the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

કોહલી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સારી કપ્તાની કરે છે, કારણકે તેની પાસે રોહિત અને ધોની છે: ગંભીર

  • ગંભીરે કહ્યું કે, કોહલીએ 2019ના વર્લ્ડ કપમાં સારી કપ્તાની કરી હતી

  • ગંભીરે તે સાથે એ પણ જણાવ્યું કે, કોહલીને ફ્રેન્ચાઈઝ ક્રિકેટમાં ધોની અને રોહિત જેટલી સફળતા નથી મળી

સ્પોર્ટ્સ ડેસ્ક: ગૌતમ ગંભીરએ ગુરુવારે કહ્યું હતું કે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ભારતીય ક્રિકેટ ટીમની સારી રીતે કપ્તાની કરે છે કારણ કે તેની પાસે ટીમમાં રોહિત શર્મા અને એમએસ ધોની જેવા ખેલાડીઓ છે. ગંભીરએ ઉમેર્યું હતું કે, જ્યારે તમે આઈપીએલમાં ફ્રેન્ચાઇઝીનું નેતૃત્વ કરો છો ત્યારે તમારી કેપ્ટનશીપની સાચી પરીક્ષા થાય છે. ગંભીરે કહ્યું કે, કોહલીએ વર્લ્ડ કપમાં કપ્તાન તરીકે સારો દેખાવ કર્યો હતો, પરંતુ તેને હજી ઘણું બધું શીખવાનું બાકી છે. ગંભીરે વધુ ઉમેરતા કહ્યું હતું કે, “જ્યારે પણ હું આ વિશે બોલું છું ત્યારે હું પ્રમાણિક રહ્યો છું. રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સ માટે શું હાંસલ કર્યું છે તે જુઓ, ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ધોનીએ શું મેળવ્યું છે તે જુઓ. જો તમે તેની સરખામણી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (કોહલીની ટીમ) સાથે કરો તો, પરિણામ બધાને જોવા મળે છે.”

રોહિતે ટેસ્ટમાં ઓપનિંગ કરવી જોઈએ
ગંભીરે કહ્યું હતું કે રોહિતે ટેસ્ટ ક્રિકેટમાં ઓપનિંગ કરવું જોઈએ. તેના જેવા પ્રતિભાશાળી ખેલાડીને બેન્ચ પર બેસાડી રાખવો ખોટું છે. મને લાગે છે કે રાહુલને બહુ તક મળી ગઈ છે, હવે રોહિત પાસેથી ઓપનિંગ કરાવવાનો સમય આવી ગયો છે. જો તમે તેને પ્લેઈંગ 11માં રમાડવાના ન હોવ તો તેને સ્ક્વોડમાં પસંદ કરવાનો કોઈ અર્થ નથી.

2007ના વનડે વર્લ્ડ કપમાં પસંદગી ન થતા ક્રિકેટ છોડવાનો વિચાર કર્યો હતો
ભારતીય ક્રિકેટ ટીમ 2007ના ક્રિકેટ વર્લ્ડ કપમાં પ્રથમ રાઉન્ડમાં બહાર થઇ ગઈ હતી. જોકે તે જ વર્ષે ટીમે એમએસ ધોનીની કપ્તાનીમાં ટી-20 વર્લ્ડ કપ જીત્યો હતો. તે ટૂર્નામેન્ટમાં ગૌતમ ગંભીર હાઈએસ્ટ રન સ્કોરર હતો. તે વિશે વાત કરતા ગંભીરે કહ્યું કે, 2007માં 50 ઓવરના વર્લ્ડ કપમાં પસંદગી ન થતા હું બહુ નિરાશ થયો હતો. હું ટીમમાં સ્થાન મેળવવાની બહુ નજીક હતો. તે પહેલા અંડર-14 અને અંડર-19 વર્લ્ડ કપમાં પણ મારુ ચયન થયું ન હતું. તેથી 2007માં પસંદગી ન થઇ ત્યારે મેં ક્રિકેટ છોડવાનો વિચાર કર્યો હતો. જોકે તે પછી ટી-20 વર્લ્ડ કપમાં મારી પસંદગી થઇ હતી. હું પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં શૂન્ય રને આઉટ થયો હતો. પણ તે પછી હું ટૂર્નામેન્ટમાં હાઈએસ્ટ રન સ્કોરર બન્યો હતો. અને અમે ચેમ્પિયન બન્યા હતા. તે તેથી તમારે ક્યારેય હાર ન માનવી જોઈએ.

ઇન્ટરનેશનલ ક્રિકેટમાં શેન વોર્નનો સામનો કરવાની ઈચ્છા હતી
ગંભીરે કહ્યું કે, તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં શેન વોર્ન સામે બેટિંગ કરવા ઈચ્છતો હતો. તેણે કહ્યું કે વોર્ન સામે મેં આઇપીએલમાં બેટિંગ કરી હતી અને મને કોઈ તકલીફ પડી ન હતી. મારી ઈચ્છા હતી કે હું ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તેની સામે બેટિંગ કરી શક્યો હોત.