તેમજ લોક જાગૃતિ કેળવવા આ દિવસની ઉજવણી થાય છે. સમગ્ર વિશ્વમાં મીઠા પાણીનો દિન પ્રતિદિન ઘટાડો થતો રહ્યો છે. લોક ખેતી માટે આસપાસના તળાવો અને નદીમાંથી સિંચાઇ કરવાનું શરૂ કરતા પશુ-પક્ષીઓ માટે ખતરારૂપ સાબિત થઇ રÌšં છે.આ સંજાગોમાં લોકોમાં જાગૃતિ કેળવવા આ દિવસ ઉજવાય છે. વૈશ્વિક સ્તરે હાલ ૫૦ ટકા વસતી શહેરી વિસ્તારોમાં વસી રહી છે. આ ૨૦૫૦ના વર્ષ સુધીમાં વધીને ૬૬ ટકાએ આંબી જશે. ભાવનગર હોય કે કચ્છ હોય કે ગુજરાત હોય તમામ જગ્યાઓએ જળપ્લાવિત વિસ્તારોનું મહત્વ વધી ગયું છે. કચ્છના નાના રણમાં સુરખાબ પક્ષીઓના ઝૂંડ દર્શાવે છે કે વેટ લેન્ડનું મહત્વ શું છે.પાણીથી ઢંકાયેલા વિસ્તારને વેટલેન્ડ અથવા તો જળ – પ્લાવિત વિસ્તાર કહેવામાં આવે છે. કાદવ કીચડવાળું ખાબોચિયું, તળાવ, સરોવર, નદીઓના મુખ-પ્રદેશમાં રચાતો ત્રિકોણાકાર વિસ્તાર જેને ‘ડેલ્ટા’ તરીકે ઓળખવામાં આવે છે અને નીચાણવાળા વિસ્તાર જ્યાં અવારનવાર પાણી ભરાઈ રહેતું હોય તેવા તમામ વિસ્તારો જળ-પ્લાવિત વિસ્તાર કહેવામાં આવે છે.મનુષ્યના અÂસ્તત્વ માટે જળ-પ્લાવિત વિસ્તારો અત્યંત મહત્વપૂર્ણ છે. વિશ્વમાં આવેલા અત્યંત ફળદ્રુપ/ઉત્પાદક પર્યાવરણમાં અગત્યનું સ્થાન ધરાવે છે. અનેક ઉપયોગી જૈવિક વિવિધતાનું જન્મસ્થાન છે જે પાણીનો પુરવઠો પૂરો પાડે છે જેના પર અગણિત પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ નભે છે. આપણે અગાઉ પણ જાઈ ગયાં કે દરેક પ્રકારની પરિસર પ્રણાલી માનવ જાતને અને અન્ય સજીવોને જુદી જુદી સેવા પુરી પડે છે. જળ-પ્લાવિત વિસ્તારો મીઠાં પાણીનો સ્રોત છે, ખોરાક અને બાંધકામ માટે કાચો માલ પૂરો પડે છે, જમીનના તળમાં પાણીનો સંગ્રહ કરે છે, વિવિધ સજીવોને આશ્રય સ્થાન પૂરું પાડે છે અને જળવાયુ પરિવર્તન સામે ટકી શકવાની પરિÂસ્થતિ પેદા કરે છે.આટલી અગત્યતા ધરાવતા હોવા છતાં અભ્યાસના તારણો બતાવે છે કે વિશ્વના મોટા ભાગના જળ પ્લાવિત વિસ્તારોની પરિÂસ્થતિ કથળતી જાય છે જેના પરિણામ સ્વરૂપ આ અગત્યના પરિસર દ્વારા આપણને મળતી સેવાઓ જાખમમાં મુકાઈ રહી છે.