the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ગળુ બચાવવાની પળોજણ

છેલ્લા કેટલાક દિવસોથી દેશનાં અર્થતંત્ર સંબંધે લોકોમાં શંકાઓ પેદા થઈ રહી છે ત્યારે સરકારી પંજામાં સપડાયેલા અને ઘેરી બનતી પકડ મુખ્ય વિપક્ષી નેતાઓ સંબંધી ખબરોથી અખબારો ગરમ રહ્યાં છે. આખા દેશ માટે જીડીપી દરના વધવાની રફતારનું ધીમા પડી જવું બહુ મોટી વાત છે, પણ તેનાઓ માટે તો આ બેઉ વિષય સમાન બાબત છે! આનું કારણ પણ છે કે, સામાન્ય માણસને ભલે ચૂંટણીના કાળ પૂરતો જ રાજકારણ સાથે પનારો પાડવાનો આવતો હોય પણ એ સિવાયના દિવસોમાં તમને કે મને અને સૌને પોતાનું અને કુટુંબનું પેટ ભરવાનો અને પોતાના રોજિંદા સંઘર્ષની ફિકર જ અધિક થતી હોય છે. સામે પક્ષે નેતાઓ માટે રાજકારણ જ તેમના જીવનનો જ અધિક હિસ્સો હોય છે અને અર્થતંત્ર તેનું હથિયાર છે. દેશ આર્થિક પ્રગતિના પથ પર જા તેજ ગતિએ દોડતો હોય ત્યારે નેતાઓને આંગળી ટેઢી કર્યા વિના ફાળો (નાણાકીય) વધુ મળવાનો છે! એવા સમયે નેતાઓ પાસેથી જનતાની અપેક્ષા પણ ખાસ્સી ઓછી રહેતી હોય છે. જાકે, આમદની ઓછી થાય કે ઢીલી પડે તો નેતાઓ પાસેથી અપેક્ષાઓ વધવા લાગે છે. જીડીપીનું નક્કર કે મજબૂત હોવું સત્તાપક્ષ માટે જેટલું મહ¥વનું છે એટલું જ મહ¥વનું વિરોધપક્ષના નેતાઓ માટે છે, ખાસ કરીને મુખ્ય વિપક્ષ કાંગ્રેસના મોટા નેતાઓનું કલંકિત થવું પણ એટલું જ મહ¥વનું છે. એનું કારણ એવું છે કે, જેમ અર્થતંત્ર કે અર્થવ્યવસ્થા કમજાર થાય છે એમ સમાજમાં બેરોજગારી વધવાની સાથે સમાજની બેચેની પણ વધતી જાય છે. વળી, બાકી મામલામાં સારામાં સારું પ્રશાસન હોચ તો પણ ચૂંટણીમાં તેને સત્તામાંથી ખદેડી મુકાવાનો પણ ભય છે જ બીજી તરફ, જા આર્થિક વ્યવસ્થા કે આયોજન બહુ સારું ન હોય, અધવચ્ચે હોય અને ત્યારે જ વિપક્ષના નેતા કલંકિત થવા લાગે કે ડાઘી થતા જાય તો પછી ચૂંટણી એકતરફી થઈ જાય છે. એ સાથે વિપક્ષના નેતાઓના ખભે પોતાનું રાજકારણ ચમકદાર, જુસ્સાદાર રાખવાનું સંકટ ન હોય તો એમનાથી વધારે ખુશ બીજું કોણ થશે? તેમને માથે સતત જાતને સાબિત કરતા રાખવાનો બોજ નથી રહેતો તો તેમને તો આનંદ જ છેને! પરંતુ દરેક વખતે બિલાડીના નસીબે દૂધના વાસણ પરનું ઢાંકણ ખસી જતું નથી. એમ છતાં રાજકારણમાં ઘણી વાર ચમત્કાર બને છે એમ બની પણ જાય તો પાંચ-પાંચ વર્ષથી સત્તાપાલટનું ખ્વાબ પાળીને બેઠેલાના ગજવામાં અચાનક સફળતાનો લાડુ પડે છે એમના હિસ્સાની સત્તા આપોઆપ તેમને મળે છે.વિરોધ પક્ષના નેતાઓએ છેલ્લાં પાંચ વર્ષમાં પોતાના ઉપર સરકારી ગાળિયાની ભીંસ વધુ ને વધુ કસાતી હોવાનો અનુભવ કર્યો છે અને એ અનુભવનું તાર્કિક પરિણામ તેમને આજે, હવે જાવા મળી રÌšં છે. કદાચ એટલે જ છેલ્લી સામાન્ય ચૂંટણીમાં એ સૌએ મળીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સામે જારદાર ચૂંટણી પ્રચાર કર્યો હતો, પણ એમનો દાવ નાકામ બન્યા, રહ્યો હતો. હવે એમને પોતાનું આગવું રાજકારણ ખેલવું તો દૂર રÌšં, એમને પોતાને સરકારી ગાળિયામાંથી બચાવી લેવાનો ભારે પુરુષાર્થ કરવો પડે છે.જુદા જુદા રાજકીય પક્ષોમાંથી ભાજપમાં જનારાની જે કતાર લાગી છે એનાં અનેક કારણો છે, એ સૌ કોઈને કોઈ રીતે ક્્યાંક સપડાયેલા છે અને તે તમામ પોતાના બચાવમાં લાગી ગયા છે.