the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ચોથી ટેસ્ટના બીજા દિવસે ઓસ્ટ્રેલિયા: 497/8 ડિકલેર, સ્ટિવ સ્મિથની બેવડી સદી (211), ઈંગ્લેન્ડ 23/1

  • સ્ટિવ સ્મિથની 11મી એશિઝ સદી, માત્ર બ્રેડમેનથી પાછળ

  • આ સીરિઝમાં સ્મિથની ત્રીજી સદી, 500 રન પણ પૂર્ણ કર્યા

માન્ચેસ્ટર: ચોથી એશિઝ ટેસ્ટના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાના સ્ટિવ સ્મિથે શાનદાર બેવડી સદી ફટકારી હતી. આ સ્મિથના કરિયરની 26મી અને એશિઝ કરિયરની 11મી સદી છે. એશિઝમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે તે પૂર્વ મહાન ક્રિકેટર સર ડૉન બ્રેડમેન (19)થી જ પાછળ છે, સ્મિથની આ સીરિઝમાં ત્રીજી સદી છે. તેણે વર્તમાન એશિઝ સીરિઝમાં 500+ રન કરવાની પણ સિદ્ધી મેળવી છે.

ઈંગ્લેન્ડ તરફથી બ્રોડે 3, લીચે 2 વિકેટ ઝડપી
ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટના ભોગે 497 રન કરી ઈનિંગ્સ ડિકલેર કરી હતી. સ્મિથ 211 રન કરીને આઉટ થયો. સ્મિથની આ ત્રીજી બેવડી સદી છે. ટીમ પેને અડધી સદી ફટકારી હતી. ઈંગ્લેન્ડ તરફથી બ્રોડે 3, લીચે 2 વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડે દિવસના અંત સુધીમાં 1 વિકેટના ભોગે 23 રન કરી લીધા હતા. તે ઓસ્ટ્રેલિયા કરતાં 474 રન પાછળ છે.

બોર્ડરની બરાબરીએ પહોંચ્યો સ્મિથ

  • સ્મિથે સતત બીજી એશિઝ સીરિઝમાં 500થી વધુ રન કર્યા છે. આમ કરનાર તે એલન બોર્ડર બાદ બીજો ઓસ્ટ્રેલિયન ક્રિકેટર છે.
  • ઈંગ્લેન્ડ વિરુદ્ધની છેલ્લી 12 ઈનિંગ્સમાં સ્ટિવ સ્મિથે 7 સદી, 3 અડધી સદી ફટકારી છે.
  • સ્મિથે 121 ઈનિંગ્સમાં 26 ટેસ્ટ સદી ફટકારી છે. માત્ર સર ડૉન બ્રેડમેન (69)એ તેનાથી ઓછી ઈનિંગ્સમાં આટલી સદી ફટકારી હતી.