આંતરરાષ્ટÙીય સ્તરે અગત્યતા ધરાવતા જળ-પ્લાવિત વિસ્તારોને ‘રામસર સાઈટ’ કહેવામાં આવે છે. રામસર નામનું શહેર ઈરાનમાં આવેલું છે. સન ૧૯૭૧ ની સાલમાં રામસર ખાતે આયોજિત, જળ-પ્લાવિત વિસ્તારોના સંરક્ષણ અને સાતત્યપૂર્ણ ઉપયોગ બાબતના આંતરરાષ્ટÙીય સંમેલનમાં એક સમજુતી પર ઘણાબધા રાષ્ટÙોએ હસ્તાક્ષર કર્યા હતા. આ સંમેલનનો હેતુ તમામ અગત્યના જળ-પ્લાવિત વિસ્તારનું વૈશ્વિક સ્તરે સંરક્ષણ સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક અને રાષ્ટÙીય કાર્યવાહી તેમ જ આંતરરાષ્ટÙીય સહકાર પ્રાપ્ત કરવાનો રહ્યો હતો. જળ-પ્લાવિત વિસ્તારોનું વ્યવસ્થાપન એક વૈશ્વિક પડકાર છે. રામસર સંમેલન, આવી આંતરરાષ્ટÙીય સમજુતી પર હસ્તાક્ષર કરનારા ૧૬૦ રાષ્ટÙો પાસે એક અતિ મહત્વપૂર્ણ પરિસર તંત્રની ઉચિત સંભાળની આશા સેવે છે. આ સંમેલન જળ- પ્લાવિત વિસ્તારોની બહોળી વ્યાખ્યા અપનાવે છે જેમાં દરેક સરોવર, નદીઓ, જમીનના ઊંડાણમાં આવેલાં પાણીના સ્તર, કાદવ-કીચડવાળા ખાબોચિયા, ભેજયુકત ઘાસિયા મેદાન, નદીઓના મુખ-પ્રદેશો, રણની વચ્ચે આવેલાં રણદ્વીપ, ડેલ્ટા, દરિયાની ભરતીથી પ્રભાવિત મેન્ગ્રોવ, કાંઠાળ વિસ્તાર, પરવાળાંના ખડકો અને માનવ સર્જિત મચ્છીમારીના તળાવ, ડાંગરના ખેતર અને મીઠાના અગરનો સમાવેશ કરવામાં આવ્યો છે.આજે ૨૨૦૦ કરતા પણ વધારે આંતરરાષ્ટÙીય અગત્યતા ધરાવતા જળ-પ્લાવિત વિસ્તારો ઓળખવામાં આવ્યા છે. રામસર સાઇટ્‌સની યાદી, વિશ્વના રક્ષિત વિસ્તારોને આવરી લેતું મોટામાં મોટું નેટવર્ક છે જેનો કુલ વિસ્તાર લગભગ ૨૧ લાખ વર્ગ કિલોમીટર થાય છે જે મેÂક્સકો દેશના કુલ વિસ્તારથી પણ વિશાળ છે. સન ૧૯૭૪માં ઓસ્ટ્રેલીયામાં આવેલ કોબોર્ગ પ્રાયદ્વીપને પ્રથમ રામસર સાઈટ તરીકે જાહેર કરવામાં આવેલ. ડેમોક્રેટિક રિપÂબ્લક ઓફ કોંગોમાં આવેલ ગીરી- તુમ્બા- મૈન્ડોમ્બે અને કેનેડા Âસ્થત ક્વીન મૌદ અખાત સૌથી વિશાળ રામસર સાઈટ છે જેનો વિસ્તાર ૬૦,૦૦૦ વર્ગ કિલોમીટરથી પણ વધારે છે. યુનાઈટેડ કિંગડમમાં સંખ્યાની દ્રષ્ટીએ સૌથી વધારે જળ-પ્લાવિત વિસ્તારો (૧૭૦) આવેલાં છે અને મેÂક્સકોમાં ૧૪૨ ની સંખ્યામાં છે. બોલિવિયા દેશમાં કુલ ૧, ૪૮,૦૦૦ વર્ગ કિલોમીટર વિસ્તારને રામસર સાઈટ તરીકે રક્ષણ મળ્યું છે.રામસર સંમેલનના ૩ પાયાના સિદ્ધાંતો દરેક સહી કરનાર દેશ દ્વારા સ્વીકારવામાં આવ્યા છે જેને ‘થ્રી પીલર્સ’ તરીકે ઓળખવામાં આવ્યા છે જે મુજબ, સહી કરનાર દરેક દેશ.
પોતાના જળ-પ્લાવિત વિસ્તારોનો ઉચિત ઉપયોગ થાય તેવાં પગલાં લેશે.
અન્ય જળ-પ્લાવિત વિસ્તારોને ઓળખી અને તેવા વિસ્તારો રામસર યાદીમાં સમાવાય તેવી દરખાસ્ત કરશે અને તેમનું યોગ્ય વ્યવસ્થાપન સુનિશ્ચિત કરશે.એકથી વધારે દેશોમાં ફેલાવો ધરાવતા/પ્રસરેલા જળ-પ્લાવિત વિસ્તારોની અને તેમાં આવેલાં સજીવ પ્રજાતિઓની જાળવણી માટે સહકાર આપશે.
તો મિત્રો, પર્યાવરણની જાળવણી પ્રત્યે જા સમસ્ત વિશ્વમાં આ પ્રકારની જાગૃતિ પ્રવર્તતી હોય અને વિવિધ રાષ્ટÙો એકબીજાને સહકાર આપવા માટે કરારથી બંધાતા હોય તો દરેક નાગરિકની એ નૈતિક ફરજ બની રહે છે કે પોતે પણ એક જવાબદાર અને જાગૃત નાગરિક તરીકે પર્યાવરણનું જતન કરે. આમ કરવાથી આપણે પણું પોતાનું જ કલ્યાણ કરશું તે સમજવું અઘરું નથી.આજે વિશ્વમાં ૨૩૦૧ રામસર સાઈટ્‌સ દ્વારા ૨૨૫,૬૫૩,૨૩૮ હેક્ટર જેટલા વેટલેન્ડ ને સંરક્ષણ આપવા માં આવ્યું છે. આપણા ગુજરાતમાં એક માત્ર નળ-સરોવર જ રામસર સાઈટ છે. રામસર સંધી અમલમાં આવ્યા બાદ છેક ૧૧ વર્ષે એટલેકે ૧ ફેબ્રુઆરી, ૧૯૮૨ ના રોજ ભારતમાં રામસર કરાર અમલ માં આવ્યો હતો. ભારત હાલમાં ૨૬ સ્થળોને રામસર સાઇટ્‌સ ના વેટલેન્ડ તરીકે નિયુક્ત કરે છે, જે ૬૮૯,૧૩૧ હેક્ટરના વિસ્તાર ને સંરક્ષણ કરે છે.આપણા નળસરોવર ની વધારે વાત કરીયે તો લગભગ ૧,૭૪,૦૦૦ થી વધારે સંખ્યામાં પક્ષીઓ અહીં શિયાળામાં જાવા મળે છે. મધ્યએશિયા માં પક્ષીઓ ના ફ્લાય-વે માં નળ સરોવર એક મહત્વ નું ફ્યુલ સ્ટોપ છે. ઉનાળામાં ઘુડખર માટે આ નળસરોવર અમૃત સમાન સાબિત થાય છે. સ્થાનિક લોકો પણ આજ નળસરોવરના પાણીનો ઉપયોગ કરે છે અને વર્ષે લગભગ ૭૫,૦૦૦થી પણ વધારે પ્રવાસીઓ નળસરોવર ની મુલાકાત લે છે.વેટલેન્ડ એટલે આમ તો ૬ મીટર થી વધારે ઊંડું ન હોય એવું સરોવર અને એટલે આપણે અમુક તળાવો ને પણ વેટલેન્ડ કહી શકીયે. વેટલેન્ડનું પર્યાવરણ ની સાઇકલ માં ખુબ મહત્વ છે, આપણા વાતાવરણમાં રહેલા વધારાના કાર્બન ને આ વેટલેન્ડ શોષી લે છે, જમીન અંદર પાણી ઉતારે છે, બોર ના પાણી ના સ્તર ઉંચા લાવવા ની સાથે પાણી ને શુદ્ધ કરવા માં ખુબ મદદ કરે છે, અને સૌથી મહત્વ નો કામ તો પૂર ને પણ કંટ્રોલ કરે છે, સાથેસાથે દરિયાની ખારાશ ને પણ અટકાવે છે.આપણા ગુજરાતમાં કચ્છનું મોટું અને નાનું રણ, ખીજડીયા, નળસરોવર, પરીએજ, થોળ, વઢવાણ આ બધા ખુબ મહત્વ ના વેટલેન્ડ છે. કચ્છ ના બંને રણ સીઝનલ વેટલેન્ડ છે એટલે ત્યાં બારે માસ પાણી નથી હોતું. જયારે બાકી ના વેટલેન્ડ પર લગભગ બારેમાસ પાણી જાવા મળે છે અને આ કારણે જ ગુજરાતમાં લગભગ ૫૦૦ થી વધારે પક્ષીઓ ની વિવિધતા જાવા મળે છે. વેટલેન્ડ પક્ષીની સાથે બીજા પણ અનેક પ્રકર ના સરીસૃપો, પતંગિયા, જીવસૃÂષ્ટ ને જીવંત રાખે છે અને એમાં વિકાસ પામતા ઘાસ પણ ઢોર માટે પણ તે ખુબ ઉપયોગી બને છે.આજે અમુક દેશો માં લોકો માછલીના વ્યવસાય માટે પોતાના સ્વતંત્ર વેટલેન્ડ બનાવે છે જે રોજગાર ની સાથે પર્યાવરણ માટે પણ અનુકૂળ છે. વેટલેન્ડ હવાના ચક્ર ને પણ સમતોલ રાખે છે; ઓÂક્સજન, નાઇટ્રોજન, કાર્બનડાયોક્સાઇડ, મિથેન, સલ્ફર સમતોલ રાખવા માં તે ખુબ મદદ કરે છે એટલે આપણે વેટલેન્ડને આપણી પૃથ્વી ની કિડની કહી શકીયે.વિકાસની આવરિત ગતિ ભવિષ્યમાં આપણને જરૂરનુકશાન કરવા ની છે. ચીન આજે પાણી માટે કુત્રિમ નદી બનાવવા લાગ્યું છે અને ભારતમાં આપણે જે તળાવો કે ડેમ, નદી માં પાણી ભરવા ને બદલે કુત્રિમ વિશાળ ડેમ બનાવી રહ્યા છીએ તેની ગંભીર અસરો પણ જાવા મળી રહી છે.આજે થતા જમીનના દબાણોને લીધે વેટલેન્ડ, તળાવો પુરાઈ રહ્યા છે. આપણે દરિયો પુરી ને પણ વધારે જમીન મેળવવા અધીરા બન્યા છીએ. ખોરાક પાણી અને હવા આ ત્રણ વગર જીવન ની કલ્પના પણ નથી શકે. નદીઓમાં પાણી સુકાઈ રહ્યા છે, તળાવો, ડેમ ખાલી થઇ રહ્યા છે તો પછી વરસાદ ની રાહ જાયા સિવાય બીજા કોઈ ઉપાય ખરો?ઈઝરાઈલ દેશો ગટર અને દરિયા ના પાણી ને શુદ્ધ કરી ને પીવા માં ઉપયોગ કરવાનું ચાલુ કર્યું છે, પણ શું આ સાચો ઉપાય છે? દરિયા ના ખારા પાણી ને મીઠું કરવું એના કરતા વરસાદ વધુ લાવી ન શકાય? વધારે પ્રમાણ માં વૃક્ષ નું વાવેતર કરી ને ગ્લોબલ વોર્મિગ થી અને પર્યાવરણ ની સાયકલ માં પડેલા ગાબડા ને પુરવા ના કામ ને પ્રાથમિકતા આપવી જરૂરી બન્યું છે અને આમ કરવા વેટલેન્ડ એ પ્રથમ અને હાથવગો ઉપાય છે.